SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ મેં તને રોગ મટાડવા બોલાવ્યો નથી પણ મને તો ઘણી ભુખ વધી છે તેનો ઉપાય કરવા બોલાવ્યો છે માટે તું બાવીસ હજાર (રૂપિઆ) દંડ આપ એમ કહી તેને બાંધી લીધો. પછી તેણે (વૈદરાજે) દંડ લાવી આપી નિયમ લીધો કે મારે રાજાનું ઘર મૂકી બીજે વૈદુ કરવા જવું. વળી નાડી જોવી મૂકી દઇને રોગીઓના મૂત્રની પરીક્ષા કરીને ઓસડ આપવા માંડ્યું ત્યારે કોઈ માયાવી પુરુષે તેની પરીક્ષા જોવાને બળદિયાનું મૂત્ર લાવી કહ્યું કે – “આ મારા ભાઈના રોગની પરીક્ષા કરી ઉપાય બતાવો.” ત્યારે વૈદે કહ્યું કે આ માણસનું મૂત્ર નથી પણ બળદનું છે. વળી માથુ હલાવીને કહ્યું કે એ બળદ ઘણું ખાવાથી ફૂલી ગયો છે, તેથી તમે તત્કાળ જઇને એક નાળ તેલની ભરીને જો પાશો તો જીવશે નહીં તો મરી જશે. આ સાચી વાત સાંભળી તેને ઘણું આશ્ચર્ય લાગ્યું. એક દિવસ રાજાએ પોતાની ડોક દુઃખતી હતી તેનો ઉપાય પૂછ્યો ત્યારે તેણે કહ્યું કે બે પળ કસ્તૂરીનો લેપ કરો તેથી એ પીડા મટી જશે. તેમ કરવાથી (રાજાની) પીડા મટી ગઈ. ત્યાર પછી રાજાની પાલખી ઉચકનાર એક જણે એ જ રોગનો ઉપાય પૂછ્યો. ત્યારે તેણે કહ્યું કે ઘણા વર્ષના કેરડાના મૂળનો રસ તેની માટી સહિત ચોપડવાથી તે મટી જશે. આ સાંભળી રાજાએ પૂછ્યું કે આમ કેમ !! મને જુદું દેખાડ્યું ને એને જુદું દેખાડ્યું. ત્યારે વૈદે કહ્યું કે દેશ કાલ બળ શરીરની પ્રકૃતિ એ સર્વ ઉપર વિચાર કરીને ઔષધ કરવામાં આવે છે, માટે સૌને ઘટિત ઉપાય દેખાડાય છે. એક દિવસ ધુર્ત લોકોએ એકઠા મળી એવો વિચાર કર્યો કે આજે આપણે એને વારંવાર પૂછી ઘણો જ ટોકવો. પછી સ્ત્રી પુરુષનો વેશ લઈ બન્ને જણે વૈદને પૂછ્યું કે આજે તમારું શરીર કેમ નરમ જણાય છે. એમ બીજાએ મુંજાલ સ્વામીના મંદિરના પગથિયામાં પૂછ્યું. ત્રીજાએ રાજદ્વારમાં પૂછ્યું. ચોથાએ દરવાજામાં પૂછ્યું. એમ વારંવાર ખબર પૂછવાથી તેના મનમાં રોગની શંકા ઉત્પન્ન થઈ. તેથી ટાઢિયો તાવ આવવા લાગ્યો. તેરમે દિવસે તે વૈદ મરણ પામ્યો. આ પ્રમાણે લીલા વૈદનો પ્રબંધ કહ્યો. હવે સાંતુ નામના મંત્રીના ઉપાયથી ફરવા નીકળેલા અન્યાય કરતા મદનપાળને કર્ણના પુત્ર માર્યો. બીજી પ્રતમાં એવો પાઠ છે કે સાંતુ મંત્રીએ કપટથી મદનપાળને પોતાને ઘેર બોલાવી સેવકો પાસે મારી નંખાવ્યો. મારવાડનો રહેવાસી શ્રીમાળ જ્ઞાતિનો કોઈ એક ઉદો નામનો વાણિયો એક વખત ચોમાસામાં ઘણું ઘી ખરીદવા મધ્ય રાત્રિએ જતો હતો. તેણે માર્ગમાં ખેતરના ક્યારાનું પાણી વાળનાર માણસોને પૂછ્યું કે તમે કોણ છો ? ત્યારે તેમણે કહ્યું કે અમે અમુક માણસના ઉધડીયા સેવકો છીએ. ત્યારે વળી વાણિયાએ પૂછ્યું કે મને કોઇ ચાકરીમાં રાખે એમ છે? ત્યારે પેલા લોકોએ જવાબ આપ્યો કે કર્ણાવતીમાં તમારો લેવાલ થશે. આ સાંભળી કુટુંબ સહિત તે વાણિયો કર્ણાવતીમાં ગયો. ત્યાં જઇને વાયડગચ્છના જૈન મંદિરમાં વિધિ સહિત દેવને નમસ્કાર કરી બેઠો. એટલામાં શ્રાવક ધર્મ પાળતી કોઈ લાછી નામની છીપણે તેને સાધર્મિક જાણી નમસ્કાર કરી પૂછ્યું કે તમે કોને ઘેર અભ્યાગત થયા છો ? ત્યારે તે બોલ્યો કે હું પરદેશી છું. એટલે જે બોલાવે તેનો અભ્યાગત છું. તમે બોલાવો તો તમારો, બીજો કોઈ બોલાવે તો તેનો. પછી લાછી છી પણ તેને પોતાને ઘેર તેડી ૧૨૪ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy