________________
22 || ભક્તામર તુલ્યું નમઃ | - કાલિદાસનો સ્તોત્ર સાહિત્યમાં અમૂલ્ય ફાળો રહેલો છે. તેમણે રઘુવંશ, કુમારસંભવ. મેઘદૂત, શાકુંતલ ઇત્યાદિની રચના કરેલ છે. “કુમારસંભવમાં તેમણે ઉમા-પાર્વતીના રૂપવર્ણનની છટા વર્ણવતાં તેના ચરણો પૃથ્વી ઉપર સ્થળકમળની શોભાને ધારણ કરતા હતા તેવું અતિ સુંદર વર્ણન કરેલું છે.
अभ्युन्नताङगुष्ठनख प्रभाभिर्निक्षेपणाद्रागभिवोदगिरन्तो ।
आजह्रतुस्तच्चरणौ पृथिव्यां स्थलारविन्दश्रियमव्यवस्थाम् ।। સામવેદમાં ઘણાબધા શ્લોકો ગાયત્રી મંત્ર પરથી રચાયા છે. માનવીના જીવનમાં કોઈ પણ પ્રકારનું દુઃખ, વિપ્ન, સંકટ આવે જ છે. એનું નિવારણ કરવાનું દરેક જણ ઇચ્છે છે. આવા કષ્ટના નિવારણ માટે આપણા આર્ષદ્રષ્ટા ઋષિમુનિઓ અને શાસ્ત્રકારો મહાત્માઓએ મંત્રરૂપી ઉપાય બતાવ્યો છે, અને આવો જ એક લોકપ્રિય મંત્ર છે ગાયત્રી મંત્ર.
ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं । भर्गो देवस्य धीमहि । धियो योनः प्रचोदयात् ।। હિંદુ ધર્મશાસ્ત્રમાં ગાયત્રી મંત્રનું એક અનોખું સ્થાન છે. તેના ઉપાસકો પાસેથી તેના ચમત્કારની વાતો સાંભળવા મળે છે. આજના યુગમાં પણ તેની મહત્તા અપાર છે. તેથી જ લોકોની શ્રદ્ધા તેના પ્રત્યે વધેલી જોવા મળે છે. પ્રાચીનથી આજના વૈજ્ઞાનિક યુગ સુધી તેનો મહિમા પ્રસરેલો છે. પ્રાચીન ઋષિમુનિઓ, તપસ્વીઓ, ગુરુઓ અને અન્ય લોકો પણ એનો જાપ કરતા હતા અને આજે પણ કરે છે. વિદ્વાનોએ આ મંત્રના મહિમાનું ગાન કર્યું છે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આ મંત્ર વિશે કહેલું કે, ગાયત્રી મંત્રનો જાપ જો શુદ્ધ ચિત્તે નિરંતર કરવામાં આવે તો જાપ કરનાર રોગગ્રસ્ત જ થતો નથી, તેનું કષ્ટ પણ દૂર થાય છે.
રવીન્દ્રનાથ ટાગોરે તો ત્યાં સુધી કહ્યું છે કે, ગાયત્રી મંત્રથી તો મેં સર્વ કંઈ પ્રાપ્ત કરી લીધું છે કે જેની ઉપલબ્ધિની મને આશા નહોતી. આ અંગે મારા આંતરિક ચક્ષુ ખોલીને મને શ્રેષ્ઠ બુદ્ધિ પ્રદાન કરી સદ્ધાર્ગ બતાવ્યો છે.
આપણા સ્વતંત્ર ભારત દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું છે કે ગાયત્રી મંત્ર એ મનુષ્યને નવજીવન પ્રદાન કરનારી એક પ્રાર્થના છે.
આ વિદ્વાનોના મંતવ્યો પરથી કહી શકાય કે ગાયત્રી મંત્રનો મહિમા સૌ કોઈએ ગાયો છે. આ મંત્રના પ્રભાવથી માનવીની શારીરિક તેમજ આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને તે દ્વારા માનવીની મનોવાંછના પરિપૂર્ણ થાય છે. આ મંત્ર દિવ્યશક્તિને સંબોધિત પ્રાર્થના છે. જેના બળ પર સૂર્ય પ્રકાશ આપે છે અને તે ત્રણે લોકમાં વિસ્તરેલ છે. ગાયત્રી મંત્રનો મુખ્ય ઉદ્દેશ બુદ્ધિને નિર્મળ અને તેજસ્વી બનાવવાનો છે. ગાયત્રી મંત્ર જ એકમાત્ર જાપ છે જેમાં સ્તુતિ, ધ્યાન અને વંદના આ ત્રણેયનો સમન્વય છે. આથી એને ત્રણ વિભાગોમાં વિભાજિત કરી શકાય તેમ છે.
(૧) ૐ ભૂર્ભુવ: