SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ 436 4 || ભક્તામર તુલ્ય નમઃ || જ બહાર આવ્યો અને ઘેરી વળેલા ભાઈના સૈન્યને જોતાં કેસરી સિંહની માફક એકલો સૈન્યમાં ઘૂમી વળ્યો. અને તેણે રણકેતુના સૈન્યને ચક્રેશ્વરી દેવીના વરદાનના પ્રભાવથી અસ્ત-વ્યસ્ત કરી નાખ્યું અને વિજય થયો. આ રીતે તેણે રાજ્ય પ્રાપ્ત કર્યું. રણકેતુએ તેને રાજા તરીકે પ્રસ્થાપિત કર્યો અને પોતે વૈરાગ્ય ધારણ કર્યો. ગુણવર્મા રાજા તરીકે જૈન ધર્મની શાસનપ્રભાવના વધારવા લાગ્યો. પ્રભાવક કથા-૨૬ (શ્લોક ૪૦) તામ્રલિપિ નામની નગરીના ધનાવહ શેઠ શ્રી જિનેશ્વરસૂરિની ધર્મોપદેશના સાંભળીને જેને ધર્મનો સ્વીકાર કર્યો હતો. તેઓએ કોઈ પણ નિરપરાધી જીવને હણવો નહિ કે હણાવવો નહિ તેવા અહિંસા વ્રતને ધારણ કર્યું હતું અને હૃદયમાં કરુણા સ્થાપી હતી. હંમેશાં શ્રદ્ધાપૂર્વક ભક્તામર સ્તોત્રનું ચિંતન કરતા હતા. વ્યાપાર અર્થે વધુ ધન મેળવવા માટે તેઓ સિંહલદ્વીપ બંદરે ગયા. ઘણું ધન ઉપાર્જન કર્યા પછી પોતાના વતન પાછા ફરતા હતા. ત્યાં રસ્તામાં અચાનક વહાણ અટકી ગયા વિકટાક્ષી દેવીના ઉપસર્ગથી વહાણો અટકી ગયાં હતાં. આ હિંસક દેવીએ પશુનું બલિદાન માગ્યું પણ ધનાવહ શેઠ જે અહિંસક હતાં તેમણે આ વાત સ્વીકારી નહિ. તેમણે શ્રી ભક્તામર સ્તોત્રનો પાઠ શરૂ કર્યો અને માત્ર એ સ્તોત્રના 80મા શ્લોકના પાઠથી જ વિકટાક્ષી દેવીના બધા ઉપદ્રવ નિષ્ફળ ગયા. દેવી પણ ધનાવહ શેઠના વ્રતપાલનથી ખુશ થઈ અને શેઠને વચન માંગવા કહ્યું. શેઠે દેવીને જીવહિંસાનો ત્યાગ કરવા કહ્યું અને દેવીએ શેઠને વચન પ્યું અને હંમેશા માટે જીવ હિંસા છોડી દીધી. ધનાવહનાં વહાણો ચાલવા લાગ્યાં. પોતાના વતનમાં કુશળતાથી આવી પહોંચ્યો. ત્યાં તેણે શ્રી ઋષભદેવ ભગવાનનું સુંદર ગગનચુંબી જિનાલય, શ્રી ચક્રેશ્વરી દેવીની મૂર્તિ સહિત બંધાવ્યું. પ્રભાવક કથા-૨૭ (શ્લોક ૪૧) ઉજ્જયિનીપતિ રાજશેખર પરાક્રમી અને પ્રજાપ્રિય રાજા હતો. તેને વિમળા નામની પટ્ટરાણી હતી. રાજહંસ નામના એક તેજસ્વી પુત્રને જન્મ આપ્યા બાદ તે થોડા જ સમયમાં મૃત્યુ પામી હતી. એટલે કમલા નામની બીજી રાણી પટ્ટરાણીનું સ્થાન ભોગવવા લાગી. આ કમલા પટ્ટરાણીને પણ એક પુત્ર હતો પરંતુ તે રાજહંસ જેવો બુદ્ધિશાળી, તેજસ્વી કે ચાલક ન હતો. વળી રાજાના તેના પર ચાર હાથ હતા. એટલે તેણે વિચાર્યું કે “મારા પુત્રને ગાદી મળે એ અસંભવિત છે અને તેને ગાદી ન મળે તો તેની અને મારી દુર્દશા થાય એ નિશ્ચિત છે. માટે મારે કોઈ પણ હિસાબે રાજસને દૂર કરવો જોઈએ પણ જો તેને એકાએક મારી નાખીશ તો લોકોમાં મારી નિંદા થશે અને કદાચ મુશ્કેલીમાં પણ ઊતરવું પડશે. એના કરતાં એવો ઉપાય કરું કે જેથી તે રિબાઈ રિબાઈને પોતાની મેળે જ મરી જાય અને મારું કાર્ય સિદ્ધ થાય.' એક વખત રાજા શત્રુઓને વશ કરવા દૂર નીકળી ગયો. ત્યારે કમળા પટ્ટરાણીએ રાજહંસને
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy