SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ચોરી રૂપ પાતકનો હું ભાગીદાર થાઉં અને જો અપ્રિય કહું તો મારા ઉપર તમને સહુને અરૂચિ થાય માટે હાલ મૌન રાખવું એ જ શ્રેયસ્કર છે. હવે, પ્રથમ મે જે ના કહી તેનું કારણ જો તમે જાણવાને ઇચ્છતા હો તો તેનો ઉત્તર સાંભળો અન્ય દેશના રાજાઓ એકઠા મળી એક બીજાના રાજ્યની પ્રશંસા કરતી વખતે આપણા રાજ્ય વિષે એમ બોલતા હતા કે, ગુજરાતમાં રાજય કરનાર રાજા તો ચોર છે માટે તેઓ આપણી કક્ષાના ન ગણાય; એવા જ પ્રકારની ટીકા કરી તેઓ ઉપહાસ કરતા હતા. એ વાત આપણા માણસોએ પત્ર દ્વારા આપણને જણાવ્યાથી મનમાં ખેદ પામી પૂર્વજોની કતંકવાળી રૂઢિ મુજબ ન વર્તવાથી હાલમાં આપણા વૃદ્ધોને લાગેલું તે કલંક સર્વ લોકના હૃદયમાંથી નિકળી ગયું અને સઘળા રાજાઓની પંક્તિમાં આપણે પણ ગણાવા લાગ્યા, પણ થોડા ધનનો લોભ કરનાર તમે પૂર્વજનું ગયેલું કલંક આજે પાછું તાજું કર્યું; એટલું કહી રાજાએ પોતાની આયુધશાળામાંથી ધનુષ મંગાવી કહ્યું કે તમો ત્રણ માંથી જે અધિક બળવાન હોય તે આ ધનુષની પણછ ચઢાવો. એવું રાજાનું વચન સાંભળી તે ત્રણે ભાઈઓએ પોત પોતાનું સામર્થ્ય વાપરી જોયું, પણ કોઇથી તે ધનુષની પણછ ચઢાવાઇ નહિ; ત્યારે રાજાએ પોતે તે ધનુષ્ય ઉચકી લઇ, એક ક્ષણ માત્રમાં તેની પણછ ચઢાવી, કહ્યું आज्ञाभङ्गो नरेन्द्राणां वृत्तिच्छेदोनुजीविनाम् । पृथक्शय्या च नारीणामशस्त्रो वध उच्यते ॥१॥ અર્થઃ “રાજાની આજ્ઞાનો લોપ કરવો, સેવક લોકોની આજીવિકાનો છેદ કરવો તથા સ્ત્રીઓને જુદી શૈયામાં (પોતાનાથી દૂર) સુવાડવી એ ત્રણે (રાજા, સેવક અને સ્ત્રી)નો શસ્ત્ર વિનાનો વધ કર્યો કહેવાય.' એ પ્રકારની નીતિશાસ્ત્રનો ઉપદેશ છે; માટે શસ્ત્ર વિના મારો વધ કરનાર તમો છો તેથી હવે તમને હું શું શિક્ષા કરું ? મારે હવે જીવતાં, પણ મડદા જેવા થઈ રહેવું તેના કરતાં મરવું એ વધારે સારું છે. એમ કહી રાજાએ મૌન ગ્રહણ કર્યું અને પ્રાયોપવેશનવૃત્ત ધારણ કરી, ચિત્તા પ્રવેશ કરી પોતાની ૧૨૦ વર્ષની વૃદ્ધ ઉંમરે દેહ ત્યાગ કર્યો. એવો મતાંતર પણ મળે છે કે આ રાજાએ પોતાની ઇષ્ટ દેવી ભટારિકા યોગિનીશ્વરીનો પ્રાસાદ પોતાના રાજ્યમાં કરાવ્યો છે. એ રાજા ૩૫ વર્ષ રાજ્ય કરી મરણ પામ્યો. એના પછી એનો પુત્ર ક્ષેમરાજ સંવત ૮૯૭માં ગાદીએ બેઠો. એણે ૨૫ વર્ષ રાજય કર્યું. એના પછી એનો પુત્ર ભૂયડ સંવત ૯૨૨ માં ગાદીએ બેઠો ને ૨૯ વર્ષ રાજય કરી મરણ પામ્યો. એણે શ્રીપતનમાં ભૂયડેશ્વર નામના મહાદેવનો પ્રાસાદ બંધાવ્યો. એના પછી એનો પુત્ર વૈરિસિંહ સંવત ૯૫૧ માં ગાદીએ બેઠો તે ૨૫ વર્ષ રાજ્ય કરી મરણ પામ્યો. તે પછી એનો પુત્ર રત્નાદિત્ય સંવત ૯૭૬ માં ગાદીએ બેઠો તે ૧૫ વર્ષ રાજ્ય કરી મરણ પામ્યો. (૧) અન્નજળનો ત્યાગ કરવો તે. વનરાજ વગેરેના પ્રબન્ધો ૪૯
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy