SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ 380 ભક્તામર તુલ્યુ નમઃ | લોકો ૪૮ કાવ્ય માનતા હોય તો પણ ૨૮માં અશોકવૃક્ષ, ર૯માં સિંહાસન, ૩૦માં ચામર તથા ૩૧માં છત્ર માનીને ૩૨માં કમળોનું સ્થાપિત હોવું માને છે. અર્થાત્ જો આમને પ્રતિહાર્યો લેવા જ હોત તો ૨૮માં કાવ્યમાં અશોકવૃક્ષનું વર્ણન કરી દીધા પછી સુરપુષ્પવૃષ્ટિ અને દિવ્યધ્વનિ નામનાં પ્રતિહાર્યોનું વર્ણન કરવાનું છોડી ન દેત. ચામરનું વર્ણન કર્યા પછી ભામંડળ અને દંદુભિના પ્રતિહાર્યના રૂપમાં છે એનું વર્ણન ન કરત, એટલું જ નહીં, દેશના દેવા માટે પધારતા સમયે શ્રી જિનેશ્વરદેવના ચરણકમળની નીચે દેવતા જે પદ્મોની સ્થાપના કરે છે એનું વર્ણન તે પ્રતિહાર્ય ન હોવાથી પ્રતિહાર્યના વિભાગમાં ન કરત કારણ કે પ્રતિહાર્યની સંખ્યા તથા ક્રમ આ પ્રકારે છે : अशोकवृक्षः सुरपुष्पवृष्टि - दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुन्दुभिरातपत्रं, सत्यप्रतिहार्याणि जिनेश्वराणाम् ।। આનાથી સ્પષ્ટ રીતે સમજમાં આવી જાય કે ભક્તામરમાં કરવામાં આવેલું વર્ણન કેવળ પ્રતિહાર્યોનું જ નથી તેમણે એવા પ્રતિહાર્યનું વર્ણન કરવાનું બન્યું હતું અને એવા ચાર પ્રતિહાર્યોનું વર્ણન જ ઉપલબ્ધ સ્તોત્રમાં જણાય છે. એટલા માટે રહી જતાં ચાર પ્રતિહાર્યોના વર્ણનવાળાં કાવ્ય લુપ્ત છે કે કોઈએ છુપાવી દીધાં છે એવું માનવું અસંગત છે. પ્રથમ તો આઠના વર્ણનમાંથી ચાર જ રહ્યાં અને શેષનું વર્ણન લુપ્ત થઈ ગયું કે છુપાવી દીધું હતું એવું માનવું વિચક્ષણોને સ્વીકાર્ય હોઈ શકે એવું નથી. એટલા માટે કે શ્રીમાનતુંગસૂરિજીએ ચાર પ્રતિહાર્યો અને કમળસ્થાપનાનું વર્ણન ધર્મોપદેશની જગતુના જીવોની સ્પૃહા કરવા યોગ્ય સમૃદ્ધિની સત્તા દર્શાવવા માટે કર્યું છે અને એટલા માટે ૨૮મા કાવ્યમાં તે અશોકાદિનું વર્ણન કર્યા પછી ઉપસંહારમાં રુલ્થ વથા તવ વિભૂતિઃ' એવું કહીને પ્રતિહાર્યો એવું સૂર્યપ્રભાના અંતરનો વિષય લેવાથી પ્રભા અર્થાત્ કાંતિમાન વસ્તુઓની કાંતિની અતિશયતાનું વર્ણનથી પૂર્ણ કરવામાં આવ્યું છે એવું સ્પષ્ટ રૂપથી જણાવે છે. સુરપુષ્પવૃષ્ટિ વગેરે પ્રભા અર્થાત્ કાંતિના અતિશયવાળી વસ્તુ (નારૂપમાં) ન ગણાવે તે સ્પષ્ટ જ છે. ભામંડળમાં રહેલી કાંતિ સંસારમાં વિભૂતિરૂપ માનવામાં આવતા પદાર્થોમાંથી મળતી ન હોવાથી અથવા શ્રી જિનેશ્વર મહારાજના શરીરના તેજનું તેમાં પ્રતિબિંબિત થવાથી તે ભામંડળની સ્વયં વિભૂતિરૂ૫માં માનવાવાળા કાંતિમાન (પ્રતિહાર્યો)માં ગણના ન કરીને અશોકાદિ કાંતિમાનોની ગણના કરી હોય એવું ૨૮મા કાવ્યથી પણ સ્પષ્ટ થાય છે. અર્થાત્ ભક્તામર સ્તોત્રનાં ૪૪ કાવ્ય અસલથી છે. એવું માનવું શ્રેયકર છે. આ સિવાય વિભૂતિના વર્ણનમાં ઉપસંહારવાળા કાવ્યમાં જો આઠ પ્રતિહાર્યોનું વર્ણન હોત તો પ્રતિહાર્યોના રૂપમાં જ એનો ઉપસંહાર હોવો જોઈએ. અને એટલે જ જો “સત્વતિદા નિવયસ્તવયારિત' એવું કાંઈક આદ્ય પદ્યવાળું કાવ્ય હોત જે નથી એટલા માટે પણ થોડા જ પ્રતિહાયરૂપ વિભૂતિના વર્ણનવાળા કાવ્યોથી યુક્ત ચાલીસ કાવ્યો જ ભક્તામર સ્તોત્રમાં હોત એવું માનવું યુક્તિસંગત છે.૨૬ આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજીએ ઉપરોક્ત પ્રશ્નનો જવાબ પણ આપ્યો છે. પરંતુ તેમાં મોટા ભાગનાં તો સર્વસંમત જોવા મળતાં નથી. કલ્યાણમંદિર સ્તોત્ર ભક્તામર સ્તોત્રથી પ્રાચીન
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy