SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ જાણે છે કે, ના, ના, આ તો હાથીઓ ન હોય પણ કરિણીઓ છે, એમ ધારી તેઓ ધીરે ધીરે સ્ફટિકની ભીંતોને પોતાની સૂંઢ વડે ચાટે છે. - ઉજ્જયિની નગરીમાં વિક્રમાદિત્ય રાજાની પ્રિયંગુમંજરી નામની પુત્રી, જેને વિદ્યાભ્યાસ કરાવવા વરરૂચિ નામના પંડિતને સોંપી હતી તે તીવ્ર બુદ્ધિ વડે વરરૂચિ પંડિતની પાસે કેટલીક મુદતમાં સઘળાં શાસ્ત્ર ભણી; અને તેને યુવાવસ્થા પ્રાપ્ત થવાથી જલદી પરણવાની આશાએ તે દરરોજ પોતાના પિતા વિક્રમની સેવા કરતી હતી. એક દિવસ તે વસંતઋતુના સમયમાં મધ્યાહ્નકાળે પોતાના છજાની બારીએ સુખાસન પર બેઠેલી હતી. તેવામાં રસ્તામાં ચાલવાથી મધ્યાહ્ન સમયે ઉગ્ર તાપથી જેનું કપાળ તપી ગયું છે એવા પોતાના ગુરુને વિશ્રામને માટે મહેલના છજાની છાયા નીચે આવી ઉભા રહેલા જોઈ, હાસ્ય કરતી કરતી પાકેલાં આમ્ર ફળને પોતાના હાથમાં લઈને દેખાડતી દેખાડતી, ફળને વિશે તૃષ્ણા યુક્ત બ્રાહ્મણને જાણવાથી, તમને ટાઢાં ફળ પ્રિય છે કે ઉષ્ણ એ પ્રકારે બોલી. તેના વાક્ચાતુર્યરૂપી તત્ત્વને ન સમજવાથી તે ઉનાં ફળ મને ઇસિત છે, એમ બોલ્યો. આવું વચન સાંભળી રાજકન્યાએ, છજા ઉપરથી નીચે ઉત્તરીય વસ્ત્રના છેડા પહોળા કરીને ફળ ઝીલી લેવાની આશાએ ઉભેલા બ્રાહ્મણની પ્રત્યે તે ઉનાં ફળ તિર્થક (વાંકાં) ફેંક્યા. જે ભોંય પડી જવાથી ધુળમાં રગદોળાયાં; તેને હાથમાં લઈ મોઢાની કુંકો વડે ધૂળ ઉડાડતો જોઈ રાજકન્યા ઉપહાસ કરતી બોલી. આ ફળો ઘણાં ઉનાં છે? તેને ફુકો વડે ટાઢાં કરો છો શું? કન્યાનું એવું મશ્કરી યુક્ત વચન સાંભળી, બ્રાહ્મણ ક્રોધ કરી બોલ્યો. રે ! પંડિતપણાના અભિમાનવાળી ! ગુરુને વિશે કુતર્કોમાં કુશળ એવી તને પતિ તરીકે ગોવાળિયો મળો. આ પ્રકારનો ગુરુનો શાપ સાંભળી તે બોલી. ત્રણ વેદને જાણવાવાળો તું છે, તારાથી પણ જે વિદ્યામાં વધારે કુશળ હશે, તે પરમ ગુરુ સંગાથે જ હું લગ્ન કરીશ. એવી તેણીએ પણ પ્રતિજ્ઞા કરી. એટલામાં તે કન્યાનો પિતા વિક્રમ પણ તેને પરણવાને યોગ્ય એવો વર ખોળવાની ચિંતામાં ઉઘુક્ત થયો. કહ્યું છે કે – कुलं च शीलं च सनाथता च विद्या च वित्तं च वपर्यशश्च । एतान् गुणान् सप्त निरीक्ष्य देया ततः परं भाग्यवशा हि कन्या ॥१॥ मूर्खनिर्द्धनदूरस्थशूरमोक्षाभिलाषिणाम् । त्रिगुणाधिकवर्षाणां तेषां कन्या न दीयते ॥२॥ અર્થ : કુલ, શીલ, જેને માથે કોઈ નીયન્તા હોય એવો વિદ્યાવાળો, ધનવાળો, નિરોગી અને જુવાન અવસ્થાવાળો, આબરુદાર, એટલા સાત ગુણ જેનામાં હોય તેને કન્યા આપવી. ત્યાર પછી જો કન્યા દુઃખી થાય તો તેનું નસીબ સમજવું. મૂર્ખ, નિર્ધન, દૂરદેશમાં રહેનાર, શૂરવીર, મોક્ષની ઇચ્છાવાળો, કન્યાની ઉંમરથી ત્રણ ગણી કે તેથી અધિક વયવાળો, એટલા દોષયુક્ત વરોને પ્રબંધ ચિત્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy