SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્યસંખ્યાની સમસ્યા × 379 આવશ્યકનિર્યુક્તિકાર, વસુદેવચરિતકાર, આવશ્યકચૂર્ણિકાર વગેરેના માટે એટલાં જ પ્રતિહાર્યો જરૂરી હતાં જેટલાંનું તેમણે વર્ણન કર્યું તેવી જ રીતે શ્રી માનતુંગસૂરિને ચાર જ પ્રતિહાર્યો જરૂરી લાગ્યા. શ્રી હીરાલાલ કાપડિયા સ્તોત્રના પદ્ય પ્રમાણ વિશે જણાવે છે કે “ભક્તામર સ્તોત્રનાં પદ્યોની સંખ્યા ૪૪ની હોવી જોઈએ. એ વાત એની પાદપૂર્તિરૂપ જે કાવ્યો અત્યારે ઉપલબ્ધ થાય છે તે જોતાં પણ તરી આવે છે. ૪૮ પઘોના સમસ્યારૂપ અને પ્રશસ્તિરૂપ એક એક મળીને ૪૯ પદ્યોરૂપ પ્રાણપ્રિય કાવ્ય છે. એમ જો દિગમ્બરો સૂચવવા તૈયાર થતાં હોય તો તેમણે એ ભૂલવું ન જોઈએ કે આમાંના ૩૨થી ૩૫મા સુધીનાં પદ્યો સિવાયનાં બાકીનાં પઘવાળું કાવ્ય શ્વેતામ્બરીય હોવાનું સૂચવે છે. આથી વિવાદાગ્રસ્ત કાવ્યનો ઉપયોગ કરવો તે અસ્થાને છે. વળી ભક્તામર અને કલ્યાણમંદિર એ બે સ્તોત્રોમાંથી કોઈ એકમાં બીજાના અનુકરણની છાયા છે એ વાત પણ ભક્તામરની સંખ્યાનાં નિર્ણયની દિશામાં પ્રકાશ પાડે છે. આ ઉ૫૨થી હું તો એમ માનવા તૈયાર થાઉં છું કે ભક્તામર સ્તોત્ર ૪૪ પઘોનું છે અને એ સ્થિતિ શ્રી ગુણાકરસૂરિના સમયમાં પણ હતી. એના સમયમાં જો ચાર અધિક પદ્યો હોવાની કિંવદન્તી હોત તો તેઓ તે ચાર પઘોનો જરૂ૨ નિર્દેશ કરત.'' ,,૨૪ ભક્તામર સ્તોત્ર પર જે ટીકાઓ રચાઈ છે તે ૪૪ પઘો પર જ રચાયેલી છે. જો આ સ્તોત્ર ૪૮ ૫દ્યોનું હોત તો તેઓ ૪૮ પઘોની જ ટીકા રચત. તેમાંથી અમુક પાઠ કાઢી નાખવાનું કારણ શું હોય ? અને માની લઈએ કે આ ટીકાઓની રચના પહેલાં ઉપર્યુક્ત ચાર પઘોને છોડી દેવામાં આવ્યાં હતા. તો તેઓ તેની એક અપવાદ તરીકે પણ અવશ્ય નોંધ કરી હોત. તાત્પર્ય કે તેમની સામે પરંપરાગત ૪૪ પઘોનું જ સ્તોત્ર હતું. અને તે સ્તોત્ર ૫૨ જ તેમણે ટીકાઓ રચેલી છે. વળી ભક્તામર સ્તોત્ર ઉપર જે સંખ્યાબંધ પાદપૂર્તિઓ રચાઈ છે તે અમુક અપવાદ સિવાય ૪૪ પઘોનાં ચતુર્થ ચરણો લઈને જ રચાયેલી છે. આ વસ્તુ પણ તેનો મૂળ પાઠ ૪૪ પદ્યોનો હોવાનું સૂચન કરે છે. શ્રી રુદ્રદેવ ત્રિપાઠી ‘ભક્તામર રહસ્ય'ની પ્રસ્તાવનામાં ભક્તામરની પઘસંખ્યા વિશે લખતાં જણાવે છે કે “તે અંગે એક નાનો સરખો લેખ આગમોદ્ધારક આચાર્ય શ્રી સાગરાનંદસૂરિજીએ પણ લખ્યો છે અને તેમાં ૪૪ પદ્યો હોવાની જ પુષ્ટિ કરી છે.’૨૫ સાગરાનંદસૂરિજીએ પ્રશ્નોત્તરીના રૂપમાં ચર્ચા કરી છે જે આ પ્રમાણે છે : પ્રશ્ન ૭૩૮ : ભક્તામર સ્તોત્રમાં ૪૮ કાવ્ય હોવાનું થોડા લોકો કહે છે જ્યારે થોડાક કહે છે કે મૂળ ભક્તામરમાં ૪૪ કાવ્યો છે. તો આ બંનેમાંથી કયું માનવું ? સમાધાન : ભક્તામર સ્તોત્રથી કલ્યાણમંદિર સ્તોત્ર પ્રાચીન છે આ વાત સર્વમાન્ય છે. કલ્યાણમંદિરમાં કાવ્ય ૪૪ છે. એમાં કોઈનો મતભેદ નથી. ત્યારે કલ્યાણમંદિરના અનુકરણથી પાછળથી રચવામાં આવેલા ભક્તામર સ્તોત્રમાં પણ ૪૪ કાવ્ય હોય એ વધારે સંભવિત છે. જે
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy