SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂર તમારું ભક્ષણ કરીશ. રાજા બોલ્યો કે મારો વિશ્વાસ કરી સૂતેલાને મારાથી કેમ મારી નંખાવાય? માટે મારું ભક્ષણ કરવું હોય તો સુખેથી કર પણ હું વિશ્વાસઘાત નહીં કરું. ત્યારે સિંહ ખડ ખડ હસીને બોલ્યો કે હું તો તને અત્યાર સુધી ડાહ્યો માણસ જાણતો હતો પરંતુ તું તો તદ્દન મૂખ જણાય છે. કેમકે તું માણસ જાત છે અને આ વાનર જાત છે. માટે વિજાતિમાં વિશ્વાસ, સ્નેહ તથા મિત્રતા, કાંઇપણ કરવું યોગ્ય નથી. આ વાનર ઘણો જબરો છે તે તને જીવતો ઘેર જવા દેવાનો જ નથી. એમ જાણ કે એ જાગશે એટલે તને ફાડી ખાશે. માટે વેળાસર ચેતી લે તો સારું તું જીવીશ તો તેથી સર્વે સારાં વાના થશે. ઈત્યાદિ સિંહની યુક્તિથી રાજાનું મન ભમ્યું. છેવટે રાજાએ ઝાડ ઉપરથી ધક્કો મારી વાનરને પાડી નાંખ્યો. સિંહે તેનું ભક્ષણ કરી લીધું. તે વખતે વાનર મરતાં મરતાં આટલા અક્ષર બોલ્યો : (વિસમર): રાજા આ અક્ષરોનો વિચાર કરતો કરતો પ્રાતઃકાળે પોતાના નગરમાં આવ્યો પણ મનમાં ચેન પડતું નથી. ઝટપટ પોતાનો નિત્ય વિધિ કરી તમામ પંડિતોની મોટી સભા મેળવી વાનરના કહેલા ચાર અક્ષરનો અર્થ પૂછ્યો. સર્વે પંડિતો એકબીજાના મોઢા જોતાં ગભરાટમાં પડ્યા પણ કોઈ એ વાતનું સમાધાન આપી શક્યાં નહિ. છેવટે સર્વે પંડિતોને રવાના કર્યા. તેઓ પણ જીવ બચાવતાં ભાગ્યાં. રાજા પણ ઘણો ઉદાસ થઈ વારંવાર કાઢી મૂકેલા કાલીદાસ પંડિતને સંભારે છે ને કહે છે કે જો કાલીદાસ હોય તો જરૂર આ અક્ષરોનો અર્થ કરે. પણ ક્યાંથી લાવીએ ? કોઈ દેશ દેશાંતરમાં પણ એનો પત્તો લાગતો નથી. આ પ્રકારની રાજદ્વારમાં થતી વાતો પેલી માળણ સાંભળી લાવી પોતાના ઘરમાં રહેલી પેલી કાલીદાસ રૂપી પુત્રીને કહે છે. એટલામાં પંડિતોની સ્ત્રીઓનો તથા તેનાં છોકરાનો થતો ઘણો કકળાટ સાંભળી કાલીદાસને દયા ઉત્પન્ન થઈ. પછી તેણે પેલી માલણને કહ્યું કે જા તું રાજાને કહે. મારા ઘરમાં નવી રાખેલી ભણેલી ગણેલી ઘણી ડાહી પુત્રી છે. તે તમારા અક્ષરોનો અર્થ કરી આપશે પણ તે મોટી પતિવ્રતા છે તેથી તમને મુખ નહીં દેખાડે. પડદામાં રહી જવાબ આપશે. આટલી વાત રાજાને કાને નાખો. આ પ્રકારનું વચન સાંભળી માલણ ક્રોધ કરી બોલી કે બસ બેસ રાંડ ચાવલી” તારા જેવા ભણેલા શું પંડિતો નહીં હોય? તે તું અર્થ કરીશ. ઇત્યાદિ બોલી પરંતુ છેવટે તેના આગ્રહથી માલણે રાજા આગળ વાત કરી રાજાએ ઘણી ખુશીથી એ વાત સ્વીકારી. પડદામાં પેલી માલણની છોકરીને બેસાડી બારણે પોતાના મિત્રો સહિત રાજા સાંભળવા બેઠો. લોકમાં પ્રસિદ્ધ થયેલા પેલા ચાર અક્ષરો ફરીથી રાજાએ કહી સંભળાવ્યા ત્યારે પડદામાંથી પેલી પુત્રી શ્લોક બોલી : विश्वासघाती वन्यस्य सेतुबन्धादिसेवनैः । महादानैर्न शुध्येत राजा विप्रावमानकृत् ॥१॥ અર્થ : વનના રહેનારને (વાનરને) વિશ્વાસ દઇ મારી નંખાવનાર રાજા સેતુબંધાદિ તીર્થ યાત્રાઓ કરવાથી તથા મહા મોટાં દાન આપવાથી શુદ્ધ થતો નથી કેમકે બ્રાહ્મણનો અપમાન કરનારો પણ છે. ||૧|| (૧) વિ, સ, મ, ૨ એ દરેક પદનો સમસ્યાક્ષર છે. ભોજ તથા ભીમરાજાનો પ્રબન્ધ ૧૦૯
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy