SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ 408 ભક્તામર તુલ્ય નમઃ | શ્લોક ૩૪માં હાથી, ૩૫માં સિંહ, શ્લોક ૩૭માં સર્પ જેવી પ્રાણીઓની ઉપમા આપી છે. (૭) સામાજિક, ધાર્મિક અને વ્યાવહારિક ઉપમાનો : કવિવરે રચનાને આદર્શરૂપ બનાવવા માટે સામાજિક તત્ત્વોનો સમાવેશ કરવામાં કાળજી રાખી છે. તેનાં ઉદાહરણ તરીકે બાલ્યકાળની અજ્ઞાનતા (૩), ભુજાઓ વડે સમુદ્રને તરવાની ઇચ્છાઓ (), પોતાના શિશુની રક્ષા માટે બળવાનની સાથે પણ લડવાની પ્રવૃત્તિ (૫), સ્વામીના મહાન ગુણો (૧૦), મધુરતા પ્રત્યેની રુચિ (૧૧), મહાનના આશ્રમમાં રહેલી નિર્ભયતા (૧૪), વગેરે સ્મરણીય છે. એક-બે સ્થળોમાં કિંવદંતીઓ પણ ફુરી આવે છે (૧૯-૨૨). ધાર્મિક તત્ત્વોમાં જૈનદર્શનની માન્યતાઓને આશ્રય આપતાં (૧૦ અને ૨૫મા) તથા સંપ્રદાયગત માન્યતાઓને અન્યાન્ય પદ્યોમાં પ્રસ્તુત કરી છે. વ્યવહારની દૃષ્ટિએ ગજ, સિંહ, દાવાનલ, સર્પ, સંગ્રામ, જલાયતું, રોગ અને બંધનના અષ્ટ ભયોથી બચવા માટે ક્રમશઃ ૩૪થી ૪૨ સુધી કરેલું પરમાત્માનું સ્મરણ લોકોને ભક્તિ માટે પ્રેરે છે. ભક્તામર સ્તોત્રમાં આ રીતે ત્રણ પ્રકારના અલંકારો–શબ્દાલંકારો, અર્થાલંકાર અને ઉભયાલંકાર જોવા મળે છે. ક્યાંક શબ્દાલંકારનું વર્ચસ્વ છે તો ક્યાંક અર્થાલંકારનું પ્રાધાન્ય હોવા છતાં ઉભયાલંકારની ઉપસ્થિતિ પણ જોવા મળે છે. ભક્તામર સ્તોત્રનું કોઈ પણ પદ્ય શબ્દાલંકારના અનુપ્રાસથી વિરહિત નથી. તેવી જ રીતે અર્થાલંકારોના ઉપમા-ઉપમાન આદિ જોવા મળે છે. આમ ભક્તામર સ્તોત્ર વસંતતિલકા છંદમાં આ ત્રણેય અલંકારોથી અલંકૃત થયેલું સ્તોત્ર છે. અન્ય કવિઓની કૃતિ સાથે તુલના : શ્રી માનતુંગસૂરિએ ભક્તામર સ્તોત્રની રચનામાં પ્રાચીનકાળથી ચાલી આવતી કાવ્યપરંપરાનું અનુસરણ કરી તેમાં પ્રસિદ્ધ છંદ, અલંકારો-ઉપમાનો-ઉપમેયો અને પોતાનાં પદોને રમણીય બનાવવાનાં ઉપાદાનોને જ આશ્રય આપ્યો છે. છતાં તેમના રચેલાં પદોની રચના, તેની ગૂંથણી અદ્ભુત થઈ છે. જેમ શાસ્ત્રકારોએ કહ્યું છે કે કાવ્યોમાં તેના તે પદવિન્યાસો હોય છે અને તેની તે જ અર્થની વિભૂતિઓ હોય છે છતાં કાવ્યકારના ગ્રંથનકૌશલ્યથી તેનું કાવ્ય નવું બની જાય છે. તેવી જ રીતે સૂરિજીની અદ્ભુત કૌશલ્યતાના પરિણામે સર્વાગ સુંદર સ્તોત્રની રચના થઈ છે. ભક્તામર સ્તોત્રનાં વિશિષ્ટ પદ્યોની પુષ્પદન્તના મહિમ્ન સ્તોત્રથી કાલિદાસના “રઘુવંશ અને કુમારસંભવની સાથે તથા માતૃગુપ્તની કોઈક અનુપલબ્ધ કૃતિના એક પદ્ય સાથે, અશ્વઘોષના સૌન્દરનંદ મહાકાવ્ય'ના પદ્યના ભાવથી અને બાણના ચંડીશતક' તથા મયૂરના “સૂર્યશતક' ઇત્યાદિ પદ્યો સાથે તુલના થઈ શકે છે. ભક્તામર સ્તોત્રનાં પદ્યની અન્ય સ્તોત્રોનાં પદ્યો સાથે તુલના કરી શકાય. સ્તુતિ સાહિત્યમાં સ્તોત્રકાર પ્રાયઃ પોતાની અજ્ઞાનતા, અસમર્થતા અને સ્તોત્રવ્યની મહત્તાનું નિર્દેશન કરે છે. તે પદ્ધતિને અનુસરતાં ભક્તામર સ્તોત્રના ૧, ૨ અને ૩ સંખ્યાવાળાં પદ્યમાં જે કહેવાયું છે તેનું સામ્ય પુષ્પદન્તકૃત “મહિમ્નસ્તોત્રના પદ્ય ૧-૨-૩માં મળી આવે છે.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy