SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ ॥ ભક્તામર તુલ્યું નમઃ ।। અર્થાત્ આજના યુગમાં પણ આવા અનુભવો થાય છે. ભક્તામર સ્તોત્રનો આ શ્લોક જ મહાન મંત્રસમાન છે. પ્રભાવક કથા-૨૨ (શ્લોક ૩૫) શ્રીપુર નામના એક સમૃદ્ધ શહેરમાં દેવરાજ નામનો એક નિર્ધન શ્રાવક રહેતો હતો. નિર્ધન હોવા છતાં મનથી સમૃદ્ધ હતો. આરાધના તેના અંતરને ધનવાન બનાવી રહી હતી. જ્યારે જીવનની દશા બદલવાની હોય છે ત્યારે તેની દિશા સ્વયં બદલાઈ જતી હોય છે. દેવરાજ વ્યાપાર માટે કેટલાક વ્યાપારી સાથે સાતેકપુર જવા નીકળ્યો. જંગલમાં થઈને રસ્તો પસાર થતો હતો. જંગલ ભયાનક હતું અને સાંજ પડી જવાથી રાત્રિ ત્યાં જ વિતાવવાની હતી. થોડી વારમાં ભયંકર ગર્જના કરતો સિંહ આવી પહોંચ્યો. ગભરાયેલા સાથીઓ બધા દેવરાજની નજીક આવી પહોંચ્યા. દેવરાજે પરમ શ્રદ્ધાથી ૩૫મા શ્લોકનું સ્મરણ કર્યું. તેના પ્રભાવથી વિકરાળ સિંહ વશમાં આવી ગયો. હિંસક ક્રોધી સિંહ દેવરાજના ચરણમાં વંદન નમસ્કાર કરતો હોય તેમ શાંતિથી બેસી ગયો. તે સિંહે પોતાના પંજામાંથી ત્રણ મૌક્તિકો દેવરાજની આગળ ધર્યા. સાથી વ્યાપારીઓ સમજી ગયા કે આ બધી કરામત દેવરાજની છે. દેવરાજે પણ ધર્મોપદેશ આપી સાથી વ્યાપારીઓને ધર્મ પમાડ્યો. કીમતી મોતીની પ્રભાવથી જ દેવરાજ સુખ-સમૃદ્ધિનો સ્વામી બની ગયો. ધર્મથી સઘળું પ્રાપ્ત થાય છે. 434 ܀ = માત્ર ભય વખતે જ સ્તોત્ર સ્મરણ કરવું એવો ભાવ ન રાખતાં નિત્ય અનન્ય ભાવે સ્મરણ કરવું. અર્થાત્ સ્તોત્ર પાઠ અનન્ય ભાવથી દ૨૨ોજ ક૨વો અને તેથી જ તેનો પ્રભાવ પણ અનન્ય હોય છે. પ્રભાવક કથા-૨૩ (શ્લોક ૩૬) પ્રતિષ્ઠાનપુર નામના નગરમાં લક્ષ્મીધર નામનો ધનવાન વ્યાપારી જૈન ધર્મ પ્રત્યે અપાર શ્રદ્ધા હોવાથી હંમેશાં ભક્તામર સ્તોત્રનું ધ્યાન કરતો હતો. એક વખત વ્યાપારાર્થે પરદેશ જવા નીકળ્યો, ચાલતાં ચાલતાં જંગલના મધ્યમાં આવી પહોંચ્યો. ગ્રીષ્મ ઋતુને કારણે વનસ્પતિઓ સુકાઈ ગઈ હતી. આવા વખતે ખૂબ જોરથી પવન ફૂંકાવા લાગ્યો. વૃક્ષો અને વાંસનાં ઝુંડો પરસ્પર અથડાવવાથી તેના ઘર્ષણથી અગ્નિ ઉત્પન્ન થયો. અને ચારે બાજુ પ્રચંડ અગ્નિ-શિખાઓ નીકળવા લાગી. અનેક ઉપાયો કર્યા પરંતુ સર્વ નિષ્ફળ નીવડ્યા. આ સમયે લક્ષ્મીધર શેઠને ભક્તામર સ્તોત્રનો ૩૬મો શ્લોક યાદ આવ્યો અને તેનું શુદ્ધ મનથી ચિંતન કરવા લાગ્યા. આવી ભક્તિથી તુષ્ટિમાન થઈને ચક્રેશ્વરી દેવીએ પોતાના સેવક દેવને દાવાનલ શાંત કરવા મોકલ્યો. અગ્નિ શાંત થઈ ગયો. બીજા લોકો આશ્ચર્ય પામ્યા. આ પ્રમાણે ઋષભદેવ સ્વતનનો અને જૈન ધર્મનો પ્રભાવ પ્રત્યક્ષ જોઈને બધા જે સાથે હતા તેઓએ જૈન ધર્મ અંગીકાર કર્યો.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy