SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ સંગ કરવા અતિશય કામાતુર થયો. આ વાત મુંજાલ નામે મંત્રીના જાણવામાં આવી; તેથી રજસ્વળા થયા પછી ચોથે દિવસે સ્નાન કરાવેલી મીનલદેવીને ચંડાલણીનો વેશ પહેરાવી મુકરર કરેલા સંકેત સ્થાનમાં ઘણી યુક્તિથી મોકલી. આ વાત ન જાણનારા કર્ણરાજાએ તે જ આ સ્ત્રી છે એમ ધારી અપાર પ્રીતિથી તેને ભોગવી તેથી ગર્ભ રહ્યો પછી રાણીએ (મીનલદેવી) નિશાની માટે તેના હસ્તમાંથી વીંટી કાઢી લઇ પોતાની આંગળીએ રાખી. આ સઘળો બનાવ રાતે અંધારે બન્યો. પ્રાતઃકાલે કર્ણરાજાના મનમાં ચંડાલ કન્યા ભોગવી તેથી ઘણો પશ્ચાત્તાપ થયો તેથી મોટા મોટા શિવમાર્ગી શાસ્ત્રીઓને બોલાવી આ પાપનું પ્રાયશ્ચિત પૂછ્યું. તેમાં એ સ્માર્ટશાસ્ત્રીઓએ મોટાં મોટાં ધર્મશાસ્ત્રનાં પોથાં ફેરવી એક ઉત્કૃષ્ટ પ્રાયશ્ચિત્ત શોધી આપ્યું કે - હે રાજન્ ! એ સ્ત્રીના આકાર પ્રમાણે બરોબર લોઢાની પૂતળી કરાવી તેને તપાવી લાલચોળ ત્રાંબા જેવી કરી સારી પઠે તેનું આલિંગન કરો. આ દેહાન્ત પ્રાયશ્ચિત કરવા તત્પર થયેલા કર્ણરાજાને મુંજાલ મંત્રીએ સાચો વૃત્તાંત કહી દઇને બચાવ્યો અને તે દિવસથી રાજા કર્ણ અને રાણી મીનલદેવી વચ્ચે અપાર પ્રેમ જોડાયો. પછી થોડા દિવસે શુભ લગ્નમાં રાણીને પુત્ર પ્રસવ થયો. જ્યારે કુમાર ગર્ભમાં (ઉદ૨માં) હતો ત્યારે રાણીને એક વખત એવું સ્વપ્ર આવ્યું હતું કે - ‘જાણે મારા મુખમાં સિંહ પેઠો' આ શુભ સ્વપ્રાનુસારે એ પુત્રનું નામ પણ જયસિંહ રાખ્યું. તે બાળક ત્રણ વર્ષનો થયો તેવામાં એક દિવસ પોતાના બરોબરીયા મિત્રોની સાથે રમતો રમતો રાજાના સિંહાસન પર ચઢી બેઠો ત્યારે રાજાએ જોશી લોકોને બોલાવી આ વાત પૂછતાં તેઓએ જણાવ્યું કે - આ પુત્રનો રાજ્યાભિષેક કરવાનો આ જ શુભલગ્નનો સમય છે એમ નિશ્ચય કરી રાજાએ તે જ સમયે કુંવરને રાજ્યાભિષેક કરી ગાદીએ બેસાડ્યો. સંવત ૧૧૫૦ ના પોષ વદ ૩, શનિવાર, શ્રવણ નક્ષત્ર અને વૃષભ લગ્નમાં સિદ્ધરાજને ગાદીએ બેસાડી પોતે આશાપલીના રહેનાર આશા નામના છ લાખ ભીલ્લના અધિપતિને ભૈરવદેવીના સારા શુકનથી જીતી લઇને કર્ણાવતી' નામની નગરી વસાવી ત્યાં જ રાજ્ય કર્યું. જે જગ્યાએ ભૈરવદેવીના શુભ શુકન થયા હતા તે જગાએ કોચ્છરવા એ નામની દેવીનો પ્રાસાદ બંધાવ્યો. જે જગ્યાએ ભીલ્લરાજને જીત્યો હતો તે ઠેકાણે જયંતીદેવીનો પ્રાસાદ કરાવ્યો તથા કર્ણેશ્વર નામનું એક દેવાલય પણ બંધાવ્યું. કર્ણસાગર નામે સરોવર ખોદાવ્યું તથા પાટણમાં કર્ણમેરૂ નામનો મહેલ કરાવ્યો. આ પ્રકારે ૨૯ વર્ષ ૮ માસ અને ૨૧ દિવસ રાજ્ય કરી (કર્ણરાજા) દેવલોક પામ્યો. ત્યાર પછી ઉદેમતીનો ભાઇ મદનપાળ માઠી ચાલ ચાલવા મંડ્યો. તે વખતે લીલા નામનો એક રાજવૈદ્ય દેવતા પાસેથી વર પામી નગ૨માં વસનાર સર્વ લોકોને પોતાની કળાથી અચંબો પમાડતો ધીરે ધીરે દાનમાન પામી ઘણો જ વિખ્યાત થયો હતો. તેને મદનપાળે પોતાના શરીરમાં જાણી જોઇને રોગ ઉત્પન્ન કરી પોતાને ઘેર બોલાવી નાડી દેખાડી ત્યારે વૈદે કહ્યું કે અપથ્યથી તમને રોગ ઉત્પન્ન થયો છે. ત્યારે તેણે એ જવાબ દીધો કે મને તો કોઇ દિવસ અપથ્ય જણાતું જ નથી માટે (૧) આસાવરી એ નામથી આજ પ્રસિદ્ધ. સિધ્ધરાજ જયસિંહનો પ્રબન્ધ ૧૨૩
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy