SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ એક મારી જીવ જેવી અતિશય વ્હાલી ચંચળ વસ્તુ (મન રૂપી) આ દેખાતા મોટા વનમાં (તારા શરીર રૂપી મોટા અરણ્યમાં) ખોવાઇ ગઇ છે. તેની તપાસ કરતાં એટલી શોધ મલી છે કે આ ખીલેલા બાગમાં (તારા મુખ રૂપી બાગમાં) એ વસ્તુ (મનરૂપી વસ્તુ) ઘણો લોભ પામી ઘણીવાર અથડાઇ પ્રથમ તો તેણે કમલમાં (તારા મુખમાં) પ્રવેશ કર્યો. ત્યાર પછી કાલા કમલમાં (તારા નેત્રરૂપી કાલા કમલમાં) પ્રવેશ કર્યો. ત્યાર પછી મોગરાની કળીઓમાં (તારા દાંત રૂપી મોગરાની કલીઓમાં) પ્રવેશ કર્યો. પછી (તારી નાસિકા રૂપી) ચંપાની કલીમાં પ્રવેશ કર્યો. પછી જપા પુષ્પ (જાસુડીનું ફુલ) માં (તારા લાલ હોઠમાં) પ્રવેશ કર્યો. પછી જાઇના ફુલમાં (તારી હાસ્ય કાન્તિમાં) પ્રવેશ કર્યો. આ પ્રકારે બગીચામાં ફરી ત્યાંથી તે નાઠુ અને વનમાં રહેલા ક્રીડા પર્વતનાં ઉંચાં બે સોનાના શિખર (તારા સ્તન રૂપી શિખર) હતાં તે ઉપર ઘણી ચડ ઉતર કરી તેથી થાકી ગયું પછી હળવે હળવે નીચે ઉતરતાં નીચે ઊંચે વિષમ મારગમાં (તારી ત્રિવલી ભાગમાં) તેણે (મનરૂપી વસ્તુએ) ઘણી ઠેસો ખાધી. પછી ત્યાંથી નીચે ઉતરી જુવે છે તો એક સુંદર ઊંડો કુંડ (તારુ નાભિમંડલ) દેખી તેમાં નાહવા પેઠું, ત્યાં બુડી ગયું પણ બલાત્કારે નીકળી આગળ ચાલ્યું. ત્યાં આવેલાં કદલી સ્તંભોના વચમાં થઇ ચાલતાં જ તેના મૂળમાં (તારી સાથલના મૂલ ભાગમાં) ચકર ભમર ખાઇ એવું પડ્યું કે અદ્યાપિ નીકલી શકતું જ નથી ? ॥૪॥ આ પ્રકારના શૃંગારરસ ગર્ભિત ખૂબ ઉત્તેજક વચન સાંભળી રાજકન્યા તો પોતાના શરીરની પણ શુધ બુધ વિસરી કાલીદાસમાં જ લયલીન થઇ ગઇ. આ પ્રકારે ચાલતાં કામ પ્રસંગમાં પ્રથમ પરણેલી અને પતિના પ્રેમથી ગર્વ પામેલી સ્ત્રીએ વિચાર કર્યો કે આ મારો પતિ, સ્ત્રીઓના વિષયમાં ખૂબ આસક્ત થઇ છેક હદપાર ગયો છે ? એમ ધારી ક્રોધ કરી ઓચિંતી સપાટાબંધ આવી કાલીદાસની છાતીમાં ઘણા જોરથી એવી લાત મારી કે તે પૃથ્વી ઉપર ઢળી પડ્યા. તે વખતે પડ્યા પડ્યા સ્ત્રીના સામુ જોઇ એક શ્લોક બોલ્યા : दासे कृतागसि भवत्युचितः प्रभूणां पादप्रहार इति सुन्दरि ! नास्मि दूये । ઘોર-પુનાહિત-ટા” र्यत्खिद्यते तव पदं मनसि व्यथा मे ॥१॥ અર્થ : હે સુંદરી દાસ અપરાધ કરે ત્યારે ઘરધણી લાત મારી કાઢી મૂકે એ વાત ઘટિત છે. એટલે ગૃહેશ્વરી (ઘરધણી) તું છે કેમકે તારી સેવા કરવામાં અમારે સાવધાન રહેવું પડે. એમ છતાં સેવામાં ચુક પડી માટે તમોએ લાત મારી એ વાતનું મારા મનમાં લગાર પણ દુ:ખ નથી પરંતુ તારા ચરણ કમલના સ્પર્શથી પ્રફુલ્લિત થયેલા ને ઘણા બર્ઝટ એવા મારી છાતીના વાળ રૂપ કાંટાની અણી તારા અતિશય કોમલ ચરણમાં વાગી હશે તે પીડા સંભારી મારા મનમાં ઘણો ખેદ થાય છે. ।।૧।। એમ કહી તેને પ્રસન્ન કરી. **** ૧૦૬ પ્રબન્ધ ચિન્તામણિ ભાષાંતર
SR No.023249
Book TitlePrabandh Chintamani
Original Sutra AuthorMerutungasuri
AuthorHitvardhanvijay
PublisherKusum Amrut Trust
Publication Year2014
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy