SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભાવક કથાઓ ( 435 એક વખત પ્રતિષ્ઠાનપુર નગરમાં જ પ્રચંડ અગ્નિ ઉત્પન્ન થયો ત્યારે શેઠે ૩૬મા શ્લોકનું અભિમંત્રિત જળ છાંટ્યું અને અગ્નિ શાંત થયો. રાજા આ વાત સાંભળી ખુશ થયો. તેણે લક્ષ્મીધર શેઠનું બહુમાન કર્યું અને જૈન ધર્મનો સ્વીકાર કર્યો. શેઠે આ પ્રમાણે જેન શાસનની પ્રભાવના કરી. પ્રભાવક કથા-૨૪ (શ્લોક ૩૭) નર્મદા નદીના કાંઠા પર આવેલા નર્મદપુર નામના નગરમાં મહેભ્ય નામના શેઠ જે જૈનધર્મી હતો તેને દઢવ્રતા નામની પુત્રી હતી, જે હંમેશાં એકાગ્રચિત્તે ભક્તામર સ્તોત્રનું સ્મરણ કરતી હતી, તેનાં લગ્ન કર્મણ નામના શ્રેષ્ઠી સાથે થયાં હતાં જે અન્ય ધર્મી હતો. સાસરે જઈને પણ દઢવ્રતા જૈન ધર્મ પાળતી હતી. આથી કર્મણનાં કુટુંબીઓ તેના પર દ્વેષ કરતાં હતાં. તેને કષ્ટ આપવા લાગ્યા છતાં દઢવ્રતાએ જન ધર્મ ન છોડતાં કર્મણ બીજી સ્ત્રીને પરણ્યો, જે તેના જ ધર્મની હતી. નવી સ્ત્રીએ દઢવ્રતા વિરુદ્ધ કર્મણના કાન ભંભેર્યા અને દઢવ્રતાને મારી નાખવા માટે કાવત્રુ કર્યું. ભયંકર ઝેરી સર્પ ઘડામાં પૂરીને લાવ્યો. દૃઢવ્રતાને કહ્યું કે ઘડામાં ફૂલની માળા છે તે લઈ આવ. દઢવ્રતાએ ભક્તામરના ૩૭મા શ્લોકનું સ્મરણ કરી ઘડામાંથી ફૂલની માળા કાઢી. આથી કર્મણ અને તેની નવી સ્ત્રી બંનેને આશ્ચર્યનો પાર ન રહ્યો. દઢવ્રતાએ પોતે ફૂલની માળા પહેરી પાછી કર્મણને પહેરાવવા જાય છે, ત્યાં ચકેશ્વરી દેવી પ્રગટ થાય છે, અને તેને તેમ કરતી રોકે છે. કારણ કે સ્તોત્રના પ્રભાવથી સાપમાંથી માળા થઈ છે. તે દઢવ્રતાને કંઈ ન કરે પણ કર્મણને આ ભયંકર સાપ દંશ આપે જેનાથી કર્મણ મૃત્યુ પામે અને દઢવ્રતાને વૈધવ્યનું દુઃખ આવે અને તે દુઃખ ન આવે માટે ચક્રેશ્વરી દેવીએ તેનો હાથ પકડી લીધો. આ વાત જાણી કર્મણ અને તેની નવી સ્ત્રીએ દઢવ્રતાની ક્ષમાપના માંગી અને જૈન ધર્મ અંગીકાર કર્યો. આમ દઢવ્રતાએ જૈન ધર્મનો મહિમા વધાર્યો. પ્રભાવક કથા-૨૫ (શ્લોક ૩૮-૩૯) મથુરા નામની નગરીમાં રણકેતુ નામનો મહાપરાક્રમી અને બલવાન રાજા રાજ્ય કરતો હતો. તેને ગુણવર્મા નામનો જન ધર્માનુરાગી ભક્તામર સ્તોત્રના ધ્યાનમાં આસક્ત, દાનેશ્વરી અને પ્રભુ પ્રત્યે અતિશય શ્રદ્ધાવાળો નાનો ભાઈ હતો. રાજાએ પોતાની પટ્ટરાણીની ચઢામણીથી અને રાજ્ય લોભના કારણે નાના ભાઈ ગુણવર્માને રાજ્ય બહાર ચાલ્યા જવાનો હુકમ આપ્યો. ગુણવર્મા જંગલમાં જઈને ગુફામાં રહીને ફળાદિનો આહાર કરી જીવન ગુજારવા લાગ્યો. ગુફામાં રહીને તે પંચ પરમેષ્ઠી મહામંત્રનો તથા ભક્તામરના ૩૮-૩૯મા શ્લોકનો હંમેશાં જાપ કરતો હતો. એક દિવસ શ્રી ચક્રેશ્વરી દેવી પ્રગટ થયાને રાજ્ય આપવાનું વરદાન આપ્યું. એક વખત રણકેતુ શત્રુ પર વિજય મેળવવા જતો હતો. રસ્તામાં જતાં જંગલ આવ્યું. અંધારું થઈ ગયું અને તેણે ત્યાં જ પડાવ નાખ્યો. ગુફા જોતાં જ તેને લાગ્યું કે શત્રુ ગુફામાં ભરાઈ બેઠો છે. આથી તેણે ગુફાને ઘેરો ઘાલ્યો. અને તોપો છોડવા માંડી. ગુણવર્માએ આ અવાજ સાંભળતાં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy