SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શરીર પર મંદ મંદ પડે છે તથાપિ ઓચીંતો નાગરાજના શરીરમાં એવો કામાગ્નિ ઉત્પન્ન થયો કે જેને જીરવવાને પોતાનું મન દ્રહ છોડીને તરત કૂચ કરી ગયું. વિધવા ગમનનો દોષ જાણ્યા છતાં તેના રૂપમાં મોહિત થયેલો નાગરાજ સામાન્ય પુરુષની પેઠે તેની પ્રત્યે વિનયથી પ્રાર્થના કરવા લાગ્યો. હતભાગ્ય વાળો હું આજ તારા પ્રસાદને પાત્ર થવા ઇચ્છા કરું છું. મને આશા છે કે તું મારું કદી નહીં થયેલું આતિથ્ય અંગીકાર કરીશ. એમ કહી અંગ સ્પર્શથી પોતાના કામાગ્નિની વેદના ઘટાડવાના હેતુથી તેણી તરફ ધસ્યો. નિર્વિકાર વિધવાએ તેનું અઘટિત સાહસ જોઇ, માનુષી છતાં તેની દુષ્ટ વાંછાનો ઘણો તિરસ્કાર કર્યો. પરન્તુ છેવટે દેવની સત્તા ધરાવનાર તે નાગરાજના અસાધારણ બળાત્કારથી નેત્ર મીચી તે અઘટિતાચરણ સહન કરતી રહી. નાગરાજે પોતાનું અમોઘ ઐશ્વર્યા છે એમ વિચારી તે અબળા પ્રત્યે કહ્યું તું ફીકર કરીશ મા. જ્યારે જયારે તને દુઃખ ઉત્પન્ન થાય ત્યારે મને સંભારીશ તો હું તને એ અસહ્ય દુઃખમાંથી દૂર કરીશ. તેવી પ્રતિજ્ઞા કહી નાગરાજ ગયો. જળ ભરીને શોકયુક્ત વિધવા કુંભારના ઘર પ્રત્યે પોતાના ઉતારામાં આવી. અમોઘ ઐશ્વર્યનું તેજ આરોપણ થવાથી વૈધવ્ય ધર્મનો નાશ થયો. તેને ગર્ભ ઉત્પન્ન થયો. ગર્ભનું સ્વરૂપ તેના બન્ને ભાઇઓના જાણવામાં આવ્યું. તેનો તિરસ્કાર કરી ક્લેશયુક્ત બન્ને જણ તેને કુંભારના ઘરમાં મૂકી ચાલ્યા ગયા. પ્રારબ્ધ ઉપર ભરોસો રાખી સગર્ભા વિધવા કુંભારના ઘરમાં સેવા કરવા લાગી. કેટલાંક દિવસે તેને પુત્રનો પ્રસવ થયો. દેવરૂપ નાગરાજના પ્રભાવથી તે બાળક મહા તેજસ્વી અને પ્રતાપી ઉત્પન્ન થયો. કુંભારને ઘેર ઉછર્યો માટે લોકો તેને કુંભારનો પુત્ર છે, એમ કહેવા લાગ્યા. તે કુંભારને ઘેર રહી, તેના રોજગારમાં ઘણો નિપુણ થયો. માટીના ઘોડા, હાથી, મનુષ્ય વગેરે જાત-જાતનાં રમકડાં કરવા લાગ્યો તેથી તેનું નામ શાતવાહન એવું પડ્યું. એક વખતે એમ બન્યું કે ઉજ્જયિનીમાં સાહસકર્મો કરતા વિક્રમ રાજા વૃદ્ધાવસ્થામાં વિચાર કરવા લાગ્યો કે કોઈ મારા પછી એવો પુરુષ ઉત્પન્ન થશે કે મારું રાજય હરણ કરે, આવી ચિંતામાં પડ્યો. એક દિવસ હોંશીયાર, જયોતિર્વિદ બ્રાહ્મણોને બોલાવી તેમને સત્કારપૂર્વક વિક્રમે પૂછ્યું. મહારાજો, મારી પાછળ આ શકવર્તી રાજ્યને ખુંચવી લે એવો કોઈ પુરુષ પૃથ્વીમાં છે શું ? વિદ્વાનો પરસ્પર વિચાર કરવા લાગ્યા. એક વૃદ્ધ અને જ્યોતિર્વિદ્યામાં ઘણો કુશળ બ્રાહ્મણ નિર્ભયતાથી, ઉતાવળો ઘાંટો કાઢી વિક્રમ પ્રત્યે બોલ્યો, રાજાધિરાજ પ્રતિષ્ઠાન નામના નગરમાં કુંભારને ઘેર તેવો પુત્ર છે. તે ઉજ્જયિનીની ગાદીનો ભોક્તા થાય તેવો સંભવ છે. બધા વિદ્વાનોએ આ વાતને ટેકો આપ્યો. વિક્રમને ઘણી ચિંતા થઈ. એકદમ સૈન્ય તૈયાર કરી પોતે દક્ષિણ મહારાષ્ટ્રના પ્રતિષ્ઠાન નગરમાં ગયો. તેણે કુંભારનું ઘર રોકી લીધું અને બળાત્કારથી તેને મારવાનો ઉદ્યોગ કર્યો. પોતાના પુત્રનું મૃત્યુ થશે એવા ભયથી તે વિધવાએ નાગરાજનું વચન સંભારી તેનું સ્મરણ કર્યું. તે નાગે તત્કાળ પ્રગટ થઈ એક અમૃતનો કુંભ અને એક મોટી શક્તિ તે કુમારને આપી. તેની મદદથી તે કુમારે માટી વડે બનાવેલું સૈન્ય અમૃત છાંટી સજીવન કર્યું અને શક્તિની સહાયતાથી તે સૈન્ય લઈ વિક્રમની પાછળ પડ્યો. તેનું ઘણું સૈન્ય યુદ્ધમાં માર્યું ગયું. વિક્રમને હટાવીને તાપીના ઉત્તર કિનારા સુધી ભગાડ્યો. પોતાનું ૨૮ પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy