SearchBrowseAboutContactDonate
Page Preview
Page 434
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ 415 મેરુશિખરની આભા અને જલપ્રપાતના પ્રતીક રૂપે શ્વેત ચામરના ધોધને રજૂ કરીને રૂ૫ક અલંકારની અદ્ભુત રજૂઆત કરી છે. સૂરિજી ઉપમા અલંકાર દ્વારા શ્રી જિનેશ્વરદેવના ગુણો પર પ્રકાશ પાડે છે. શ્લોક ૧૦માં અનુપ્રાસની રમ્યતા છે. શ્લોક ૧૧માં સ્તોત્રનું દૃષ્ટાંત સર્વગમ્ય છે અને સાથે સાથે પ્રતિવસ્તુપમાલંકારથી વિભૂષિત છે. શ્લોક ૧૩ પ્રતીપાલંકારથી શોભે છે. શ્લોક ૧૬માં વ્યતિરેકાલંકાર છે, શ્લોક ૨૦માં દૃષ્ટાંતાલંકાર અને શ્લોક ૨૧માંનો નિંદાસ્તુતિ અલંકાર અત્યંત તેજસ્વી અને વ્યંજક છે. શ્લોક ૨૨માં પ્રાસાદ અને દૃષ્ટાંતાલંકારની ચમત્કૃતિ અનુપમ છે. શ્લોક ૨૪માં વ્યતિરેકાલંકાર છે. શ્લોક ૩૨ શબ્દાનુપ્રાસ અલંકારથી શોભે છે. સૂરિજીએ કોયલ, હરણ ઇત્યાદિ ઉદાહરણો દ્વારા પોતાના ભાવોને ભાષામાં ગૂંથ્યા છે. શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રની રચના કરવા અન્યો પાસેથી પ્રેરણા લીધી કે અન્યોએ તેમની પાસેથી પ્રેરણા લીધી એ કહેવું મુશ્કેલ છે. જેમ કે કાલિદાસે કહ્યું છે કે પાર્વતીએ પોતાનું સૌંદર્ય હરણિઓ પાસેથી લીધું અથવા હરણિઓએ પાર્વતી પાસેથી સૌંદર્ય લીધું એ કહી શકાતું નથી. તેવું જ સૂરિજીની બાબતમાં કહી શકાય. ભક્તામર સ્તોત્ર પર અનેક વૃત્તિઓ રચાયેલી છે અને એ વૃત્તિઓની દરેક સંખ્યા મૂળ સ્તોત્ર કરતાં અનેકગણી વધારે છે. તે ઉપરાંત તેના ઉપર અનેક પાદપૂર્તિરૂપ કાવ્યોની રચનાઓ દ્વારા પોતાનાં કાવ્યોને ગૌરવ અપાવ્યું છે. અને તેવાં કાવ્યોનો પ્રચાર પણ થયો છે. તાત્પર્ય કે કવિવર શ્રી માનતુંગસૂરિ સંસ્કૃત વાલ્મયના અગાધ જ્ઞાની હતા અને સંસ્કૃત સાહિત્યના પ્રખર અભ્યાસી હતા. તેથી કરીને તેમની આ સુંદર રચનામાં અન્ય કૃતિઓની ઝાંખી દૃષ્ટિગોચર થાય છે. ઋગ્વદના પ્રથમ મંડલમાં આવતી અગ્નિ સ્તુતિઓ પણ આ સ્તોત્રકારને પ્રેરક નીવડી હોય એમ લાગે છે. ત્યાં – 'अग्नीमीडे पुरोहितं । यज्ञस्य देवमृत्विजं । होतारं रत्नधातमम् । अग्निः पूर्वेभिर्ऋषिभिरीड्यो नूतनैरुत । से देवां एह वक्षति ।। अग्निना रयिं मे श्नवत् पोषमेव दिवे दिवे । यशसं वीरवत्तमम् ।।१-२-३|| ઇત્યાદિ નવ મંત્રોના આ સૂક્તમાં યજ્ઞના પુરોહિત, દીપ્તિમાન, દેવોને બોલાવનાર, ઋત્વિક અને રત્નધારી અગ્નિની હું સ્તુતિ કરું છું. પ્રાચીન ઋષિઓએ જેની સ્તુતિ કરી છે. આધુનિક ઋષિગણ જેની સ્તુતિ કરે છે તે અગ્નિદેવને આ યજ્ઞમાં બોલાવીએ. અગ્નિના અનુગ્રહથી યજમાનને ધન મળે છે. અને તે ધન અનુદિન વધે છે તથા કીર્તિકર થાય છે. જે કહેવાયું છે તે પ્રસ્તુત સ્તોત્રમાં ઘણાં સ્થળે આવી જાય છે. સ્તુતિસાહિત્ય ભારતીય સંસ્કૃતિમાં પ્રાચીન કાળથી ચાલ્યું આવ્યું છે અને તે સાહિત્યિક રચનાઓમાં દિવ્યપ્રકાશ જેવું છે. તેની રચનાઓમાં સુગંધિત સુમન ખીલેલાં છે. શ્રી માનતુંગસૂરિએ ‘ભક્તામર સ્તોત્ર'ના માધ્યમથી પોતાના પ્રભુનાં ચરણોમાં જે ભાવપુષ્પો ચઢાવ્યાં છે તે શ્રદ્ધાસુમન વિશિષ્ટ ગુણોથી યુક્ત છે અને તેની ભાષામાં ગૂંથાયેલાં જુદાં જુદાં વર્ણો, શબ્દો, પદો, શ્લોકો
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy