SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ગઈ ને કોઈ વાણિયાને ઘેર રંધાવી જમાડી પોતાના એક ખાલી ઘરમાં ઉતારો આપ્યો. એમ કરતાં કરતાં થોડાક દિવસ પછી તે વાણિયાને કેટલોક પૈસો મળ્યો તેથી તેણે પીઢરય ઘર પડાવી ઇંટોરી ઘર કરાવવાને પાયો ખોદાવ્યો. તેમાંથી તેને એક મોટો દ્રવ્ય ભંડાર મળ્યો. ઉદા વાણિયાએ પેલી છીપણને બોલાવી સઘળુ દ્રવ્ય આપવા માંડ્યું પણ તેણીએ તે લીધું નહીં. આ દ્રવ્યના પ્રતાપથી તે ઘણો પૈસાદાર થયો તથા પછીથી એ ઉદયન એ નામથી પ્રખ્યાત પ્રધાન થયો. તેણે કર્ણાવતીમાં ત્રણે કાલના તીર્થકરોથી શોભિત ઉદયન નામનો પ્રાસાદ બંધાવ્યો. ઓરમાન માના પેટના બાહડ (ચાહડ), આમ્બડ, બાહડ અને સોલાક નામના એને ચાર ભાઇઓ (પુત્રો) હતા. એક વખત સાંતુ નામે પ્રધાન હાથી ઉપર બેસી ફરવા નીકળ્યો. ત્યાંથી પાછા ફરતાં પોતાના કરાવેલા સાંતુ નામના દેવાલયમાં તે દેવ નમસ્કાર કરવા ગયો; ત્યાં એક ચૈત્યવાસી શ્વેતાંબર ગોરજીને વેશ્યાના ગળામાં હાથ નાખી બેસેલો જોયો. પછી તે પ્રધાને તે ગોરજીને મોટા ગૌતમ સ્વામી જેવો જાણી ઉત્તરાસંગ કરી ખમાસમણું દઈ (પંચ અંગથી નમસ્કાર કરવો તે) ઘણા ભાવથી નમસ્કાર કર્યો. ક્ષણ માત્ર તેની પાસે બેસી પાછો નમસ્કાર કરી હાથી ઉપર બેસી ત્યાંથી ચાલ્યો ગયો. આ જોઈ પેલો ગોરજી એટલી તો લજ્જા પામ્યો કે જાણે અત્યારે ધરતી માર્ગ આપે તો પાતાળમાં પેસી જઉં. એવી રીતની ગ્લાનિ પામી તત્કાળ સર્વસ્વ ત્યાગ કરી મલધારી શ્રી હેમચંદ્રસૂરીની પાસે જઈ અપાર વૈરાગ્ય પામી તેમનો આમ્નાય ગ્રહણ કરી પાલીતાણા જઈ બાર વર્ષ સુધી ઉગ્ર તપ કરી ધણાને પ્રતિબોધ કરી કેટલાકને પોતાના જેવા મહાવૈરાગ્યવાન કર્યા. તે મુનિ નિરંતર આ પ્રકારનો વિચાર કરતા. તે ચિત્ત ! હે ભાઈ ! તું પિશાચની જેમ કેમ દોડતું ફરે છે ? તું એક આત્માને જો, રાગનો ત્યાગ કરી સુખી થા. સંસાર રૂપી મૃગ તૃષ્ણામાં તું શું દોડે છે ? (સંસારમાં સુખ નથી તો પણ તેમાં સુખ માની ભ્રાન્તિમાં શું કરવા ભમે છે !) આ અમૃતરૂપી બ્રહ્મ સરોવરમાં કેમ પ્રવેશ કરતો નથી કે જેથી તું અતિશય શાંત અને સુખી થાય ? કેટલોક સમય ગયા પછી તે મંત્રી શત્રુંજય પર દેવ નમસ્કાર કરવા (યાત્રા કરવા) ગયો. ત્યાં તે જ ગોરજીને મહા મુનિ જેવો જોઇને તેને નમસ્કાર કરી તેને ઓળખી આશ્ચર્ય પામી ગુરુ કુલ ઇત્યાદિ પૂછ્યું. ત્યારે તે મુનિ બોલ્યા કે ખરું કહું તો તમે જ મારા ગુરુ છો. આ વચન સાંભળી કાને હાથ દઈ તે મંત્રીએ ઘણા વિનયથી કહ્યું કે આમ કેમ બોલો છો ? ત્યારે તે સાધુએ કહ્યું કે જે સાધુ અથવા ગૃહસ્થ શુભ ધર્મમાં જેને સ્થાપન કરે છે તેના માટે તે પુરુષ તેનો ધર્મગુરુ જ કહેવાય, આ પ્રમાણે કહી પ્રથમનો સર્વ વૃતાન્ત સંભારી આપી સાંતુ મંત્રીને જૈન ધર્મમાં ઘણો મક્કમ કર્યો. આ પ્રમાણે સાંતુ મંત્રીને જૈન ધર્મમાં દઢતા થવા વિષેનો પ્રબંધ પૂરો થયો. મીનલદેવીએ પોતાના પૂર્વ જન્મના સઘળો વૃત્તાંત સિદ્ધરાજને કહ્યો, પછી મીનલદેવી સોમનાથને યોગ્ય સવા કરોડ સુવર્ણ મહોરની સેવા લઇને યાત્રા કરવા ચાલી. બાહુલોઢ ગઈ ત્યાં યાત્રાળુ લોકને રાજાના સેવકોએ રોક્યા હતા, તેમાં જેમનાથી કર ના આપી શકાયો તેમને રોતા તથા પાછા વળતા જોઈ મીનલદેવી પણ પાછી વળી સિદ્ધરાજને મળી. સિદ્ધરાજે તેને પાછા વળવાનું સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ૧૨૫
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy