SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તે જ વખતમાં, બનવાકાળ સર્જિત છે માટે ગાફેલ મામાએ મૂળરાજનું પુનઃ ઉત્થાપન કરવા માંડ્યું તે સમયે મૂળરાજ, તેને જ સ્વર્ગવાસી કરાવી સંવત ૯૯૮ માં પોતાની ૨૧ વર્ષની ઉંમરે ખરો સ્વતંત્ર રાજા થઈ બેઠો. એક સમયે સપાદલક્ષનો (નાગોર અથવા સાંબેરનો) રાજા, મૂળ રાજ સાથે યુદ્ધ કરી તેને જીતવાના હેતુથી ગુજરાતની હદ ઉપર ચઢી આવ્યો. તેમજ ત્યાં તૈલંગ દેશના તૈલિપ નામે રાજાનો બારવ (બારપ) નામનો સેનાપતિ પણ તે જ વખતે ચડી આવ્યો. બન્ને દેશના રાજાઓનું લશ્કર એક વખતે ચડી આવવાથી મૂળરાજ પોતાના પ્રધાનો સાથે વિચાર કરવા લાગ્યો કે જો આપણે પ્રથમ સપાદલક્ષની સામે યુદ્ધમાં પડીશું તો, તે સમયનો લાભ લઈ તૈલિપનો સૈનાપતિ બારવ; તેમજ બારવ સામે પ્રથમ યુદ્ધ કરીશું તો સપાદલક્ષ રાજા, આપણા ઉપર ઓચિંતો હુમલો કરી આપણો પરાભવ કરશે; માટે હવે આપણે કરવું શું ? ત્યારે સુજ્ઞ પ્રધાને જવાબ આપ્યો કે હાલમાં રણસંગ્રામ સળગાવવાં કરતાં કેટલાક દિવસ કંથાદુર્ગ (કંથકોટ-એ કચ્છની પાસે છે)માં જઈ નિર્ગમન કરવો એ વધારે યોગ્ય છે. કારણ કે એટલામાં નવરાત્રિના દિવસ આવી પહોંચવાથી એ સપાદલક્ષ રાજા પોતાની રાજધાની શાકંભરી (બાબર)માં જઈ સ્વગોત્ર દેવીનું આરાધન કરવામાં ગુંથાશે તે વખતે આ બારપ સેનાપતિને આપણે નિર્વિને હરાવી એકદમ સપાદલક્ષની પણ ખબર લઈશું. એવી રીતનું પ્રધાનોનું વચન સાંભળી મૂળરાજ બોલ્યો, એ યુક્તિ તો તમોએ ઠીક શોધી કાઢી, પણ આ રીતે કિલ્લામાં સંતાઈ રહેવાથી આપણે નમાલા ગણાઈશું અને તેથી લોકોમાં આપણી હાંસી થશે. ત્યારે પ્રધાને કહ્યું કે પશુયુદ્ધમાં ઘેટો જે પાછો હઠી ધસે છે, તે વધારે જોરથી સામાવાળાને મારવા માટે. સિંહ જે તરાપ મારતી વખતે પોતાનું અંગ સંકોચી નાખે છે, તે ઘણી ઉંચી તરાપથી શિકારને એકદમ પકડવા સારુ; તેમજ હૃદયમાં ગુપ્ત વૈર રાખનાર કે જેનો મંત્ર વિચાર ગુપ્ત છે એવા બુદ્ધિમાન પુરુષો, બીજા જુજ અલ્પબુદ્ધિવાળા માણસોથી થયેલી અવગણનાને સહન કરે છે. એવા તે પ્રધાનોનાં ઉદાહરણ યુક્ત વચનથી મૂળરાજે કંથાદુર્ગમાં પ્રવેશ કર્યો. આ પ્રમાણેની મૂળરાજની યુક્તિ, ગુર્જરદેશનું આક્રમણ કરતા સપાદલક્ષ રાજાના જાણવામાં આવવાથી, નવરાત્રિના દિવસ આવ્યા ત્યારે, પોતે સ્વરાજયમાં ન જતાં, જે ઠેકાણે પડાવ નાખ્યો હતો તે જ ઠેકાણે, શાકંભરી નામનું નગર વસાવી, ત્યાં પોતાની ગોત્રદેવીને મંગાવીને નવરાત્રિના ઉત્સવનો આરંભ કર્યો. આ વાત મૂળરાજના જાણવામાં આવવાથી, પોતે ક્રોધાયમાન થઈ આવી પડેલા સંકટમાંથી મુક્ત થવા માટે પોતાના તર્કને અનુસરી જાણે પોતે લહણિકા કરવા સમારંભથી પોતાના સર્વે નાના મોટા શૂરા સામંતોને એકઠા કરતો હોય એવી રીતનો બહારથી ડોળ બતાવી, તેમના ઉપર સંકેતયુક્ત પત્રિકાઓ મોકલી આપી. પત્રદ્વારા તેમને સૂચવ્યું કે “તમારે સપાદલક્ષ રાજાના કટક સમીપ અમુક દિવસે અને અમુક વખતે સંકેત સાધવાને આવી પહોંચવું અને હું પણ અમુક વખતે ત્યાં હાજર થઈશ. પણ બહારથી એવો ડોળ બતાવવું કે મૂળરાજ લહણિકા કરે છે માટે ત્યાં જઇએ છીએ એવા ભેદ ભર્યા પત્રો લખી મોકલ્યા પછી તે આવનાર સામંતોના પરાક્રમ, કીર્તિ અને કુળને ઘટતું વનરાજ વગેરેના પ્રબન્ધો ૫૧
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy