________________
જૈન સ્તોત્રસાહિત્યની વિભાવના છે 49. કુમારપાળ મહારાજાએ પોતાની રચેલી સ્તુતિમાં પણ શ્રી જિનેશ્વરદેવનો સ્તોત્રપાઠ કરનારને ખૂબ જ ધન્ય તથા પુણ્યવાન જણાવેલા છે.
જે ભવ્યજીવો આપને ભાવે નમે, સ્તોત્ર-સ્તવે, ને પુણ્યની માળા લઈને પ્રેમથી કંઠે ઠવે. તે ધન્ય છે કૃત પુણ્ય છે, ચિંતામણિ તેના કરે,
વાવ્યો છે પ્રભો ! નિજકૃત્યથી સુરવૃક્ષને એને ગૃહે." કુમારપાલ મહારાજા આ રીતે સ્તુતિ કરવા દ્વારા ત્રણે કાળમાં પરમાત્માને નમસ્કાર કરનાર, સ્તોત્રથી સન્માન કરનાર અને પૂજા કરનાર પુણ્યાત્માઓની ભાવપૂર્ણ અનુમોદના કરે છે. શ્રી જિનેશ્વરદેવ તો વિશ્વવત્સલ અને અતિ મહાના અનેક ગુણોનો ભંડાર છે, અને તેમની ભક્તિભાવપૂર્વક સ્તવના કરનાર પણ મહાન છે. સુકોમળ હૃદયથી ભક્તિપૂર્વકના ભાવોલ્લાસથી સ્તુતિ કરવાથી અનેક ભાવોના પાપકર્મોથી મલિન બનેલો આત્મા સલૂકાઈથી કર્મોની નિર્જરા કરી શકે છે. અર્થાત્ તેના આત્મા પર લાગેલાં કર્મનાં પડળોનો ક્ષય સરળતાથી થઈ જાય છે. આવા ભાવોને અનુસરતી સ્તુતિ કુમારપાળ મહારાજાએ આ પ્રમાણે કરી છે :
પ્રાણી તણાં પાપો ઘણાં ભેગાં કરેલાં જે ભવે, ક્ષીણ થાય છે ક્ષણવારમાં જે આપને ભાવે સ્તવે; અતિ ગાઢ અંધારાતણું પણ સૂર્ય પાસે શું ગજું ?
એમ જાણીને પણ આનંદથી હું આપને નિત્યે ભજું. શ્રી સિદ્ધસેન દિવાકરે કલ્યાણ મંદિર સ્તોત્રમાં પ્રભુ સ્તવનાથી કેવા ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે તે અંતિમ શ્લોકમાં વર્ણવ્યું છે.
જનનયનકુમુદચન્દ્ર-પ્રભાસ્વરાઃ સ્વર્ગસમ્પદો ભુક્તવા | તે વિગલિતમલનિચયા, અચિરાત્મોક્ષ પ્રપદ્યને !'
(કલ્યાણ મંદિર - ૪૪) અર્થાત્ “હે મનુષ્યનેત્રરૂપી કુમુદિનીના ચંદ્રરૂપી સ્વામિનું ! પોતાનું મન નિર્મળ થવાથી દેદીપ્યમાન સ્વર્ગની સંપત્તિઓને ભોગવીને શીઘ મોક્ષને પામે છે.'
જેવી રીતે સૂર્યના પ્રગટ થવાથી ક્ષણવારમાં ગાઢ અંધકારનો નાશ થઈ જાય છે તેવી જ રીતે આત્મા પર લાગેલા કર્મનાં આવરણો શ્રી જિનેશ્વરદેવની ભક્તિ કે સ્તવના-સ્તોત્ર પાઠ-પઠનજાપ કરવાથી ક્ષણવારમાં નાશ પામી જાય છે. ઘણા આત્માઓ સ્તોત્ર-સ્તવન દ્વારા તરી ગયા હોવાનાં દૃષ્ટાંતો મળે છે.
પ્રાચીન કાળથી આજ સુધીમાં અનેક સ્તોત્રોની રચના આચાર્યો, શાસ્ત્રકારો, વિદ્વાનો, ભક્તિ કવિઓએ કરી છે પરંતુ શ્રી જિનેશ્વરદેવના મહિમાને વર્ણવી શક્યા નથી. અર્થાત્ પ્રભુના ગુણોનું,