SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ચારે પાસથી નાગરવેલના પાનના તમામ બીડાં ચાવી જઇ પુષ્કળ રાજી થઇ પાથરેલા સુંદર ઝુલતા પલંગ પર બેસી વિક્રમાર્ક પ્રત્યે બોલ્યો. રે મનુષ્ય ! હું અગ્નિવેતાળ નામે ઇન્દ્રનો પ્રસિદ્ધ દ્વારપાળ છું. હું દરરોજ એક એક રાજાનું ભક્ષણ કરું છું, પણ તારી આ અનન્ય ભક્તિથી પ્રસન્ન થઇ, અભયદાન પૂર્વક તને આ સઘળું રાજ્ય આપું છું. તે એવી શરતથી કે, હ૨૨ોજ આટલું ભક્ષ ભોજ્યાદિ મને અર્પણ કરવું. એમ અન્યોન્ય કોલકરાર કર્યો. એમ કરતાં કરતાં કેટલોક કાળ જવા પછી એક દિવસ વિક્રમે અગ્નિવેતાળને પુછ્યું કે, મારું આયુષ્ય કેટલું છે. અગ્નિવેતાળે કહ્યું કે, તે હું નથી જાણતો. પરન્તુ, મારા સ્વામીને પુછ્યા પછી તને કહીશ, એટલું કહી તે ગયો. બીજા દિવસની રાત્રિએ આવ્યો ત્યારે કહ્યું કે ઇંદ્રે તારું આયુષ્ય સંપૂર્ણ સો વર્ષનું છે, એમ મને કહ્યું છે. વિક્રમાર્કે અગ્નિવેતાળની સાથે ઘણી મિત્રાચારી દેખાડી અને કહ્યું જે મારું સો વર્ષનું આયુષ્ય ઈંદ્રે કહ્યું, તે ઠીક છે, પણ સોની સંખ્યામાં બે મીડાં આવે છે, તે અશુભ છે માટે તે સંખ્યામાંથી એક ઓછું યા વધારે તું કરાવે તો ઠીક, એમ આગ્રહપૂર્વક કહ્યું. તેણે વિક્રમાર્કની તે વાત અંગીકાર કરી, પછી અગ્નિવેતાળ ગયો. જ્યારે ફરી આવ્યો, ત્યારે વિક્રમને કહેવા લાગ્યો કે, ઇન્દ્રથી પણ નવ્વાણું અથવા એકસો ને એક, એ બેમાંથી એકે પ્રકારનો ફેરફાર થઇ શકે નહીં, અગ્નિવેતાળના મુખથી એવો નિશ્ચય સાંભળી, હંમેશની પેઠે તેને યોગ્ય એવા પાકનો નિષેધ કરી, વિક્રમ સંગ્રામને માટે સાવધાન થઇ રાત્રિએ ઉભો રહ્યો. તેટલામાં રોજની પેઠે અગ્નિવેતાળ આવીને જુએ છે તો તેણે હમેશની જેમ મુકેલું ભોજ્યાદિક ન દીઠું, તેથી વિક્રમના ઉ૫૨ ઘણો તિરસ્કાર કરી બડબડવા લાગ્યો. પછી બન્નેનું ઘણી વાર અન્યોન્ય યુદ્ધ ચાલ્યું. પોતાના પુણ્યની સાધિકતાથી વિક્રમે તેને પૃથ્વીતળમાં પાડીને હૃદય ઉપર પગ મુકી કહ્યું કે, હવે તારા ઇષ્ટદેવને સંભાર. તારો કાળ આવી પહોંચ્યો. આવું વિક્રમનું વચન સાંભળી, તે બોલ્યો. આશ્ચર્ય પમાડે તેવા તારા આ સાહસકર્મથી હું અત્યંત રાજી થયો છું. તું મને જે જે કામ બતાવીશ તે તે ક૨વાને આજથી હું વચનબદ્ધ છું. આમ અગ્નિવેતાળ વિક્રમને આધીન થયો. અગ્નિવેતાળ દેવના પ્રતાપથી વિક્રમનું સઘળું રાજ્ય નિષ્કંટક થયું. એ જ પ્રકારે વેતાળના પરાક્રમથી આક્રમણ કર્યું છે દિમંડળ જેણે એવા વિક્રમે પોતાનાથી વિરુદ્ધ એવાં છઠ્ઠું રાજમંડળોને પોતાની વશમાં આણ્યાં. તે સમયે કોઇ પંડિતની કરેલી સ્તુતિ નીચે પ્રમાણે છે. સાહસર કર્મરૂપી જેને ચિહ્ન છે એવા હે વિક્રમાર્ક ! તારા પ્રતિસ્પર્ધી રાજાઓની સાથે યુદ્ધ કરતાં, તે શત્રુઓનાં સ્ફાટિકમણિની ભીંતોવાળાં મંદિરો ઉજ્જડ થઇ જવાથી ખંડેર થયેલાં સ્ફટિકનાં કોટડાંવાળી જગ્યાને આ વનની જગ્યા છે, એમ ધારી વનમાં રહેનાર હાથીઓ ત્યાં આવી, દૂરથી સ્ફટિકની ભીંતોમાં પોતાનાં પ્રતિબિંબ જોવાથી, કોઇ આ અમારા શત્રુ હાથી છે, એમ ચમકી ઉઠી પોતાના દંતશૂળ સ્ફટિકની ભીંતોમાં કોપથી પછાડે છે. તે ભીંતોની સાથે અફળાવાથી દંતશૂળ ભાંગીને ખરી પડે છે, ત્યારે દાંત વિનાનાં પ્રતિબિંબ ભીંતોમાં જણાય છે, એટલે વનના હાથીઓ (૧) રે સંબોધન મુકવાનું કારણ પોતાનાથી હલકાને તિરસ્કાર પૂર્વક આમંત્રણ કરતાં સંસ્કૃતમાં હે ને બદલે રે (૨) સાહસાંક એવું વિક્રમ રાજાનું બીજું નામ છે, એવું બીજા ગ્રન્થોથી જણાય છે. મુકાય છે. વિક્રમાદિત્યનો પ્રબન્ધ ૫
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy