SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ 20 / ભક્તામર તુલ્યુ નમઃ પ્રારંભના ભીખ દ્વારા કૃષ્ણની સ્તુતિ. આમ વિવિધ કાવ્યકારોએ સ્તુતિસ્તોત્રના વૃક્ષને વટવૃક્ષ બનાવ્યું છે. બ્રહ્મપુરાણ, વિષ્ણુપુરાણ, પદ્મપુરાણ, માર્કન્ડેયપુરાણ, હરિવંશપુરાણ, સ્કન્દપુરાણ, વિષ્ણુધર્મોત્તરપુરાણ આદિ પુરાણોએ લોકપ્રિય અને ભજ્યાત્મક ધર્મના પ્રચારના કાર્યમાં ફાળો આપ્યો છે. તેની સાથે સાથે તાંત્રિક સાહિત્ય જેવા કે પ્રપંચસાર વારાહી, ભૈરવ. શારદાતિલક, નીલતંત્ર, તંત્રસાર, આદિ સાહિત્યએ પણ ફાળો આપ્યો છે. આની સાથે ગ્રહો-નક્ષત્રોના પ્રભાવની માન્યતાને કારણે અનેક સ્તુતિ-સ્તોત્રનો ઉદ્ભવ થયો. વર્મના ઉદાહરણ રૂપે ભાગવત પુરાણના છઠ્ઠા સ્કંધના આઠમા અધ્યાયગત નારાયણ વર્મનો, કવચના દૃષ્ટાંત તરીકે બૃહદ સ્તોત્ર મુક્તાહારમાં સમાવિષ્ટ થયેલા શિવ-કવચ, સૂર્યકવચ, ગણેશ કવચનો ઉલ્લેખ થઈ શકે તેમ છે. આની જેમ જ બૃહદ સ્તોત્ર મુક્તાહારના શિવ-રક્ષા, બાલરક્ષા, વિષ્ણુપંજર, વજપંજર, વૈલોક્યવિજય, દુર્ગાપદુદ્ધર મહામૃત્યુંજય, ગ્રહશાંતિ એ સર્વ પણ વેદને માનનારા હિંદુધર્મીઓના સ્તોત્ર-સાહિત્યનો એક ભાગ છે. આ સાહિત્યનો આવો વિશાળ અને વિપુલ ભંડાર અને તેની સાર્વજનિકતાનો ખ્યાલ આ ઉપરથી આવી જાય છે. તદૂઉપરાંત બૃહત્ સ્તોત્ર-૨નાકર, બૃહદ્ સ્તોત્ર-મુક્તાહાર, બૃહસ્તવ-કવચ માલામાં અનેક સ્તોત્રો છે. સૃષ્ટિનું સર્જન કરનારા તરીકે જેને માનવામાં આવે છે તે બ્રહ્માને ઉદ્દેશીને વિશેષ સ્તોત્રો રચાયાં હોય તેમ જણાતું નથી. દક્ષિણ ભારતમાં જેને ધુડિરાજ તરીકે ઓળખવામાં આવે છે તે ગણપતિ વિશે અનેક સ્તોત્રો રચાયાં છે. આમાં ગણપતિને વિનાયક, કપિલ, શેષપુત્ર, પાર્શ્વપુત્ર, જ્યેષ્ઠ, ચિંતામણિ, મયૂરેશ, સિદ્ધદાતા, વિધ્વરાજ, વિઘ્નહર્તા આદિ અનેક ઉપનામોથી સંબોધવામાં આવેલ છે. શિવશક્તિ અને વિષ્ણુને ઉદ્દેશીને પણ સ્તોત્રો રચાયાં છે. શિવને મહેશ, શંકર મહાદેવ, નિલકંઠ, વીરેશ્વર, પશુપતિ તરીકે પણ ઓળખાવેલ છે. શંકરાચાર્ય, રાવણ, વ્યાસે પણ મહાદેવશિવનાં સ્તોત્રો રચ્યાં છે. | વિષ્ણુ સંબંધી અનેક સ્તોત્રો રચાયાં છે. વિષ્ણુને બ્રહ્મણ્યદેવ, પુરુષ, અય્યત, નારાયણ, હરિ, ગોવિંદ, ત્રિવિક્રમ, જગન્નાથ, પાંડુરંગ આદિ નામોથી સ્તુતિ કરવામાં આવી છે. વિષ્ણુના દશ અવતાર સંબંધી જુદાં જુદાં સ્તોત્રો રચાયાં છે. શક્તિનાં દેવી સંબંધી અનેક સ્તોત્રો રચાયાં છે. આ દેવીનાં અનેક નામો આ સ્તોત્રોમાં જોવા મળે છે. આ શક્તિ વિશ્વજનની છે અને એના સોળ નામ સૂચવવામાં આવ્યાં છે. અનેક દેવ-દેવીઓનાં સ્તોત્ર ઉપરાંત ગંગા, યમુના, ગોદાવરી, નર્મદા જેવી પવિત્ર નદીઓનાં તેમજ દેવતારૂપ ગણાતી વ્યક્તિઓનાં પણ સ્તોત્રો રચાયાં છે. ગંગાષ્ટક, અન્નપૂર્ણા સ્તોત્ર, વેદસાર, શિવસ્તવ, ચર્પટપંજરિકા, આનંદલહરી અને કાશીપંચક - એ છ શંકરાચાર્યની કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. પુષ્પદંતનું શિવમહિમ્ન સ્તોત્ર, કુલશેખરની મુકુંદમાલા, આનંદવર્ધનનું દેવીશતક, મયૂર ભટ્ટનું
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy