SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ધારે ખોદાયેલી માટીમાંથી સવાલક્ષ રૂપિયાની કિંમતનું એક રત્ન નીકળ્યું. ભટમાગે તે રત્ન ઉપાડી લીધું અને વિક્રમાર્કની સાથે પાછો વળ્યો. માર્ગમાં વિક્રમ રાજાના હૃદયને ભેદનારી, શોક રૂપી ખીલાઓ જેવી ખોટી શંકા તેને ટાળવા માટે, કુંભારનું બતાવેલું ખની સંબંધી સઘળું વૃત્તાંત તેને સમજાવી પોતાની માતાની કુશળતા છે એમ તત્કાળ જણાવ્યું. ભટમાત્રનું આવું વચન સાંભળી, વિક્રમાર્કે વિચાર્યું કે જેમ સઘળા લોકોમાં સ્વભાવગત લોભ રૂપી દોષ રહેલો છે. તેવો લોભ બ્રાહ્મણમાં સ્વાભાવિક છે. તે દોષ મારે વિષે આરોપણ થાઓ નહિ. એમ વિચારીને ક્રોધને વિવશ થઈ ભટમાત્રના હાથમાંથી તે રત્ન છીનવી લઈ ખીણની સમીપ આવી બોલ્યો કે धिग् रोहणं गिरिं दीनदारिद्र्यव्रणरोहणम् । दत्ते हा दैवमित्युक्ते रत्नान्यर्थिजनाय यः ॥ અર્થ : કંગાલપણું અને દરિદ્રતા રૂપી છિદ્રનું રહેઠાણ એવા આ રોહણાચળ પર્વતને ધિક્કાર છે. કારણ કે - યાચક લોકો હા દેવ !!! એ પ્રમાણે ખેદકારક ઉચ્ચાર કરી કપાળ કુટે છે ત્યારે તેને રત્ન આપે છે. એમ કહી, સઘળા લોકોના દેખતાં તે રત્ન તે જ ખાણમાં ફેંકી દીધું. પછી બીજા દેશોમાં ફરતા ફરતા, માળવાની સમીપ આવી પહોંચ્યાં. નગરમાં પેસતાં જ વિક્રમાર્કે રાજ્યનો સુંદર ઢંઢેરો સાંભળ્યો. ઉજ્જયિનીમાં ત્યારે જે કોઈ ક્ષત્રિય રાજગાદી પર બેસે તે તેજ રાતે મૃત્યુ પામી જતો તેથી કોઈ વ્યક્તિ રાજા બનવા તૈયાર ન હતી. અંતે રાજગાદી પર બેસવાનું આમંત્રણ આપતો ઢંઢેરો મંત્રીઓએ સર્વત્ર પીટાવ્યો. આ ઢંઢેરાને ઝીલી લઈને વિક્રમ રાજમંદિર આગળ આવ્યો. તે જ વખતે મુહુર્ત જોયા વગર પ્રધાનોએ મળી, વિક્રમનો રાજ્યાભિષેક કરી ગાદી પર બેસાડ્યો. વિક્રમાકે પોતાની મેળે દીર્ધદષ્ટિથી વિચાર્યું કે આ દેશના રાજાને ધ્વંસ કરનાર અત્યંત બળવાન કોઈ દૈત્ય અગર દેવ ઘણો ક્રોધાયમાન છે, જે રોજ રોજ એકેક રાજાનો સંહાર કરે છે ને રાજાનો અભાવ રહે તો દેશ ભંગ કરે છે, એટલા માટે શુશ્રુષા રૂપી ભક્તિથી અથવા બળ રૂપી શક્તિ વડે તેને સ્વાધીન કરવો એજ યોગ્ય છે; એમ હૃદય સાથે વિચારી, અનેક પ્રકારના ભક્ષ, ભોજય નિર્માણ કરાવી, સંધ્યાકાળે અગાશીમાં સઘળા ઠીકઠાક કરી, આરતી સમય વીત્યા પછી કેટલાક પોતાના શરીરને રક્ષણ કરે એવા ચાકરોએ વીંટાયેલા, ભારવટીયા સાથે લટકાવેલી સાંકળોએ ઝુલતી પોતાની સુવાની શયામાં, પોતાના કિંમતી રેશમી વસ્ત્રથી વીંટાળેલું ઓશીકું સુવાડી પોતે દિવાની છાયા પાછળ, આશ્રય કરી, હાથમાં શસ્ત્ર લઇ, પોતાની ધીરજ વડે જાણે ત્રણ લોકને જીતી લે એવો બની, ચારે દિશાઓમાં સમાન દષ્ટિ રાખી સાવધાન થઈ ઊભો રહે છે, એટલામાં બરોબર મધ્યરાત્રિ સમયે ઓચિંતો પાસેના જાળીયામાં ધુમાડો દીઠો. તેમાંથી અકસ્માત્ જવાળા થયેલી નજરે પડી. એટલામાં જ સાક્ષાત્ (પ્રેતપતિ) યમરાજાના જેવા વિકરાળ વેતાળને દીઠો. તે વેતાળની કુખ ભુખથી સંકોચાઈ ગયેલી છે, માટે આગળથી ગોઠવાયેલાં તે ભક્ષ્ય ભોજ્યને સારી પેઠે તૃપ્તિ થાય, એમ ખાઇને, પાસે પડેલાં વિવિધ પ્રકારનાં અત્તર પ્રમુખ સુગંધી દ્રવ્યોને, સારી પેઠે શરીરે ચોળી, પ્રબન્ધ ચિત્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy