SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ 390 - || ભક્તામર તુલ્યુ નમઃ | થાય છે. એવી અતૂટ શ્રદ્ધા ઉપજાવનારા ભાવો ગૂંથ્યા છે." સૂરિજીએ સ્તોત્રની શરૂઆતથી અંત સુધી ભક્તિરસની અવિરત ધારા અસ્મલિત ગતિથી પ્રવાહિત કરી છે. સ્વહિતાર્થે કરવામાં આવેલી ભક્તિ-ભાવપૂર્વકની રચનામાં સર્વહિત સમાયેલું રહે છે. આવી મનોહારી અલૌકિક વાણી જ્યારે કવિના કંઠમાંથી સ્ફરે છે ત્યારે તે વિશાળ રૂપ જ ધારણ કરે છે. ભક્તામર સ્તોત્રમાં કવિરાજ શ્રી માનતુંગસૂરિએ પોતાની પ્રબળ શક્તિથી અનુરાગી બનીને શ્રી જિનેશ્વરદેવના ગુણગાનનું મનોરમ્ય, ચિત્તાકર્ષક, અલૌકિક આલેખન કર્યું છે. વસંતતિલકા છંદ શ્રી માનતુંગસૂરિએ આ સ્તોત્રની રચના માટે વસંતતિલકા છંદને પસંદ કર્યો છે. આ છંદ સંસ્કૃત ભાષાનો એક અતિસુંદર છંદ છે. તે મધુમાધવીના અપરનામે પણ ઓળખાય છે. શ્રી કલ્યાણમંદિર સ્તોત્રની રચના પણ આ જ છંદમાં શ્રી સિદ્ધસેન દિવાકરે કરી છે. જૈન સાહિત્યમાં ઘણાં સ્તોત્રો આ છંદમાં રચાયેલાં છે. ઉદાહરણ તરીકે “સંસાર દાવાનલ' સ્તુતિની બીજી ગાથા અને પુફખર વરદીવઢ' સૂત્રની ત્રીજી ગાથા આ છંદમાં રચાયેલ છે. “વૃત્તરત્નાકરમાં વસંતતિલકાનું બીજું નામ મધુમાધવી બતાવ્યું છે. ચૌદ અક્ષરના આ વર્ણવૃત્તમાં રચના કરવાની પ્રવૃત્તિ મહારાજા હર્ષવર્ધનના કાળમાં વધારે પડતી હતી. શ્રી કેશવલાલ હર્ષદરાય ધ્રુવે મહાકવિ કાલિદાસનો દેશકાલ અને તેમની કૃતિઓ વિશે પરાક્રમની પ્રભુતા'ની ભૂમિકામાં પદ્યબંધનની પરીક્ષા કરતાં જણાવ્યું છે કે – ભાસના કાલમાં અનુષ્ટ્રપ વધારે ચાલતું, કાલિદાસે ગાથા જેવાં વૃત્તોના પ્રયોગને માન્યતા આપી, શ્રી કંઠભવભૂતિએ વસંતતિલકાને આદર્યું અને મહારાજા હર્ષવર્ધને પોતાની ત્રણ કૃતિઓ – પ્રિયદર્શના, નાગાનંદ તથા રત્નાવલી–માં ક્રમશ: વસંતતિલકા, માલિની અને શિખરિણીને માન આપ્યું એટલે કદાચ શ્રીમાનતુંગસૂરિએ જે વસંતતિલકાની પસંદગી કરી તેમાં એ પણ હેતુ હોઈ શકે. બીજું એક કારણ એ પણ હોઈ શકે કે વસંતતિલકા છંદ “શકવરી' જાતિનો છંદ છે. શકવરી એટલે બળવાન બળદ, ઋષભ શ્રી આદિનાથ ભગવાનનું લાંછન ઋષભ છે. કદાચ આ સૌથી મહત્ત્વપૂર્ણ કારણ રહ્યું હોય. એ ઉપરાંત ભારત કૃષિપ્રધાન દેશ છે અને એની જીવાદોરી પણ વૃષભ—બળદ પર અવલંબિત છે. વૃષભનો સંબંધ શિવ સાથે પણ છે. કદાચ આ બધી બાબતો તરફ સૂરિજીનું ધ્યાન ગયું હશે અને તેને કારણે તેમણે વસંતતિલકા છંદની પસંદગી કરી હશે. એક શક્યતા એ પણ હોઈ શકે છે કે આ છંદમાં ચૌદ અક્ષર છે. પૂર્વ પણ ચૌદ છે. અર્થાતુ ચૌદ પૂર્વના સારરૂપ આ છંદની પસંદગી તેમણે કરી હોય. શાસ્ત્રકારોએ છંદને કાવ્યનું શરીર પણ કહ્યું છે અને તેથી જ ઉપર્યુક્ત છંદ અગર ભાવોનો ઉત્તમ વિકાસ થઈ શકતો નથી. છદિ ધાતુનો અર્થ આફ્લાદ છે અને તે આલાદ ગણબદ્ધ વર્ણસંયોજન, નિયમિત યતિ, વેગ, વિરામ, ચરમ વિસ્તાર, વર્ણમંત્રી, વર્ગમૈત્રી, સજાતીયતા, સ્થાનમૈત્રી, નાદસોંદર્ય વગેરે ઉત્તરોત્તર સુખાનુભૂતિ-રસાનુભૂતિમાં સહાયક બને છે. ભક્તામર સ્તોત્રમાં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy