SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ભોજન કરો. આ વાત રાજાએ કબુલ કરી. તે જ વખતે કાલીદાસે કાલિકા દેવીનું સ્મરણ કર્યું. દેવી આવીને કલમ ઉપર બેઠી. એટલે જેવું લીલાવતીનું સ્વરૂપ હતું તેવું આબેહુબ ચિત્રામણ બનાવી રાજાને દેખાડે છે એટલામાં કલમમાંથી એક બિંદુ લીલાવતીની છબીની સાથળ ઉપર પડ્યું. રાજા અદ્ભુત ચિત્ર જોઇ ઘણો પ્રસન્ન થયો, પણ વિચાર કરતાં એમ જણાયું કે લીલાવતીની સાથળે કાળુ ચાઠું છે તેની આ કાલીદાસને ક્યાંથી ખબર પડે ! આ જોતાં એમ નિશ્ચય થાય છે કે ગુપ્તપણે લીલાવતીનો એને સંયોગ છે. આ પ્રકારે મનમાં ધારી નગ૨માં જઇ એકદમ હુકમ આપી કાલીદાસનો પરિત્યાગ કર્યો. કાલીદાસ પણ દેશાંતર જવા તત્કાળ નીકળ્યા. પરંતુ વિચાર કર્યો કે એકદમ દેશાંતર જતું રહેવું તે ઠીક નહી, એમ ધારી પોતાની પાસે ફુલ ગુંથવાની ઉત્તમ કળા હતી માટે વેશાંતર કરી એ જ રાજાની ફુલહાર ગૂંથનારી માલણને ઘેર, તેની પુત્રી થઇ રહ્યો. પછી એક દિવસ રાજા મૃગયા કરવા ગયો હતો ત્યાં કોઇ નાઠેલા મૃગની પછવાડે પડવાથી પોતાના સેવકો ઘણા દૂર થઇ ગયા અને રાત્રિ પડી ગઇ. તે વખત અંધારામાં એકલા ભટકતાં ભટકતાં એક મોટા વૃક્ષ નીચે આવી તેણે વિચાર કર્યો કે સઘળી રાત્રિ અત્રે નિર્ગમન કરવી. એટલામાં તે વૃક્ષ ઉપર પ્રથમથી રહેલા વાનરને દૈવ યોગે વાચા ઉત્પન્ન થઇ. તે બોલ્યો કે, તું કોણ છે. રાજા બોલ્યો કે તું કોણ છે. વાનર બોલ્યો કે આ વનનો રહેવાસી વાનર છું. રાજાએ વિચાર કર્યો કે માણસની પેઠે વાનર બોલે છે ! એ તો ઘણું આશ્ચર્ય છે. માટે આપણે આ વખતે નમ્રતા કરવી એ જ ઉત્તમ છે. એમ ધારી બોલ્યો હે ભાઈ હું તો તારે શરણે આવ્યો છું. એમ કહી પોતાનો વૃતાન્ત કહી બતાવ્યો. ત્યારે વાનરે મનમાં વિચાર કર્યો કષ્ટમાં આવી પડેલો દેશનો ધણી છે. માટે એની રક્ષા કરવી જ જોઇએ. તે બોલ્યો આ વનનો અધિપતિ એક મોટો સિંહ છે. તે દરરોજ રાત્રિએ અત્રે આવે છે ને નિદ્રાવશ થયેલા એક જીવને મારે છે માટે તમો પણ આ ઝાડ ઉપ૨ આવો ને, આપણે બે વારાફરતી જાગીશું. આ પ્રકારે વાનરના કહેવાથી રાજા વૃક્ષ ઉપર ચડી સુખે બેઠો. વાનર બોલ્યો કે અડધી રાત તમો જાગો ને એડધી રાત હું જાગું. તેમાં તમો આખા દિવસના ઘણા થાકેલા છો માટે પ્રથમ તમો સૂઇ રહો ને મધ્યરાત્રિ પછી જાગજો. આ વાત કબુલ કરી, રાજા સુખેથી સૂતો. રાજાની તલવાર લઇ સાવધાનપણે વાનર ચોકી કરે છે એવામાં રાત્રિ દોઢ પહોર થઇ છે, તે વખતે વનના રહેવાસી સિંહે આવી વાનરને પૂછ્યું કે, આ તારે ઘેર કોણ આવ્યું છે ? વાનર બોલ્યો કે આ તો મારે શરણ આવેલો માણસ છે. સિંહ બોલ્યો કે, એને ઝાડ ઉપરથી ધક્કો મારી નીચે પાડી નાખ એટલે હું ભક્ષણ કરું. નહિ તો તારું ભક્ષણ કરીશ. વાનર બોલ્યો કે મારું ભક્ષણ કરવું હોય તો સુખેથી કર, પરંતુ હું કદાપિ વિશ્વાસઘાત કરનાર નથી. પછી સિંહે ઘણું ઘણું સમજાવ્યો પણ છેવટ વિશ્વાસઘાત ન કરતાં રાજાને જાગવાની રાહ જોઇને સિંહ પાછો વનમાં ફરવા ગયો. પછી મધ્ય રાત્રિ થઇ ગઇ ત્યારે રાજાને જગાડી પોતાની ચોકીમાં બેસાડી સિંહની સઘળી વાત કહી સંભળાવી. વાનર સુઇ ગયો ને રાજા ચોકી કરે છે એવામાં પેલો સિંહ પાછો ફરતો ફરતો તે જ વૃક્ષ તળે આવી ચોકી કરતા રાજાને કહ્યું કે આ વાનરને ધક્કો મારી નીચે પાડો કે તેનું હું ભક્ષણ કરું. નહીં તો * પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર ૧૦૮ xx
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy