________________
364 જી / ભક્તામર તુલ્યુ નમઃ | વગેરેની પરંપરા અનુસાર જ ચાલ્યા છે. એટલું જ નહીં, ભક્તામરકારનાં ચાર પ્રતિહાર્યોનાં લક્ષણ પણ શ્વેતામ્બર સંપ્રદાયમાં આપેલા વર્ણનોને મળતાં આવે છે.
ભક્તામર સ્તોત્રકાર શ્રી માનતુંગસૂરિને અષ્ટ મહાપ્રતિહાય અપેક્ષિત હતાં એવું માનીને ચાર પદ્યોની પૂર્તિ કરવાવાળા ઉત્તર મધ્યકાલીન નિગ્રંથ કવિઓમાં કદાચ એતિહાસિક દૃષ્ટિકોણ નહીં હોય. આજના જેવો વિશ્લેષણાત્મક સમીક્ષાત્મક અભિગમ નહીં અપનાવવાથી પોતપોતાની સમજ અને કાવ્યસામર્થ્ય અનુસાર ચાર અતિરિક્ત શ્લોકો બનાવી દેવાના ઉદ્દેશથી તેઓએ ઓછામાં ઓછા ચાર કે પાંચ જુદા જુદા ચાર શ્લોકોવાળા ગુચ્છકો એકબીજાથી સ્વતંત્ર અને એકબીજાથી અજાણ રહીને જુદા જુદા દેશકાળમાં રચવાના પ્રયત્નો થયા હશે. જો ભક્તામર સ્તોત્રમાં ચાર પ્રતિહાર્યો ઓછા છે, એવું માનવામાં આવે તો પછી આવશ્યક નિર્યુક્તિ, આવશ્યક ચૂર્ણિ, વિશેષાવશ્યક ભાષ્ય, વાસુદેવચરિત અને ચઉપૂનમહાપુરિસચરિયમાં પણ પ્રતિહાર્યોની સંખ્યા ઓછી છે એમ માનીને ત્યાં પણ બાકી રહેલા પ્રતિહાર્યો સંબંધિત શ્લોકો રચીને તેને મૂળ સ્તોત્રની સંરચના અનુસાર એકાદ આર્યા, ગાથા, ગુચ્છક કે દંડક બનાવીને તેમાં સમાવિષ્ટ કરી દેવા જોઈએ અને આ જ સિદ્ધાંતને લઈને બધી જ પ્રાચીન જિન પ્રતિમાઓ જેમાં બધાં જ આઠેઆઠ પ્રતિહાર્યોનો સમાવેશ થયો નથી, ત્યાં શિલ્પીને બેસાડીને બાકી રહેતાં પ્રતિહાર્યો કંડારાવી લેવાં જોઈએ. તાત્પર્ય કે ભક્તામરકારના મૂળમાં અષ્ટ પ્રતિહાર્યો અને તેની સાથે ૪૮ શ્લોકો અભિપ્રેત હતાં એવા કોઈ પુરાવાઓ મળતા નથી અને જે પુરાવાઓ મળે છે તે બધા જ આનાથી વિપરીત જ મળે છે.
મૂળ ૪૪ શ્લોકીય ભક્તામર સ્તોત્રમાં અતિરિક્ત ચાર પદ્યો સમાવિષ્ટ કરવાના સંદર્ભમાં શ્રી મધુસૂદન ઢાંકી અને શ્રી જિતેન્દ્ર શાહ જણાવે છે કે, “જન્મીરતારથી શરૂ થવાવાળા ચાર પદ્ય જેની બેશક રીતે પાછળની થોડી સદીઓથી દિગમ્બર સંપ્રદાયમાં માન્યતા રહી છે. ક્ષેપક હોવાથી મૂળ સ્તોત્રના પાઠમાં જો ન રાખવામાં આવે તો તે બિલકુલ જ સુસંગત છે એની અનુપસ્થિતિમાં ન તો સ્તોત્રમાં કોઈ અપૂર્ણતા રહી જાય છે, ન એમાં આવી છે સદોષતા' કે વિકૃતિ પરંતુ ચાર પદ્યોને ઘુસાડી દેવાની પ્રક્રિયાને જ જબરદસ્તી અને બેમતલબનો પ્રયત્ન માનવામાં આવશે. ઉત્તર મધ્યકાળવાળાઓ એ આવા પ્રયત્નોને મંજૂર રાખતાં મૂળકારની સાથે ખરેખર અન્યાય જ થશે.”
ભક્તામર સ્તોત્રના મૂળ ૪૪ શ્લોકમાં અતિરિક્ત ચાર શ્લોકો જોડી દેવામાં આવે તો શ્રી માનતુંગસૂરિ સાથે અન્યાય થયો ગણાશે. આથી આ ચાર શ્લોકવાળું ગુચ્છક જે ૩૨-૩૩-૩૪૩૫માં શ્લોકના રૂપમાં દિગમ્બર સંપ્રદાયના પાઠમાં સમાવિષ્ટ થયેલું અને પ્રચલિત છે તે મૂળ સ્તોત્રમાં સમાવિષ્ટ થવું જોઈએ નહીં એવું તેમનું માનવું છે.
ભક્તામર સ્તોત્રની શ્લોકસંખ્યા સંબંધિત શ્રી કટારિયાજીનું મંતવ્ય આ પ્રમાણે રહ્યું છે કે, શ્વેતામ્બર સંપ્રદાય ભક્તામરના ૩૨થી ૩૫ સુધીના ચાર શ્લોકોને નથી માનતા, કુલ ૪૪ શ્લોક જ માને છે. આમાંથી ચાર પ્રતિહાર્યોનું વર્ણન રહી જાય છે. જ્યારે કે શ્વેતામ્બર સંપ્રદાય પણ પૂરા આઠ પ્રતિહાર્યને માને છે. કલ્યાણ મંદિર સ્તોત્રમાં પણ ભક્તામરની જેમ જ આઠ પ્રતિહાર્યોનું