SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ મદારની લતાઓમાં પ્રવેશ કરી પુષ્પ વીણવા લાગી. રાજપુત્રી છતાં શિવજીની સેવામાં આરૂઢ થયેલી માટે એક પ્રદેશમાં પોતે પણ મદારના પુષ્પ વીણતી વીણતી જરા આઘી ચાલી. તે દિવસ નાગનો આનંદનો દિવસ હતો માટે વાસુકી નાગ પોતાના સમૂહ સાથે ઋક્ષ પર્વતમાં આવેલો હતો. તેણે મદારના ઉપવનમાં આ સુંદર કુમારિકા દીઠી. તેના રૂપથી મોહિત થયેલો વાસુકી એકલો તેની સન્મુખ આવ્યો. રાજકન્યા કોઈ દિવસ ન દીઠેલો એવો અનુપમેય પુરુષ જોઈ જરા ડરી. પણ ધીરજથી બોલી. કોઈ દિવસ નહીં દીઠેલા અને દેવના સરખી કાન્તિવાળા તમે કોણ છો ? મને નિયમિત પૂજાનું ફળ આપવાને ઉતાવળથી કૈલાસ પર્વત પરથી ઉતરી આવેલા ગૌરવર્ણ શંકર હોય એમ હું તમને ધારું છું. વાસુકી વિનયથી કહેવા લાગ્યો. પ્રિયે ! હું શંકર નહીં પણ તારો શંકર' છું. તેમની કૃપાથી જગતમાં તું પ્રસિદ્ધ થાય તેવું શીઘ્રફળ આપવાને વાસુકી નામે નાગદેવ હું તારી કને આવ્યો છું તે તું સ્વીકાર. રાજકન્યા કહેવા લાગી, તમે વાસુકી છો અને શંકરને ઉદ્દેશીને મને ફળ આપવા ઇચ્છા કરો છો તો તે હું ઘણી ખુશીથી સ્વીકારું છું પણ તે ફળથી મારો સંપૂર્ણ હેતુ પાર પાડવાને હું ઇચ્છું છું. નાગરાજ કહે, જા તથાસ્તુ એમ કહી તેણે વચન આપ્યું કે તારા ગર્ભમાં જે પુત્ર થશે તે મોટો વૈદ્યશાસ્ત્રી રસ કળાઓમાં ઘણો કુશળ થશે. તેનું નામ તું સિદ્ધનાગાર્જુન રાખજે. તેના ગર્ભના પોષણ માટે વાસુકીએ સઘળી વનસ્પતિઓ તેને ખવડાવી. પુરે માસે તેને સુંદર પુત્ર જન્મ્યો. વાસુકીના કહેવાથી તેણે તેનું નામ નાગાર્જુન પાડ્યું. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ ઘણી કળાઓ શીખ્યો. મૂળથી જ તેને વૈદ્ય વિદ્યા પર શોખ હતો અને તેના પિતા નાગદેવનું વરદાન છે માટે કળાઓ શીખવા પર એનું લક્ષ ઘણું લાગ્યું. આખા ભરતખંડમાં ભ્રમણ કરી જેટલી રસાયન વિદ્યા તે બધી શીખ્યો અને જગતમાં સિદ્ધ એવું એનું નામ પડ્યું. એટલાથી સંતોષ ન પામીને વિશેષ વિદ્યા શીખવા માટે તેણે જૈન શાસનના પ્રખ્યાત પાદલિપ્તાચાર્યને પોતાના ગુરુ કર્યા. જૈન ધર્મમાં તે પ્રખ્યાત વિદ્વાન અને સમર્થ આચાર્ય ગણાય છે. તેનો ઇતિહાસ જાણવા યોગ્ય છે. માટે થોડો કહું છું. એક કોશલા નામનું નગર હતું. તેમાં વિજયવર્મા નામનો રાજા રાજય કરતો હતો. તે નગરીમાં એક ફુલચંદ નામનો શ્રાવક વાણિયો મોટો ધનાઢ્ય હોવાથી નગર શેઠ ગણાતો હતો. તેની સ્ત્રીનું નામ પ્રતિમાસા હતું. તે પણ રૂપ શીલ વગેરે સગુણોથી શેઠને યોગ્ય હતી. દ્રવ્ય વગેરે બીજી બધી બાબતથી તે સ્ત્રી પુરુષ સુખી હતાં પરંતુ તેમને પુત્ર ન હતો. રાત દિવસ પુત્રને માટે ઘણી ચિંતા કરતાં. તે શેઠને કોઈ યોગીએ વૈરોટ્યા દેવીનું આરાધન બતાવ્યું, તે પ્રમાણે તેણે કર્યું. થોડી મુદતમાં તે દેવી પ્રત્યક્ષ થઈ શેઠને કહેવા લાગી કે તું માંગ ! તારે શી ઇચ્છા છે. તેણે કહ્યું કે મારે પુત્રની ઈચ્છા છે માટે આપો. એવું વચન સાંભળી દેવીએ કહ્યું પુત્રને માટે હું તને જે ઉપાય બતાવું તે તુ સત્ર કર. વિદ્યાધર વંશમાં કાલિકાચાર્ય નામે પ્રખ્યાત પુરુષ થયા છે તેના શિષ્ય (૧) શં સુવંશજોતીતિશં: સુખ કરનાર. (૨) તે દેવીનો ઇતિહાસ પ્રબન્ધકોષમાં આર્યનંદીલ સૂરીના પ્રબન્ધમાં જોવો. શાલિવહન રાજાનો પ્રબન્ધ ૩૧
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy