SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ઘણું સૈન્ય મરાયું, તેથી વિક્રમે વિચાર્યું કે મારી છેલ્લી અવસ્થામાં હાર થાય તે કરતાં સંધિ કરવી તે ઠીક છે. એમ વિચારી શાલિવાહનની સાથે સુલેહ કરી, તે એવા મતલબની કે, તાપીના ઉત્તર ભાગમાં વિક્રમનું રાજ્ય પ્રવર્તે અને દક્ષિણ ભાગમાં શાલિવાહનનું રાજ્ય પ્રવર્તે. તે પ્રમાણે કોલ કરાર કરી પ્રતિષ્ઠાન નગરમાં પોતાની ગાદી સ્થાપી. તાપીના દક્ષિણમાં પોતાનો સંવત્સર પ્રવર્તાવ્યો. અદ્યાપિ તે ભાગમાં શાલિવાહનનો શક ચાલે છે. શાલિવાહન દક્ષિણ મહારાષ્ટ્રના પ્રતિષ્ઠાન નગરમાં રાજ્ય ચલાવતો હતો. તેવામાં તે નગરમાં કોઇ બ્રાહ્મણનો ગર્વિષ્ઠ છોકરો શુદ્રક નામે હતો. તે એટલો બધો બળવાન હતો કે તેનાથી પોતાનું બળ સહન થઇ શકે નહીં. રોજ પાષાણના કકડાઓ હાથમાં લઇ તેને ચોળી મસળીને લોટ કરી નાખે. એક વખતે તેના અત્યંત બળની પ્રશંસા શાલિવાહને સાંભળી તેનું પરાક્રમ પ્રત્યક્ષ જોવાથી શાલિવાહને તેને નગરનો અધ્યક્ષ (કોટવાળ) નીમ્યો. એ અરસામાં કોઇ માયાસુર નામનો માયાવી દૈત્ય ઉત્પન્ન થયો. તે વામમાર્ગી હતો. તેણે વિચાર્યું કે હું તામસી દેવીનું આરાધન કરી, તેને પ્રસન્ન કરું. જેથી તે મારે વશ થવાથી જગતનાં સમસ્ત સુખ ફક્ત મને જ પ્રાપ્ત થાય. કેમ કે પ૨ને સુખ જોઇ તે સહન કરી શકે નહીં એવો તે સ્વભાવગત દોષવાળો હતો. માટે આ દુનિયામાં સમસ્ત સુખ ઇશ્વર રૂપે સ્વતંત્ર ભોગવવા એમ વિચારી પોતાનું સુખેશ્વરપણું સિદ્ધ કરવાને મિથ્યા માર્ગના ગ્રન્થોના અભિપ્રાય પ્રમાણે મંત્ર સિદ્ધિની અપેક્ષાએ પદ્મિની સ્ત્રીની શોધ કરવા નીકળ્યો. તે ફરતો ફરતો દક્ષિણ મહારાષ્ટ્રમાં રહેલા પ્રતિષ્ઠાન નગરમાં આવી પહોંચ્યો. ત્યાં સાંભળ્યું કે મારા અનુષ્ઠાન કર્મમાં ઉત્તર સાધક થાય તેવી પદ્મિની ચંદ્રલેખા નામની સ્ત્રી શાલિવાહનને છે પરન્તુ તેનું ગ્રહણ કરવું તે અશક્ય છે. મારાથી બને તેટલો પ્રયત્ન કરી તે સ્ત્રીને લેવી. શંકરની ઇચ્છા હશે તો મારું કાર્ય પરિપૂર્ણ થશે. પછી માયાસુર દૈત્ય વ્યંઢળનું સ્વરૂપ ધારણ કરી ચન્દ્રલેખાના જનાનખાનામાં નોકર રહ્યો. થોડે દિવસે તેના જાણવામાં આવ્યું કે આ સુરૂપા સ્ત્રી ગાયન સાંભળવામાં ઘણી જ આસક્તિવાળી છે. પોતાનો કંઠ ઘણો મધુર હતો માટે ગાયનના છંદમાં તેને ફસાવી વિશ્વાસુ નોકર ધારી એકાંતમાં ગાયન સાંભળવાને તે તેની પાસે નિઃશંક બેસતી. એક વખતે મધ્ય રાત્રિએ શાલિવાહનની ગેરહાજરીમાં એકલી પોતાની પાસે ગાનમાં આસક્ત બનેલી જોઇ તેને ઊંચકીને તે ચાલતો થયો ને ક્ષણવારમાં પર્વતની વિકટ જગામાં પોતાની સાધના કરવાને નિશ્ચય કરેલી ગુફામાં આવ્યો. આગળથી નક્કી કરેલા વિશાળ યજ્ઞકુંડની સન્મુખ ચન્દ્રલેખાને સંપૂર્ણ નગ્ન કરી સજ્જડ રીતે બાંધીને ઉભી રાખી. અગ્નિની જવાળાથી પ્રદિપ્તયજ્ઞ કુંડના ઉપર આવેલા શાલ્મલિવૃક્ષના ડાળે પોતાના પગના અંગુઠા ભેરવી ઊંધે માથે કુંડ પર ટટળતો ટટળતો પદ્મિનીના મધ્યસ્થળે દૃષ્ટિ રાખી સુખ સંપત્તિ મેળવવાને અપૂર્વ મંત્રનો જપ કરવા લાગ્યો. પ્રાતઃકાળમાં શાલિવાહનના દરબારમાં કોલાહલ શબ્દ થયો કે જનાનખાનામાં થોડા દિવસથી નોકર રહેલા વ્યંઢળે ચન્દ્રલેખા રાણીનું હરણ કર્યું તે ખેદયુક્ત વાત સાંભળી શાલિવાહન રાજાએ પ્રતિજ્ઞા કરી કે એ દુષ્ટકર્મ કરનારને અને મારી પ્રિયાને જે કોઇ લાવી આપે શાલિવહન રાજાનો પ્રબન્ધ ૨૯
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy