________________
24 ।। ભક્તામર તુલ્યું નમઃ II
કુવિચાર, સન્માર્ગ, જ્ઞાનની ઉત્કંઠા, સુખની અનુભૂતિ વગેરે બાબતો વ્યવસ્થિત રીતે કંડારાયેલી છે. અર્થાત્ ઉચ્ચ પ્રકારનું આમ જીવન એટલે ધમ્મ (ધર્મ). જોકે આ શબ્દપ્રયોગ પાશ્ચાત્ય ભાષામાં જે અર્થમાં લેવાયો છે તેથી ઘણો ઉચ્ચ છે. આમાંના અડધા ઉપરના વિષયો આથી પણ પ્રાચીન પુસ્તકોમાં લખાયેલા જણાય છે. જ્યારે બાકીના જ્યારથી બુદ્ધ સંપ્રદાય અસ્તિત્વમાં આવ્યો અને જે તત્કાલીન સમાજમાં પ્રચલિત હતી તેવી ભારતની લોકકથાઓ અને લોકવાયકાઓમાં પણ જણાયેલ છે. જોકે એ શંકાસ્પદ રહે છે કે આવાં ઊર્મિકાવ્યો કે પદો બૌદ્ધ ધર્મના ઉદયકાળ પહેલાં પણ હતાં કે ન હતાં. તેની માહિતી પ્રાપ્ત થતી નથી; આથી એમ પણ ન કહી શકાય કે આ પદો બૌદ્ધધર્મીઓનાં જ બનાવેલાં છે પણ તેમના પહેલાંનાં પણ બનાવેલાં હોઈ શકે અથવા ઘણાંખરાં પદો અગાઉના બનાવેલાં પદોમાં સુધારોવધારો કરીને પ્રસ્તુત કરાયાં છે એમ ચોક્કસપણે કહી શકાય.
'Verselets of Norm'માં નીતિશાસ્ત્રના (સર્તનના) નિયમો જે વધતા-ઓછા અંશે સર્વે ઉચ્ચ ધર્મો સામાન્યપણે અનુસરે છે તે બાબત મોટાભાગે ધર્મપરિવર્તન નહીં કરેલાઓના ઊતરતા પ્રકારના ચરિત્ર વિશે વિશેષ નિર્દેશ કરે છે. આ ઉત્તમ સાહિત્યની કૃતિઓમાંથી ઉદ્ધૃત કરેલા પુસ્તકની અતિ પ્રચલિતતા યુરોપમાં હોવાનું આ ઉપરથી સ્પષ્ટ થાય છે. તેનાં મોટાભાગનાં પદો સરળતાથી સમજી શકાતાં હોય છે અને સન્માર્ગ કે સદાચરણના નિયમોમાં જે અસામાન્યતા કે કઠિનતા દેખાય છે તેમાનું કંઈ પણ આ પદોમાં જણાતું નથી.
જ્યારે બુદ્ધોએ સંસ્કૃતમાં લખવાની શરૂઆત કરી ત્યારે તેમણે ધમ્મ પદ'નું નામ બદલીને એના જેવું જ લખવા માંડ્યું. ફેરફાર માત્ર એટલો કર્યો કે જે અઘરાં પદો હતાં તે કાઢી બીજાં ઉમેર્યાં. આ નવા સંસ્કરણ કરાયેલા સંસ્કૃત ગ્રંથો વાચક વર્ગમાં ઘણા લોકપ્રિય થયા. તેના અનુવાદો તિબેટી અને ચાઇનીઝ ભાષામાં પણ થયા છે.
પરંતુ ‘સુત્ત નિપત્તા’નું એનાથી તદ્દન ઊલટું ભાવિ નિર્માણ થયું. તેની રચનાઓમાં અને વિષયોમાં ઉચ્ચ સદાચરણના માર્ગો બાબત વધુ ભાર મૂકવામાં આવેલ છે અને લગભગ ક્રિશ્ચિયન ‘Verselets of Norms’ સ્તુતિઓની જેમ જ તેની રચનાઓ થયેલી જણાય છે. યુરોપમાં જે પાલી ભાષાવિદો સિવાય ભાગ્યે જ કોઈ વાંચે છે અને તે પણ તેનાં ત્રણ ટૂંકાં ટૂંકાં સાદાં વર્ણનાત્મક કાવ્યો જ વંચાય છે. ભારતમાં પણ પાલી ભાષાના લુપ્ત થવા સાથે તેનો પણ લોપ થયો અને તિબેટી કે ચાઇનીઝ ભાષામાં તો તેનો અનુવાદ પણ થયેલ નથી.
પૂર્વકાળમાં વર્ષો પહેલાં ઉત્તર ભારતમાં આવાં પદો કે સ્તુતિઓ ધર્મપ્રચાર માટે કે બોધ આપવા માટે ભજનકીર્તનની જેમ તાલ અને લયબદ્ધ રીતે ગવાતાં હતાં. આપણી સાતમી શતાબ્દીના સમયમાં ઇ-વેંગ તેના રસપ્રદ વર્ણનમાં જણાવે છે કે તેના સમયમાં આવા સંસ્કૃત ભાષામાં બનાવેલા સ્તુતિ-પાઠો આ બૌદ્ધો સરઘસ આકારમાં કોઈ ધાર્મિક વડાના સ્મારકને ફરતા કૂંડાળામાં કે કોઈ નાલંદાના બૌદ્ધ મઠોમાં મળીને ગાતા જણાયા હતા.