SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમાદિત્યનો પ્રબન્ધ અવન્તિ દેશમાં સુપ્રતિષ્ઠાન નામના નગરમાં અનુપમેય, સાહસિકપણાનો ભંડાર અને દિવ્ય લક્ષણોથી ઓળખાતો, પરાક્રમ ઇત્યાદિ ગુણો વડે સંપૂર્ણ, વિક્રમ નામનો રાજપુત્ર હતો. તે રાજપુત્ર જન્મથી જ દારિત્ર્ય વડે પીડાયેલો હતો, પણ નીતિમાં ઘણો તત્પર હતો. સેંકડો ઉપાયથી પણ દ્રવ્યને નહી પામેલો એ રાજપુત્ર એક દિવસ ભટમાત્ર નામના પોતાના મિત્રની સંગાથે રોહણાચળ પર્વત ઉપર ગયો. ત્યાં રોહણાચળ પર્વતની તળેટીમાં પ્રવર નામના નગરમાં રહેનાર કુંભારના ઘરમાં નિવાસ કરીને પ્રાતઃકાળમાં તે કુંભારની પાસે તે ભટમાત્ર નામના મિત્રે એક કોદાળો માગ્યો; ત્યારે કુંભારે કહ્યું કે, આ પર્વતની ખીણમાંથી રત્ન કાઢવાની રીત તમે જાણો છો? તે આ પ્રમાણે છે. પ્રાતઃકાળમાં ઉઠી, પુણ્યવાન પુરુષોનું નામસ્મરણ કરીને કપાળમાં હાથનો સ્પર્શ કરવો ને હા દેવ! એમ નિસાસો મુકીને પછી ખનીત્ર વડે ખાણમાં ઘા મારવો એટલે બિનનસીબદારને પણ રત્ન મળે છે. આવો વૃત્તાંત ભટમાત્ર કુંભારથી સાંભળીને મનમાં વિચાર્યું કે વિક્રમ પાસે એવું દીનપણું કરાવવાને હું સમર્થ નથી. માટે કઈક યુક્તિથી પોતાનો સ્વાર્થ સાધવો. પછી કુંભારે આપેલા ઉપકરણો લઇને વિક્રમાદિત્યને તેડી, રત્નની ખીણ તરફ ગયો. હાથમાં કોદાળો લઈ વિક્રમાદિત્ય જ્યારે ખોદવાને ઉદ્યોગવાળો થયો ત્યારે ભટમાત્ર યુક્તિથી બોલ્યો. ભાઈ ! આપણા અવન્તિ દેશમાંથી કોઈ પુરુષ અત્રે આવ્યો, તેને મેં આપણા ઘરની ખબર પુછી તો તેણે કહ્યું કે તમારા માતા મરી ગયા. તપાવેલી વજની સોયના સરખુ તે પરદેશીનું વચન સાંભળી હાથ વડે કપાળ કુટી, હા દૈવ ! એમ પશ્ચાત્તાપ કરી હાથમાંથી ખનીત્ર ખીણમાં ફેંકી દીધું. ફેંકવાથી કોદાળાની (૧) માળવા દેશ એમ બીજા ગ્રન્થોમાં પ્રસિદ્ધ છે પણ અહીં તેને ઉજ્જયિની નામ આપેલું છે. (૨) આ નામનું નગર દક્ષિણ દેશમાં છે. (૩) ભતૃહરિનો તે ભાઈ હતો. (૪) જાવાના ટાપુમાં જે પર્વતો છે તે. (૫) ખોદવાનું હથિયાર. વિક્રમાદિત્યનો પ્રબન્ધ
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy