SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ 25 ઉપર જણાવ્યા તેવા પાલી ભાષામાં બનાવેલા કેટલાક સ્તુતિપાઠો હજી પણ સિલોન(શ્રીલંકા)માં બૌદ્ધ ભિખ્ખઓ માંદગીને ખાટલે પડેલાઓ કે શ્રદ્ધા વિનાના ખેડૂતોને ત્યાં ઓપચારિક મુલાકાત વખતે જાય ત્યારે તેમને ગાઈ સંભળાવે છે. આવો ધર્મ સંભળાવવાનો રિવાજ ક્યારથી પડ્યો છે કે કેટલા અંશે અપનાવવામાં આવ્યો છે કે તેમ કરવાનો કોનો આદેશ હશે તે જાણવા મળતું નથી. રામચંદ્ર કવિભારતી નામના બંગાળના બ્રાહ્મણે લખેલ સો સ્તોત્રનું એક “ભક્તિશતક છે. આ કવિ ઈ. સ. ૧૨૪૫માં પરાક્રમબાહુ રાજા સાથે સિલોન આવ્યો. અહીં તેણે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. અત્યંત અલંકૃત શૈલીમાં તેણે આ શતકમાં બુદ્ધની સ્તુતિ કરી છે. આ સ્તુતિનું અંગ્રેજી ભાષામાં ભાષાંતર થયેલું છે. તેનો કેટલોક ભાગ આ પ્રમાણે છે : "Be gracious, O Lord, ruler of the Gods, ruler of the world, conqueror, O Buddha, Who deservest to be wroshipped by the world, to be worshipped by me, to be worshipped by the good, 0 enemy of sin, enemy of mundane existence, enemy of lust, enemy of darkness ! To thee verily am I devoted (bhakta) with body, speach and thought. He is son of the family, he is devoted to thee, he bears the burden of thy teaching. He is a disciple, he takes refuge with thee, he is thy slave, he who never on any account swerves from thy command. Doing good to the world, O Buddha, is worship to thee, doing evil to it. O Lord of the world, is pain to thee. O Jina, how should I, when doing evil to the world, not be ashamed of saying that I am devoted to thy Lotus feet ! Where is my mercy, where is my sympathy, where my Love, as I am doing evil, and not good, to that every world for whose benefit thou hast, in a hundred ways, given away wealth, men, power, life, body and kingdom."? આ સ્તોત્ર હિનયાન અને મહાયાન એ બંને પંથોને પૂજ્ય એવું સ્તોત્ર છે. આવા પ્રકારના સ્તોત્ર દ્વારા બૌદ્ધ સ્તોત્રની પરંપરા આપણી નજર સમક્ષ તાદશ્ય થાય છે. આવું જ બીજું એક સ્તોત્ર જે બુદ્ધસ્તવઃ' નામે પ્રસિદ્ધ છે જે આ પ્રમાણે છે : વંદામિ તે કનકવર્ણનિમા વરલક્ષણા વિમલચંદ્રમુખા ! વંદામિ તે અસમતાનપરા સદશો ન તે સ્તિ ત્રિભવે વિરજા // મૃદુ ચારુ સ્નિગ્ધ શુભ કેશ નખા ગિરિરાજતુલ્ય તવ ચોપિરિહ | નોષ્ણીષમીક્ષિતુ તવાસ્તિ સમો વિભ્રાજતે ભૂવિ તવોર્ણ મુને ! કુન્દુશખહિમશુભ્રનિમા નીલોત્યલાભશુભનેત્રવાર |
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy