SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ છે 21 સૂર્યશતક, બાણભટ્ટનું ચંડીશતક, યાજ્ઞવક્યનું સૂર્યાસ્પૃસ્તોત્ર, ઉપમન્યુનું શિવસ્તોત્ર તથા વિષ્ણુષપદી હિંદુ સાહિત્યનાં મહાન સ્તોત્રો છે. ઋગ્વદમાં પ્રથમ મંડળમાં અગ્નિની સ્તુતિ કરવામાં આવી છે. તેમાંના કેટલાક શ્લોક આ પ્રમાણે છે : अग्निमीडे पुरोहितं । यज्ञस्य देवमृत्विजं । होतारं रत्नघाततम् । अग्निः पूर्वेभिर्ऋषिरीयो नूतनैरूत्त । से देवां एह वक्षति ।। अग्निना रथिं मे श्रवत् पोषमेव दिवे दिवे । यशसं वीरवत्तमम् ।। १-२-३ નવ મંત્રોના આ સૂક્તમાં યજ્ઞ, પુરોહિત, દીપ્તિમાન દેવોને બોલાવનાર, ઋત્વિક અને રત્નાધારી અગ્નિની હું સ્તુતિ કરું છું. પ્રાચીન ઋષિઓએ જેની સ્તુતિ કરી છે. આધુનિક ઋષિગણ જેની સ્તુતિ કરે છે, તે અગ્નિદેવને આ યજ્ઞમાં બોલાવીએ. અગ્નિના અનુગ્રહથી યજમાનને ધન મળે છે અને તે ધન અનુદિન વધે છે તથા કીર્તિકર થાય છે. કવિ બાણભટ્ટ ચંડીશતકમાં ચંડીદેવીની સ્તુતિ કરી છે. તેમાં તેમણે શિવ, સૂર્ય, ઇન્દ્ર, ચન્દ્ર, વાયુ, કુબેર વગેરે દેવોથી ચંડીદેવીને શ્રેષ્ઠ અભિવ્યક્ત કરી છે. યથા : विद्राणे रुद्रवृन्दे सवितरि ताले वज्रिणि ध्वस्तवज्रे, जाताशके शशाङ्क विरमति मरुति व्यक्तवैरे कुबेरे । वैकुण्ठे कुष्ठितास्ने महिषमतिरूपं पौरुषोपघ्ननिघ्नं, निर्विघ्नं निघ्नती वः शमयतु दुरितं भूरिभावा भवानी ।।१६६ || તેવી જ રીતે કવિ મયૂર ભટ્ટે સૂર્યશતકમાં સૂર્યદેવનું સ્તોત્ર રચ્યું છે. તેમાં તેમણે શિવ, વિષ્ણુ, બ્રહ્મા વગેરે દેવોથી સૂર્યદેવને મહાન અને મહત્ત્વશાળી તરીકે બિરદાવ્યા છે અને તેમના મહિમાને વર્ણવ્યો છે. યથા शीर्णघ्राणाध्रिपाणीन् व्रणिभिरपधनैर्घघराव्यक्तघोषान् दीर्घाघ्रातावनघोघैः पुनरपि घटयत्येक उल्लाघयन् यः । धर्माशोस्तस्य वोऽन्तद्विगुणघनघृणानिघ्ननिर्विघ्नवृत्ते, दत्तार्धाः सिद्धसङधैर्विदधतु घृणय: शीघ्रमङघोविघातम् ||१६|| પુષ્પદંતકૃત મહિમ્ન સ્તોત્રમાં ભગવાનને જુદાં જુદાં વિશેષણોથી વર્ણવવામાં આવ્યા છે. યથા : त्रयी सांख्यं योगः पशुपतिमतं वैष्णवमिति, प्रभिन्ने प्रस्थाने परमिदमदः पथ्यमिति च । रुचीनां वैचित्र्यादजुकुटिलनानापथजुषां, नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव ।।
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy