SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ 414 // ભક્તામર તુર્થ્ય નમઃ | સાહિત્યસમુદ્રનું અધ્યયન કરે છે અને તેને રસમાધુરી-ભાવમાધુરી વગેરે પોતાની પ્રતિભા વડે ઉત્તમ બનાવી કાવ્યોમાં ૨જૂ કરે છે. તેમ જ શ્રી માનતુંગસૂરિજીએ પણ પોતાની આર્યપ્રતિભાનો ઉપયોગ કરી ભક્તામર સ્તોત્ર' રૂપ અમૃત રેડ્યું છે.૧ સ્તોત્ર સાહિત્યમાં સંસ્કૃત ભાષામાં રચાયેલાં અનેક સ્તોત્રો છે. પરંતુ ભક્તામર સ્તોત્ર એક અમર રચના છે. આ અમર રચના શ્રી માનતુંગસૂરિની શ્રેષ્ઠ ભક્તિભાવના અને કવિ માનતુંગની ઉત્કૃષ્ટ સાહિત્યિક રચના છે. આ સ્તોત્ર એટલું ભક્તિભાવપૂર્ણ છે કે જે આપણા મનમાં શ્રી જિનેશ્વરદેવ પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિની જ્યોત પ્રજ્વલિત કરે છે, તે સંસારરૂપી ક્ષાર સમુદ્રમાંથી ઉગારીને ક્ષીરસમુદ્રનું દુગ્ધપાન કરાવે છે. આ સ્તોત્રનો ભાવપક્ષ જેટલો ઉત્કૃષ્ટ છે એટલું જ તેનું કાવ્યત્વ સમૃદ્ધ છે. તેની સંરચના, તેની ભાષા એ તેનું શરીર છે. શરીરનું સૌંદર્યરૂપ જેટલું અધિક તેટલું અન્ય માટે આકર્ષણનું કેન્દ્ર. આ સ્તોત્રની શરીર-સંરચના પણ એટલી જ સુંદર અને ચિત્ત-આકર્ષક છે કે દરેકના મનનું હરણ કરી લે છે. કવિએ પોતાના આરાધ્યદેવના મહિમાનાં ગુણગાન અને તેમના અતિશયોનું વર્ણન કરવામાં ભાષાની વ્યંજના અને લક્ષણાશક્તિનો અદ્ભુત ઉપયોગ કર્યો છે. કવિવરે જ્યાં અરિહંતની શક્તિ, ગુણ અને પ્રભાવની સામે પોતાની નિર્બળતા, વાચાળતા અને ઉત્સાહની ચર્ચા કરી છે ત્યાં દરેક શબ્દ બંનેના ભેદને સ્પષ્ટ કરે છે. શ્રી જિનેશ્વરદેવનાં જે વિશેષણોનો પ્રયોગ કર્યો છે, તે આ જ કક્ષાનાં છે. તેઓ ભુવનભૂષણ-ભૂતનાથ છે ત્યાં સંકટવિમોચક પણ છે. જ્યાં તેઓ મેરુશિખર જેવા દૃઢ છે ત્યાં તેઓને અતિસુંદર દેવાંગનાઓ પણ વિચલિત કેવી રીતે કરી શકે ? કવિએ અહીંયાં સુંદર પ્રાસ યોજ્યો છે. આવાં બીજાં દૃષ્ટાંતોમાં કવિએ પ્રત્યેક વિશેષણનો પ્રયોગ પ્રભુના ગુણોને અનુરૂપ જ કર્યો છે. સ્તોત્રની ભાષા માધુર્ય અને પ્રસાદગુણોથી યુક્ત છે. આ સ્તોત્ર એટલું અદ્ભુત છે કે તેની ધ્વન્યાત્મકતા અને સંગીતાત્મકતા મનોમુગ્ધ કરી દે છે. શ્રી માનતુંગસૂરિએ રચેલા આ કાવ્યની સૌથી મોટી વિશેષતા એની ચિત્રાત્મકતા છે. કોઈ પણ ભક્ત જો ભક્તિભાવપૂર્વક પ્રભુ સાથે તાદાત્મ્ય સાધી લે, તેની ભક્તિની ગંગામાં વહી જાય તો તેની નજર સમક્ષ દરેક શબ્દ ચિત્રનું સ્વરૂપ ધારણ કરી લે છે. અર્થાત્ ભક્તની દૃષ્ટિ સમક્ષ જે પઘનું તે ગાન કરતો હોય તેનું સ્પષ્ટ ચિત્ર મૂર્ત સ્વરૂપ ધારણ કરી તેની સમક્ષ દૃષ્ટિગોચર થાય છે. આ પણ ભાષાની જ શક્તિ છે, જે ભાવો પ્રમાણેનાં ચિત્રોનું સમર્થન કરી દે છે. સૂરિજીએ સ્તોત્રને અલંકારો દ્વારા સુંદર મનોગમ્ય રીતે અલંકૃત કરેલું છે તે આ સ્તોત્રની સૌથી મહત્ત્વની વિશેષતા છે. કવિના મુખમાંથી સ્વાભાવિક રીતે પ્રયોજાયેલા અલંકારોને કારણે ભક્તિભાવનું સૌંદર્ય અનોખી રીતે નીખરી ઊઠે છે. તેમણે શબ્દાલંકાર, અર્થાલંકાર અને ઉભયાલંકાર ત્રણેયનો સુંદર પ્રયોગ કર્યો છે. તેમાં પણ ઉપમા, રૂપક, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક, દૃષ્ટાંત, શ્લેષ આદિ જુદા જુદા પ્રકારના અલંકારોનો પ્રયોગ કર્યો છે. સૂર્ય, ચંદ્ર દીપક, મણિ, સાગર આદિને ઉપમાનોના રૂપમાં વિશેષ રીતે પ્રયોજ્યાં છે. ભક્તામર સ્તોત્રમાંથી અનેક ઉદાહરણો રજૂ કરી શકાય તેમ છે. અનેક ઉદાહરણોમાંથી એકને જોઈએ તો શ્રી જિનેશ્વરદેવની કંચનવર્ણી કાયા સાથે
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy