SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તે દ્રવ્યથી મૂળરાજના કલ્યાણને અર્થે નવો વીરપ્રસાદ કરાવ્યો. વળી પાટણમાં ભીમદેવે ભીમેશ્વર દેવ નામનો પ્રાસાદ કરાવ્યો તથા ભીરૂઆણી એ નામની પટ્ટરાણીનો પ્રસાદ કરાવ્યો. આ પ્રમાણે ભીમરાજ પચાસ વર્ષ રાજ કરી દેવલોક પામ્યો. ઉદેમતી નામની રાણીએ પાટણમાં સહસ્ત્રલિંગ સરોવરથી પણ અતિ ઉત્તમ વાવ કરાવી. પછી સંવત ૧૧૨૮ ના ચૈત્ર વદ સાતમને સોમવારે હસ્ત નક્ષત્ર અને મીન લગ્નમાં કર્ણદિવનો રાજ્યાભિષેક કર્યો. આ સમયે કર્ણાટક દેશનો શુભકેશી નામે રાજા મૃગયા કરવા નીકળ્યો હતો. તેણે પોતાના જાતવાન ઘોડાને કોઈ એક મૃગ પાછળ છૂટો મૂક્યો તેથી તેનું લશ્કર પાછળ રહી ગયું અને તે પોતે એક અરણ્યમાં ઉનાળાના તાપે વ્યાકુલ થયેલો એક ઘટાદાર વૃક્ષ તળે જઈને બેઠો. એટલામાં દાવાનળ બળતો બળતો તે વૃક્ષ પાસે આવી પહોંચ્યો. પોતાના પર ઉપકાર કરનાર વૃક્ષને એકલો બળી જતો ન જોઈ શકવાથી તે પણ વૃક્ષ સાથે બળી મુવો. ત્યાર પછી તેના પુત્ર જયકેશીને પ્રધાન લોકોએ (કર્ણાટકની) ગાદિએ બેસાય. તેને મીનલદેવી (મયણદેવી) નામની એક પુત્રી થઈ, યાત્રાએ જતાં શિવભક્તોએ સોમેશ્વર દેવનું નામ ગ્રહણ કર્યું તેથી તેને પૂર્વ જન્મનું જ્ઞાન પ્રગટ થયું કે પૂર્વ જન્મમાં હું બ્રાહ્મણી હતી ને બારમાસોપવાસ કરી બાર બાર વસ્તુ મૂકીને વ્રતનું ઉદ્યાપન કરી સોમેશ્વરની યાત્રાએ જતી હતી. ત્યાં માર્ગમાં બાહુલોઢા નામે નગર પાસે આવી પણ પછી ત્યાં રાજાનો કર ન આપી શકવાથી તેનાથી આગળ સોમેશ્વર સુધી જવાયું નહીં તેથી અને વૈરાગ્ય ઉત્પન્ન થયો તેથી હું આવતા બીજા જન્મમાં આ રાજાની સ્ત્રી થઈ આ કર કાઢી નંખાવું. એ પ્રકારનું નિયાણું (નિયમ) કરી અનશન કરી મરણ પામી. તેથી હું રાજાને ઘેર જન્મી છું. એ પ્રકારે પૂર્વ જન્મનું જ્ઞાન થવાથી સઘળી વાત પોતાના પિતાને નિવેદન કરી કહ્યું કે – મારે ગુર્જરેશ્વરને પરણી એ કામ કરાવવું છે, આ વાત સાંભળી જયકેશી રાજાએ પ્રધાનો મોકલી પોતાની પુત્રીનો સ્વીકાર કરવાની પ્રાર્થના કરાવી. કર્ણરાજા, એ કુંવરીને કદ્રુપી સાંભળી પરણવા માટે ઘણો ઉદાસ થયો. જ્યારે જયકેશી રાજાએ ઘણા આગ્રહવાળી મીનલદેવીને પોતાની મેળે ઈચ્છેલા વરને પરણવા મોકલી ત્યારે કર્ણરાજાએ ગુપ્ત વૃત્તિએ કન્યા કÄપી છે એમ નક્કી કરી તેણીનો અનાદર કર્યો. ત્યારે મીનલદેવી પોતાની આઠ સખીઓ સાથે ચિત્તામાં પડી બળી મરી પ્રાણ હત્યા આપવાને તત્પર થઇ. આ વાત કર્ણરાજાની માતા ઉદેમતીએ જાણી અને મારાથી એ ત્રાસદાયક દુઃખ જોવાશે નહીં એમ ધારી પોતે પણ મરવાનો નિશ્ચય કર્યો. મોટા પુરુષો પારકાને આવી પડેલી આપદાથી ખેદ યુક્ત બને છે એમ ઉદેમતીને પારકા દુઃખથી દુઃખિત થયેલી જોઈ માત ભક્તિ વિષે પ્રેમવાળો કર્ણરાજા મીનલદેવીને પરણ્યો તો ખરો પણ ફરી તેને દૃષ્ટિએ પણ જોતો કે મળતો ન હતો આમ કેટલોક સમય ગયા પછી કોઈ એક અતિ રૂપવાન પણ જાતની ચંડાલણી સ્ત્રીનું ગાનતાન જોઈ રાજા મોહ પામ્યો અને તેણીનો (૧) બારમાસોપવાસ - એક દિવસ ઉપવાસ કરી બીજે દિવસે ખાય ને તીજે દિવસે વળી ઉપવાસ કરે એમ બાર મહિના સુધી કરવાનું એક વ્રત. (૨) ગણિકાનું એમ પણ કેટલીક દંતકથામાં કહેવાય છે. ૧૨૨ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy