SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ 378 . || ભક્તામર તુલ્યું નમઃ | (૧) આસન (૨) છત્રાધિછત્ર (૩) ચામર (૪) ભામંડળ (૫) કલ્પદ્રુમ (૬) દુભિઘોષ (૭) પુષ્પવૃષ્ટિ (૮) દિવ્યધ્વનિ. ત્યાર પછી લગભગ ઈ. સ. ૫૫૦માં રચાયેલ તિલોયપણતિમાં (૧) અશોકવૃક્ષ (૨) છત્રત્રય (૩) સિંહાસન (૪) ગણ (૫) દુન્દુભિ (૬) પુષ્પવૃષ્ટિ (૭) ભામંડળ અને (૮) ચામર. લગભગ ઈ. સ. ૬૦૦માં દિગમ્બરાચાર્ય મહાન કવિ શ્રી સ્વામી સમન્તભદ્ર કૃત સ્તુતિવિદ્યામાં (૧) ભામંડળ (૨) આસન (૩) અશોકવૃક્ષ (૪) દિવ્ય ધ્વનિ (૫) સુમનવર્ષા (૬) છત્ર (૭) ચામર અને (૮) દુભિ . તેવી જ રીતે દેવકૃત દશ્યમાન અતિશયો પણ જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા ક્રમમાં જોવા મળે છે. જેમકે લગભગ ઈ. સ. ૩૫૩ કે ૩૬૬માં સંકલિત થયેલ સમવાયાંગ સૂત્રમાં (૧) ચક્ર (૨) ઇન્દ્રધ્વજ (૩) છત્ર (૪) શ્વેત ચામર (૫) અશોકવૃક્ષ (૬) સંપાદપીઠ સિંહાસન. આવશ્યક નિર્યુક્તિ જે લગભગ ઈ. સ. પરપમાં રચાયેલ છે તેમ (૧) ચૈત્યવ્રુમ (૨) આસન (૩) ચામર (૪) છત્ર. - શ્રી સંઘદાસ ગણિ વિરચિત વસુદેવચરિત (લગભગ ઈ. સ. ૫૫૦) (૧) રક્તાશોક (૨) સંપાદપીઠ સિંહાસન (૩) છત્રાધિછત્ર (૪) ચામર. લગભગ ઈ. સ. ૬૦૦થી ૬૫૦માં રચાયેલ ‘આવશ્યકચૂર્ણિમાં આ ક્રમ આ પ્રમાણે છે : (૧) અશોકવૃક્ષ (૨) પાદપીઠ સિંહાસન (૩) ચામર અને (૪) છત્રાધિછત્ર. આ ગ્રંથોમાં પ્રતિહાર્યોના જુદા જુદા ક્રમ જોતાં એ સ્પષ્ટ થાય છે કે ત્યાં ક્રમથી તો કોઈ સંબંધ છે જ નહીં. એક જ શ્લોકમાં અષ્ટ મહાપ્રતિહાર્યોને જણાવવાવાળા સ્તોત્રોમાં તો કર્તાને છંદમાં માત્રામેળનો ખ્યાલ રાખવો પડે છે અને પદ્ય શૈલીમાં લખવાવાળાને પ્રતિહાર્યોની શરૂઆત કયા ક્રમમાં કરવી વધારે સુવિધાજનક જણાય છે એ હિસાબે એ પ્રતિહાર્યોને દર્શાવે છે. તીર્થકર ભગવાનને જ્યારે કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે ત્યારે દેશના આપવા માટે દેવો સમવસરણની રચના કરે છે. તેમાં સૌથી પ્રથમ વ્યંતર દેવો દ્વારા અશોકવૃક્ષનું સર્જન થાય છે. ત્યાર બાદ સિંહાસન, યયુગ્મ દ્વારા ધારણ કરેલા ચામર અને પછી છત્ર પ્રગટ થાય છે. તીર્થકર જ્યારે સિંહાસન પર આસન ગ્રહણ કરે છે કે તરત જ ભામંડળની રચના થઈ જાય છે. દુભિનાદ અને પુષ્પવૃષ્ટિનો આરંભ પણ થઈ જાય છે અને દિવ્ય ધ્વનિ પણ સંભળાય છે. શ્રી માનતુંગસૂરિએ પણ ભક્તામર સ્તોત્રમાં જે વર્ણન કર્યું છે તેમાં સૌપ્રથમ અશોકવૃક્ષ, સિંહાસન, ચામર અને પછી છત્રત્રય લીધાં છે, જે સ્વાભાવિક ક્રમમાં જ છે. આના સિવાયના ચાર અતિરિક્ત પ્રતિહાર્યો દુન્દુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દિવ્યધ્વનિ કવિની કલ્પનામાં ન હતાં, જે એમની કલ્પનામાં હતાં તેમનું વર્ણન તેઓએ કર્યું પરંતુ જે તેમની કલ્પનામાં નહોતાં તેમનું વર્ણન ન કર્યું. જેવી રીતે
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy