SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 48 * || ભક્તામર તુર્થ્ય નમઃ || અપૂર્વ નિર્જરા થાય છે. શાસ્ત્રકારોએ જિનભક્તિના ચાર પ્રકારો માનેલા છે : વંદન, પૂજન, સત્કાર અને સન્માન. આ ચારે ક્રિયાઓ સુંદર ફળને આપનારી છે અને તે દરેકનું વિશિષ્ટ મહત્ત્વ છે. આમ છતાં તે ઉત્તરોત્તર વિશેષ ફળદાયી છે, એ ભૂલવાનું નથી. આનો અર્થ એ સમજવાનો છે કે વંદન કરતાં પૂજનનું ફળ વિશેષ છે, પૂજન કરતાં સત્કારનું ફળ વિશેષ છે અને સત્કાર કરતાં સન્માનનું ફળ વિશેષ છે. તાત્પર્ય કે આ ચારે ક્રિયાઓમાં ભાવપૂજા કે ગુણકીર્તન ચડિયાતું છે. પ્રભુનાં દર્શન-વંદન કરતાં પૂજા મહાન છે અને પૂજાથી અક્ષત મૂકવા નૈવેદ્ય ફળ, રૂપાનાણું મૂકી સત્કાર કરવો તેનું ફળ વિશેષ છે અને સાધનરૂપ જિનમૂર્તિ દ્વારા જિનેશ્વરદેવને યાદ કરીને તેમના અદ્ભુત ગુણોનું કીર્તન કરવું અર્થાત્ સ્તોત્રપાઠ કરવો એ મહાન છે. પૂજા કરતાં કોટિ સમાન સ્તોત્રપાઠનું ફળ શાસ્ત્રકારોએ કહ્યું છે. સ્તોત્રના અંતે સ્તોત્રપાઠનું ફળ બતાવ્યું છે. જેમકે આ સ્તોત્રમાલિકા કંઠે ક૨વાથી મોક્ષરૂપી લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એમ શ્રી માનતુંગસૂરિ ભક્તામર સ્તોત્ર'ના અંતે કહે છે : સ્તોત્ર સર્જ તવ જિનેન્દ્ર ! ગુણૈનિબદ્ધામૂ ભક્તા મયા રુચિવર્ણવિચિત્રપુષ્પામ્ । ધત્તે જનો ય બૃહ કર્ણાગતામજä, તું માનતુ ગમવશા સમુપૈતિ લક્ષ્મી: II૪૪) અર્થાત્ હૈ જિનેશ્વરદેવ, મારા વડે ભક્તિથી પૂર્વોક્તિ જ્ઞાનાદિ ગુણો વડે ગૂંથાયેલી તથા મનોહર અક્ષરોરૂપી વિચિત્ર પુષ્પોવાળી તમારી આ સ્તોત્રરૂપી માલાને આ સંસારમાં જે મનુષ્ય નિરંતર કંઠમાં ધારણ કરે છે, તે માન વડે ઉન્નતિ પામે છે તથા લક્ષ્મી વિવશ થઈને તેની સમીપે જાય છે. ઘણાં બધાં સ્તોત્રોમાં પાઠ-પઠનનું ફળ જણાવેલું હોય છે. તેવી જ રીતે શ્રી માનતુંગસૂરિએ સ્તોત્રના અંતિમ શ્લોકમાં આ સ્તોત્રનો નિરંતર પાઠ કરવાથી મોક્ષરૂપી આત્મશ્રેયરૂપી ફળ પ્રાપ્ત થવાનું વર્ણન કર્યું છે. તેવી જ રીતે શ્રી જિનવલ્લભસૂરિ પણ પોતાના ‘પાર્શ્વ જિનસ્તોત્ર'નું ફળ બતાવતાં કહે છે કે, બુદ્ધે વિમુગ્ધમતિના જિનવલ્લભેન, યે સ્પષ્ટમષ્ટ કમદઃ સમુદઃ પઠન્તિ । ભુયોડનુમય ભવસભ્વસમ્પદં તે. મુòગનાસ્તનતટે સતતં લુઢન્તિ III અર્થાત્ આ સ્તોત્રનો આનંદપૂર્વક પાઠ કરનાર સંસારસમૃદ્ધિનો અનુભવ કરી મુક્તિરૂપી અંગનાના સ્તન તટે સતત આળોટે છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy