SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ એના પછી એનો પુત્ર સામંતસિંહ (ભૂયડદેવ) સંવત ૯૯૧ માં ગાદીએ બેઠો તે ૭ વર્ષ રાજય કરી મરણ પામ્યો. એ પ્રકારે ચાવડા વંશમાં ૭ રાજા થયા. એ વંશના શાસનની સમાપ્તિ સંવત ૯૯૮ માં થઈ. હવે પૂર્વે કહેલા ભયડરાજાના વંશના (ભવનાદિત્યના) રાજ, બીજ અને દંડક નામના ત્રણ સગા ભાઇઓ સોમેશ્વરની યાત્રા કરી પાછા વળતાં અણહિલ પાટણમાં આવી પહોંચ્યા. ત્યાં ઘોડો ફેરવવા નીકળેલા રાજા સામંતસિંહને જોયો. એ રાજાએ અજ્ઞાતપણે ઘોડાને ચાબૂખ મારી તે જોઈ પેલાં ત્રણ ભઇમાંથી એક જણ હં-હં કરતો માથું હલાવી પીડા પામતો બોલ્યો, તેના સાદથી ચમકીને રાજાએ પોતાના અશ્વને ઉભો રાખી તેને “હં-હં' એમ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે તેણે જવાબ દીધો કે અતિશય વખાણ કરવા લાયક તેમજ ન્યુરપ્શન લેવા યોગ્ય તમારા અશ્વની ગતિ છે છતાં તમે ઘોડાને ચાબૂક મારી તે જોઈ જાણે તે ચાબૂક મારી પીઠ ઉપર પડી હોય તેમ મને કમકમાટી છૂટી વળી હોય, તેનાથી મારું મર્મ સ્થળ ભેદાયું હોય, એવી રીતની પીડાકારી લાગણી જાગવાથી હું “હં-હં કરીને બોલ્યો. એવું તેનું વચન સાંભળી ચમત્કાર પામી તે રાજાએ પોતાનો અશ્વ તેને આપીને કહ્યું કે સબૂર ! હવે તું કેવી રીતે અશ્વ ફેરવે છે તે મને બતાવ. ઘોડો જેવો તેજસ્વી છે હવે, તેનો સવાર પણ તેવો જ મળવાથી, તેને જોનારા માણસો, ઘોડાની ચાલમાં તેમજ તેને ફેરવવામાં તેના ઉપર સવાર થયેલા માણસની છટા જોઇ, ઓવારણા લેતા હતા. રાજાએ પણ તે જોઈ વિચાર કર્યો કે નિઃશંક આ કોઇ ઉત્તમ કુળનો પુરુષ છે. એમ ધારી લીલાદેવી નામની પોતાની બેનને તેની સાથે પરણાવી. પછી કાળાન્તરે તે ગર્ભવતી તો થઈ પણ તેથી તે મહા કષ્ટ પામવા લાગી. તેમાં પરિણામે તેનું મરણ સમીપ આવ્યું જોઈ પ્રધાન લોકોએ વિચાર કર્યો કે લીલાદેવી મરશે તેની સાથે તેનો ગર્ભ પણ મરણ પામશે. એવો સર્વેને નિશ્ચય થવાથી તેનું પેટ ચીરી છોકરાને બહાર કાઢી લીધો. એ છોકરો મૂળ નક્ષત્રમાં ઉત્પન્ન થવાથી તેનું નામ મૂળરાજ પાડ્યું. બાળ સૂર્યની પેઠે તેજસ્વી અને પરાક્રમી થવાથી સર્વ પ્રજાને તે ઘણો પ્રિયંકર થયો. યુવાવસ્થામાં આવ્યા પછી પોતાના મામાનું રાજય, એણે પોતાના પરાક્રમથી ઘણું વધારી આપ્યું. એથી એનો મામો ઘણો મદોન્મત થયો. પછી તો એ એવું કરવા લાગ્યો કે કોઈ કોઈ વખત મૂળરાજને રાજ્યાભિષેક કરી પોતાની રાજ્ય ગાદીએ બેસાડે, ને વળી મદ ચડે ત્યારે ગાદી ઉપરથી તેને પાછો ઉઠાડી પણ મૂકે. આ પ્રકારનો બનાવ બનવા માંડ્યો તે દિવસથી આરંભીને ચાવડા વંશના રાજાઓનું દાન ઉપહાસ કરવા યોગ્ય થયું. મૂળરાજને ગાદીએ બેસાડે વળી પાછો ઉઠાડે એમ ઘણી વખત થવાથી તે ક્રોધે ભરાયો. પોતાના મામાનો સંહાર કરવા વિષેનો તેના મગજમાં નિર્ણય થયો. એક દિવસ મૂળરાજને પાછો રાજયાભિષેક કરી તેના મામાએ પોતાની ગાદી ઉપર બેસાડ્યો છે તે સમયમાં, મામાને પડેલી આદત સમજી, પોતાનો પરિવાર સજજ કરી, મામાને સ્વર્ગપુરી દેખાડવામાં તૈયાર થઈ રહ્યો હતો (૧) ઓવારણા. (૨) ઉગતા સુરજની. ૫૦ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy