SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તોત્રસાહિત્યની વિરાટ સૃષ્ટિ 19. ઋગ્વદમાં ૧૦૧૭ અને તેમાં પાછળથી ઉમેરાયેલાં ૧૧ મળી ૧૦૨૮ સ્તોત્રો છે જેમાં ૧૦૬૦૦ શ્લોકો છે. આ દરેક સ્તોત્ર દશથી વધારે શ્લોકોનાં બનેલાં છે. નાનામાં નાનો શ્લોક એક કડીનો છે. જ્યારે મોટામાં મોટો શ્લોક અઠ્ઠાવન કડીનો છે. જો સંહિતાનું અસલ લખાણ સીધા અક્ષરો, પદ્યમાં છાપવામાં આવે તો ૩૩ લીટીના એક એવા ૬૦૦ પાનાં ભરાઈ શકે. ઋગ્વદ બે ભાગમાં વહેંચાયેલું છે. એક જેને અષ્ટક કહેવાય. તેમાં દરેકમાં આઠ-આઠ અધ્યાય હોય છે. જેમાં ૫ થી ૬ શ્લોકનો વર્ગસમૂહ હોય છે. બીજા વિભાગને “સૂક્તાઓ, ઋચાઓ, સ્તોત્ર કહેવાય. તે દસ મંડલ' કહેવાતા ગ્રંથોમાં સમાય છે. અથર્વવેદની રચના ઋગ્વદ પછી થઈ હશે તેવું માનવામાં આવે છે. અથર્વવેદમાં ૨૦ કાંડ છે. તેમાં ૭૩૧ સ્તોત્ર છે. આ સ્તોત્રમાં એક શ્લોકથી માંડીને આઠથી નવ શ્લોકો હોય છે. કુલ શ્લોકોની સંખ્યા ૫૦૩૮ની છે. સામવેદમાં ૧૫૪૯ શ્લોકો છે. તેમાંથી ઘણા શ્લોકો ઋગ્વદમાંથી લેવામાં આવ્યા છે અને લગભગ ૭૫ જેટલા શ્લોકો ગાયત્રી મંત્ર પરથી રચવામાં આવ્યા છે. યજુર્વેદ એ પ્રાર્થનાગ્રંથ છે. જેમાં અડધી ઋચાઓ મૌલિક છે અને અડધી ચાઓ ઋગ્વદમાંથી લેવામાં આવી છે. આમાં મોટાભાગની પુરુષ સૂક્તાઓ છે. યજુર્વેદની ભાષા-ગદ્યપ્રકારના મંત્રો અને મૌલિક શ્લોકો ઋગ્વદ જેવાં જ છે પણ તે પછીથી રજૂ થયેલા છે. ચારે વેદોમાં વિવિધ સ્તોત્રો રચાયેલા છે. ઋગ્યેદ સંહિતાના પ્રથમ અષ્ટકના પ્રારંભિક અનુવાકમાં આરંભની નવ ઋચાઓમાં અગ્નિ-દેવની સ્તુતિ, બીજા તથા ત્રીજા અનુવાકમાં ઇન્દ્રની સ્તુતિ, પાંચમા અનુવાકમાં સ્તોત્ર ઉત્પત્તિ અને વર્ણન, નવમા અનુવાકમાં ઉષાની અને સૂર્યની સ્તુતિ તથા દશમાં અનુવાકમાં વરુણ દેવતાની સ્તુતિ એ પ્રમાણે અનેક સ્તુતિ-સ્તોત્રરૂપ ઋચાઓ દષ્ટિગોચર થાય છે. આવું દરેક વેદમાં છે. વેદો ઉપરાંત પણ હિંદુ સ્તોત્રસાહિત્ય ઘણા વિશાળ પાયા પર રચાયેલું છે. બ્રાહ્મણ, ઉપનિષદ, ગૃહ્યસૂત્ર અને શ્રૌતસૂત્રના અભ્યાસથી માલુમ પડે છે કે સ્તુતિના વિષય તરીકે ફક્ત પ્રાકૃતિક દશ્ય જ ન રહેતાં ધીરે ધીરે તેમાં બદલાવ આવ્યો. તેમાં મુશલ, ઉષ્કલ આદિની સ્તુતિ થવા માંડી. ભક્તિ કરવા માટે યથાયોગ્ય સ્થળ મળે તેવી રીતે આ વાતાવરણ બદલાતું ગયું અને તેના પરિણામે રામાયણ અને મહાભારત જેવા ગ્રંથો અસ્તિત્વમાં આવ્યા. તેના પરિણામે આવાં ભક્તિકાવ્યોની જ્વાળા વધુ પ્રજવલિત બની. પુરાણો ભક્તિભાવ પ્રદર્શિત કરવાના સાધન તરીકે વધારે સાનુકૂળ થઈ પડ્યાં અને તેમાંનાં જ કેટલાંક વર્ણનો મહાકાવ્યોની સામગ્રીરૂપ બન્યાં. ઉદાહરણ તરીકે જોઈએ તો મહાકવિ ભારવિના ‘કિરાતાર્જુનીયના અંતિમ સર્ગમાં અર્જુન દ્વારા મહાદેવ સ્તુતિ, કાલિદાસના “રઘુવંશ'ના દશમા સર્ગમાં સોળમા શ્લોકથી અને કુમારસંભવના બીજા સર્ગમાં તેરમા શ્લોકથી દેવો દ્વારા પરમાત્માની સ્તુતિ, માઘના શિશુપાલ વધના ચૌદમા સર્ગના
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy