SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ આદરમાન આપવાને કેટલાક રાજપુત્રોને નિયુક્ત કરી તેમને અગાઉથી તે સ્થળે મોકલ્યા. પછી પોતે નિયત કરેલ દિવસે અતિવેગવાળી સાંઢણી ઉપર બેસી તેનો સેવક સાથે લઈ પોતાના સ્થાનથી ઘણી પૃથ્વી ઉલ્લંઘન કરી પ્રભાત થતાં જ અકસ્માત સપાદલક્ષ રાજાના સૈન્ય આગળ આવી, જાણે કોઈ તેનો ઈષ્ટમિત્ર મળવા આવ્યો હોય તેમ, આસપાસના કટકનો કંઈ પણ વિચાર ન કરતાં, સાંઢણી સહિત એ રાજાના તંબુમાં પ્રવેશ કરવાના દ્વાર આગળ આવી સાંઢણી ઉપરથી ઝટ ઉતર્યો. આ રાજતંબુની નાગી તલવારથી રક્ષા કરતો દ્વારપાળ ઉભો હતો, તે પ્રત્યે મૂળરાજ હાથમાં તલવાર રાખી બોલ્યો. અરે દ્વારપાળ ! આ વખતે તારો રાજા શું કરે છે અને તે ક્યાં છે ? અહીંથી જા અને તારા રાજાને વિદિત કર કે ગુર્જરદેશના મહારાજ શ્રી મૂળરાજ તારા રાજદ્વારના તંબુ આગળ આવી બિરાજ્યા છે. એમ બોલતાં આસપાસના દ્વારપાળોને પોતાના વિશાળ બાહુ બળથી વિખેરી, સર્વેને તરણા માત્ર ગણી, મદોન્મત્તપણે, સામા જવાબની રાહ ન જોતાં આગળ ધસ્યો અને જે વખતે આગલો દ્વારપાળ સપાદલક્ષ રાજાને મૂળરાજ પધાર્યાના સમાચાર વિદિત કરે છે એટલામાં, મૂળરાજ પોતે તે રાજાની સમક્ષ આવી તેના સુવર્ણમય પલંગ ઉપર સિંહની જેમ ગર્જતો બેઠો. મૂળરાજ આ પ્રમાણે અકસ્માત પ્રગટ થવાથી સપાદલક્ષ રાજા કિંચિત ભયભીત થઈ સ્તબ્ધ રહ્યો; પણ સહજ વારમાં પાછો શુદ્ધિમાં આવી પોતાના પલંગ ઉપર બેઠેલા શૂરવીરને પ્રશ્ન કર્યો કે તમેજ શ્રી ગુર્જરદેશના મહારાજા મૂળરાજ છો ? મૂળરાજે જવાબ દીધો કે હા, તે નામની કીર્તિ મને છે. એવું મૂળરાજનું પ્રતિવચન સાંભળી સપાદલક્ષ રાજા પોતાના અતિથિ મૂળરાજનું સન્માન કરવાને કંઇક વધુ સમયસૂચક બોલવાનું આરંભે છે, એટલામાં તો મૂળરાજના પ્રથમ સંકેત પ્રમાણે તેના શૂરા સામંતોએ ચાર હજાર ઘોડેસવાર સહિત તે રાજતંબુને ચારે બાજુથી ઘેરી લીધો. આ જોઈ મૂળરાજે સપાદલક્ષ રાજાને કહ્યું કે હે રાજન્ ! આ ભૂમંડળમાં મને યુદ્ધ આપે એવો સકળ ગુણ સંપન્ન અતિ બળવાન કોઇ મુગટધારી મહારાજા મારી નજરમાં હજુ સુધી આવ્યો નથી, પરંતુ હું એમ કલ્પના કરું છું કે તમે તેવા છો; અને એ સમય અહીં તમારા પધારવાથી મને અનાયાસે પ્રાપ્ત થયો હતો, પણ જેમ અતિ દુર્લભ અને ઉત્તમ સ્વાદિષ્ટ ભોજનને આરોગવાની વખતે માખી તેમાં પડી મરવાથી જેમ તે ભોજન ત્યાગ કરવા યોગ્ય થાય છે, એ ન્યાયે તૈલંગ દેશના તૈલિપ નામે રાજાનો સેનાપતિ બાર૫ ગુજરાત ઉપર ચડી આવવાથી આપણા યુદ્ધમાં વિલંબ થયો છે, તેથી હું ઘણો ખેદ યુક્ત થયો છું. માટે એ બારપ સેનાપતિને શિક્ષા કરીને હું પાછો ફરું ત્યાં સુધી આપે નિષ્પક્ષપણે અહીં જ સ્થિર રહેવું અને પછી આપણે યુદ્ધ રસનો પરસ્પર અનુભવ કરીશું એવો મારો દ્રઢ નિશ્ચય જણાવવા માટે મારું અત્રે આવવું થયું છે. મૂળરાજનું આ પ્રકારનું વચન સાંભળી તે રાજાએ કહ્યું કે તમારા જેવા મોટા હિંમતવાન રાજાને ધન્ય છે કે શત્રુના અગણિત દળની વચ્ચે અને શત્રુની સમક્ષ એક કટારીના બળ ઉપર ઝઝુમી એક સાધારણ માણસની જેમ આવવું, એવા સાહસિક ધર્યવાન અને બળવાન રાજાની સાથે શત્રુતા રાખવી તેના કરતાં તેની સાથે મિત્રતા રાખવી એ હું વધારે પસંદ કરું છું. માટે દેહાંત સુધી આપની સાથે આ મિત્રતા પર પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy