SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ તેને હું મારું અડધું રાજ્ય આપું. આ કામ શૂદ્રકે માથે લીધું. તેની પાસે આખા સૈન્યનું કામ એકલા બજાવે એવા ગુણવાન બે કુતરા હતા; તેમને લઇ, તે દૈત્યની ખોળ માટે નીકળ્યો. દેશાંતરમાં ઘણી ચકોરાઈથી ખોળ કરી પણ હજુ સુધી તેનો કંઈ પત્તો લાગ્યો નહીં. શૂદ્રકે વિચાર્યું કે મારું વચન મિથ્યા જશે, પણ નિરાશ ન થતાં તે કોલ્હાપુરમાં આવ્યો. ત્યાં તે પ્રખ્યાત મહાલક્ષ્મી દેવીના મંદિરમાં માતાજીનું આરાધન કરવા બેઠો. થોડી મુદતમાં દેવી તેના પર પ્રસન્ન થયા. તેમણે તેને તે પર્વતની જગ્યા બતાવી, તેનું શીર છેદવાને એક અભેદ્ય ખગ્ર આપ્યું. દેવીને નમસ્કાર કરી હાથમાં ખડ્ઝ લઈ કુતરાઓને સંગાથે લઈ તે સૂચિત માર્ગે ચાલ્યો. જગ્યા થોડે છેટે રહી તેવામાં તેને માયાસુરનો ઓરમાન ભાઈ મળ્યો. તેને માયાસુર બહુ પીડા કરતો હતો તેથી તેને મારવાની યુક્તિ તેણે બરોબર બતાવી ને તેને પર્વત આગળ મુકી તે ચાલતો થયો. પછી શૂદ્રક પર્વતની કડાણમાં થઈને યજ્ઞશાળા આગળ આવ્યો. જુએ છે તો પૂર્વે બતાવ્યા પ્રમાણે સઘળી બીના જોઈ તેણે અત્યંત ક્રોધ કરી કહ્યું કે, હે ચંડાળ ! વ્યંઢળરૂપે તે રાજાની ગેરહાજરીમાં રાણીને ઉંચકી આણી. તે દુષ્ટકર્મનું ફળ આજે તું પરિપૂર્ણ ભોગવ. એમ કહી કુંડ પર ઉંધે માથે ટટળતા દૈત્યના ગળામાં દેવીએ આપેલું ખડ્ઝ વાપર્યું. આ તેનો પૂર્ણાહુતિનો દિવસ હતો માટે છેલ્લા બલિદાનમાં તેનું જ મસ્તક હોમાયું. જેથી વામમાર્ગની અધિષ્ઠાયિકા દેવી ઘણી પ્રસન્ન થઈ. વૃક્ષે બાંધેલી રાણીને છોડી, હર્ષભેર શાલિવાહનને પ્રતિષ્ઠાન નગરમાં આવી અર્પણ કરી. રાજા તેના ઉપર ઘણો પ્રસન્ન થઈ તે દેવીના પ્રસાદથી તેને અડધુ રાજ આપ્યું. શાલિવાહન રાજાએ આ વાત સાંભળી ગોદાવરી નદીને કાંઠે એક મહાલક્ષ્મી દેવીનો પ્રાસાદ બંધાવ્યો જે અદ્યાપિ પ્રસિદ્ધ છે. વળી શાલિવાહન સઘળી કળાઓમાં પણ નિપુણ હતો. જૈનાચાર્ય શ્રી પાદલિપ્તસૂરિનો શિષ્ય નાગાર્જુન યોગકળા સંબંધી વિદ્યા શીખવવાને તેનો ગુરુ થયો હતો. જેનો ઇતિહાસ અત્રે ટૂંકમાં વર્ણવીએ છીએ. | ઋક્ષર પર્વતના પ્રદેશમાં તે સમયે કોઈ રણસિહ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેને એક ભોપલા નામની પુત્રી થઈ. તે ઘણી સુરૂપા હતી. નાનપણથી જ રૂપ લાવણ્યના ગુણવાળી તે પુત્રીને જોઈ, રણસિંહને તે ઘણી જ વ્હાલી લાગતી. જ્યારે તે યુવાવસ્થા વાળી થઈ ત્યારે તેને પરણાવવા માટે પિતાએ વરની શોધ કરાવવા માંડી. પોતાની પુત્રી જેવી રૂપાળી અને ગુણવાળી છે તેના સરખો વર ખોળવાનો રાજાએ ઘણો પ્રયત્ન કર્યો પરંતુ તેવો વર હાથ લાગ્યો નહીં. એક સમયે તે યુવાન પુત્રી પોતાની દાસીઓ સંગાથે ઋક્ષ પર્વતના ઉપવનમાં ફરવા નીકળી. વર્ષા ઋતુની શોભા જોતી જોતી પર્વતના છેક ઉપલા શિખર પર આવી. તેવામાં મદારના પુષ્પનું વન તેની નજરે પડ્યું. તે શંકરની સેવામાં આસક્ત હતી માટે દાસીઓને આજ્ઞા કરી કે આજે શ્રાવણની પંચમી છે અને મારે પ્રદોષ સમયે શંકરનું પૂજન કરવું છે માટે આપણે આ મદારના સુંદર પુષ્પો વીણીએ કેમકે શંકરને તે વધારે પ્રિય છે. રાજપુત્રીની આજ્ઞાથી સઘળી સખીઓ પુષ્પ વીણવા માટે (૧) જે શૂદ્રક રાજાનો વિશેષ વૃત્તાંત બાણ પંડિતની કરેલી કાદંબરી ગ્રંથમાં દેખાય છે. (૨) શત્રુંજય પર્વત જે પાલીતાણા પાસે છે તે. ૩૦ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy