SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ એક દિવસે ભોજરાજાએ કોઇ જગ્યાથી સાંભળેલા શ્ર્લોકનાં બે પદ કહ્યાં. એટલે પહેલું પદ ને ચોથું તેને સભામાં સમસ્યા રૂપે પુછ્યાં. સમસ્યા કાલીદાસે પુરી કરી. એટલે બીજુ પદ ને ત્રીજુ નવું કરી શ્લોક સંપૂર્ણ કરી કહી દેખાડ્યો : अणोरणीयान्महतो महीया मध्यो नितम्बश्च तव प्रियायाः । तदङ्गसङ्गारुणितं मदङ्गे यज्ञोपवितं परमं पवित्रम् ॥१॥ અર્થ : તમારી સ્ત્રીનો મધ્ય ભાગ (કટી ભાગ) ઝીણામાં ઝીણો છે એટલે ઘણો પાતળો છે ને નિતંબ ભાગ મોટામાં મોટો છે એટલે ઘણો સ્થૂલ છે. તેના અંગ સંગથી લાલ રંગાયેલું પરમ પવિત્ર જનોઇ મારા અંગ ઉપર છે. ॥૧॥ આ સાંભળી રાજા ઘણો પ્રસન્ન થયો પરંતુ રાજાના અંતરમાં કાલીદાસ વિષે કંઇક વહેમ આવ્યો કે મારી લીલાદેવી નામે સ્ત્રીમાં આસક્ત તો નહીં થયો હોય ? એમ રાજા મનમાં વિચારે છે તેવામાં કેટલાક કાલીદાસ ઉપર ઇર્ષ્યા કરનારા પંડિતોએ એ વહેમને પુષ્ટ કર્યો તો પણ કાલીદાસને અને મારી લીલાદેવીને પરસ્પર ગુપ્તપણે સ્નેહ છે કે નહીં. આ વાતની મારી મેળે યુક્તિથી પરીક્ષા કરવી એવો નિશ્ચય કર્યો. પછી એક દિવસ રાજા કપટથી માંદા જેવો થયો. ઔષધની ચરી પાળવા છોડાં વાળી મગની દાળ તથા ભાત વિગેરે જમે છે ને લીલાદેવી પીરસે છે, કાલીદાસ વિગેરે કેટલીક પોતાની ૫૨મસ્નેહી મંડલી બેઠી છે, એવો યોગ બનાવી કાલીદાસ સામું જોઇ ભોજ રાજા અડધો શ્લોક બોલ્યો. मुद्गदाली गदव्याली कवीन्द्र ! वितुषा कथम् ॥ અર્થ : હે કવીંદ્ર રોગના નાશ કરનારી મગની દાળ, છોડા વિનાની કેમ થઇ છે ! કાલીદાસ બોલ્યા. भक्तवल्लभसंयोगो जाता विगतकञ्चुकी ॥१॥ અર્થ : ભક્ત એટલે ભાત રૂપી પોતાના પ્રિયતમ સ્વામીનો સંયોગ થવાથી મગની દાળે છોડાં રૂપી કાંચલીનો ત્યાગ કર્યો. એટલે જેમ કોઇ સ્ત્રી, પોતાનો ભક્ત એટલે પ્રીતિપૂર્વક સંગ કરનાર સ્વામીનો સંયોગ થવાથી વસ્ત્ર વેગળા કરે, તેમ મગની દાળે પણ કર્યા છે. આ ભાવાર્થ સમજી પીરસવા આવેલી લીલાદેવીને હસવું આવ્યું. તે જોઇ રાજાના મનમાં નક્કી થયું કે જરૂર આ સ્ત્રી કાલીદાસ સાથે લપટાઇ છે, એમ ધારી એ સ્ત્રીને તથા કાલીદાસને શિક્ષા કરવી એવો વિચાર કર્યો પણ તે ઘણો વિદ્વાન હોવાથી પશ્ચાત્તાપ થાય એવું સાહસ ન કરવું, એમ ધારી તેની ખરી ખાત્રી ફરીથી કરવી જોઇએ એમ વિચારી, એક દિવસ કાલીદાસને સંગાથે લઇ મૃગયા કરવા ગયો. ત્યાં મૃગયાના ઉમંગમાં ભોજનની વેળા વીતી જવાથી ઘણી ગ્લાનિ પામી કાલીદાસને કહ્યું કે હમેશા મારે લીલાવતીનું મુખ જોયા વિના ભોજન ન કરવું એવો નિયમ છે. આજે તો લીલાવતીનું મુખ જોયા વિના પ્રાતઃકાળથી જ આવ્યા છીએ અને અત્રે ઘણી વેળા થઇ. હવે ભૂખ લાગી છે માટે કેમ કરવું. ત્યારે કાલીદાસ બોલ્યા કે હું લીલાવતીનું ચિત્રામણ કરી આપું છું તેનું દર્શન કરી NA ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ * ૧૦૭
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy