SearchBrowseAboutContactDonate
Page Preview
Page 410
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર સ્તોત્રનું કાવ્યત્વ છે 391 પણ આ વિશેષતાઓ સ્થળે સ્થળે જોવા મળે છે. જેમકે સાગરની ગંભીરતા માટે ‘વક્ત ગુણાનું ગુણસમુદ્ર ! શશાંકકાન્તાનમાં ક-વર્ગની મૈત્રી, પ્રારંભમાં સંક્ષિપ્ત અને મધ્યમાં સુદીર્ઘ વર્ણોની યોજના અને છેડે ‘ભુજાભ્યાં પદ વડે માનવીની ક્ષીણ શક્તિનું નિદર્શન સહેજે મળી રહે છે. કોઈક ઠેકાણે લાંબા સમાસવાળાં પદોની યોજના, તો અન્યત્ર બબ્બે, ત્રણ-ત્રણ વર્ણોના શબ્દો કવિવરની છંદોવિદગ્ધતા સ્પષ્ટ કરી આપે છે. - શ્રી માનતુંગસૂરિના દેશકાળ સમયે વસંતતિલકા છંદમાં કૃતિઓ રચાતી હશે તેથી જ તેમણે આ છંદમાં આટલી સુંદર નયનરમ્ય કૃતિની રચના કરી. આ વસંતતિલકા છંદમાં કુલ ચૌદ અક્ષરો છે. તેમાંથી સાત અક્ષરો ગુરુ અને સાત અક્ષરો લઘુ છે. નિગ્રંથકારો માને છે કે જેમ છંદમાં લઘુ-ગુરુની સમતા છે, તેમ આ છંદમાં રચાયેલ સ્તોત્ર પણ સાધકને ખૂબ જલ્દી સમતાભાવમાં લઈ જઈ શકે છે. આ છંદનું લક્ષણ તજા જગ ગ મનાયેલું છે. એટલે પ્રથમ ત ગણ પછી ભ ગણ પછી બે જ ગણ અને છેલ્લે બે ગુરુ એ રીતે ચૌદ અક્ષરોથી તેનું સ્વરૂપ ઘડાય છે. લઘુ-ગુરુના સંકેત પ્રમાણે તેની તાલિકા આ પ્રમાણે બને : ગુગલ ગુલલ લગુલ લગુલ ગુગુ તગણ ભગણ ગણ ગણ ગુરુ ભક્તામરની પંક્તિને આ લક્ષણો કેવી રીતે લાગુ પડે છે તે જોઈએ. ભક્તામ રપ્રણ તમૌલિ મણિપ્ર ભાણાં ગુગુલ ગુલલ લગુલ લગુલ ગુગુ તગણ ભગણ ગણ ગણ ગુરુ સાત લઘુ અને સાત ગુરુ દ્વારા સમાનતા પ્રાપ્ત કરેલો વસંતતિલકા છંદ છે. વસંતતિલકા છંદમાં વસંત એક ઋતુ છે. આ ઋતુમાં કુદરત સોળે કળાએ ખીલી ઊઠે છે. ધરતી પર રંગબેરંગી ફૂલો અને લીલા ઘાસનો ગાલીચો પથરાઈ જાય છે અર્થાત્ કુદરતની કળા પૂર બહારમાં ખીલી ઊઠે છે. વસંતતિલકા વિશેની માહિતી આચાર્ય શ્રી રાજયશસૂરિ મહારાજ સાહેબ આ પ્રમાણે આપે છે, હેમત-શિશિર-વસંત-ગ્રીષ્મ-વર્ષા અને શરદ આ છ ઋતુઓમાં ‘વસંત ઋતુ અધિપતિનું સ્થાન ધરાવે છે. ક્યારેક વસંત ઋતુને ‘ઋતુરાજ વસંત' કહેવાય છે તો તુઓને સ્ત્રી સમજવામાં આવે છે ત્યારે વસંતને ઋતુરાણી માનવામાં આવે છે. આ છંદ વસંતતિલકા છે એટલે વસંત માટે પણ અલંકાર જેવો છે. વસંતઋતુને પણ સુશોભિત કરનારો છે. વસંતતિલકા છંદની પ્રાસાદિકતા અદ્વિતીય છે. છંદનું વિધિવત્ ઉચ્ચારણ કરનારને હિંડોળો ચાલી રહ્યો હોય તેવો ભાસ થાય છે. આ છંદમાં નિબદ્ધ કાવ્ય લગભગ દરેક રોગમાં સરળતાથી ગાઈ શકાય છે. લગભગ ચુમ્માલીશ (૪૪) જુદા શાસ્ત્રીય રાગમાં આ ભક્તામર ગવાયું છે. આમ માનવહૃદયમાં ઉત્પન્ન થતી ભક્તિ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy