________________
પદ્યસંખ્યાની સમસ્યા છે 365 વર્ણન છે અને એને શ્વેતામ્બર સંપ્રદાય પણ અવિકળ રૂપથી માને છે તો પછી ભક્તામર સ્તોત્ર ઉક્ત ચાર શ્લોકોને શ્વેતામ્બર સંપ્રદાય શા માટે નથી માનતો ? કદાચ એમ કહેવામાં આવે છે કે કલ્યાણ મંદિરમાં ૪૪ શ્લોક છે. એટલે ભક્તામરમાં પણ ૪૪ જ હોવા જોઈએ. જો આવું કહેવામાં આવતું હોય તો તે અજુગતું છે. આવો તર્ક કરવાવાળાઓ જોઈએ તો જેવી રીતે કલ્યાણ મંદિરમાં આઠ પ્રતિહાર્યોનું વર્ણન છે. તેવી જ રીતે ભક્તામરમાં પણ આઠ પ્રતિહાર્યોના વર્ણનવાળા બધા શ્લોકોને માને, વ્યર્થ શ્લોકસંખ્યાની સામ્યતામાં પડીને ચાર પ્રતિહાર્યોને ન છોડી દે.
સ્થાનકવાસી કવિવર મુનિ અમરચંદજીએ પૂરા ૪૮ શ્લોક માનીને જ ભક્તામરનો હિન્દી પદ્યાનુવાદ કર્યો છે. બીજા પણ શ્વેતામ્બર વિદ્વાનોએ આનું અનુકરણ કરવું જોઈએ.”
શ્રી કટારિયાજીથી પહેલાં શ્રી અજિતકુમાર જૈન શાસ્ત્રીએ પણ થોડાઘણા અંશે આવું જ મંતવ્ય રજૂ કર્યું છે કે “એટલું જરૂર છે કે ભક્તામર સ્તોત્રને ૪૪ શ્લોકવાળું માની લેવાથી ભક્તામર સ્તોત્ર અધૂરું અવશ્ય રહી જાય છે. કારણ કે તીર્થકરોના પ્રતિહાર્યો દિગમ્બર સંપ્રદાયમાં જે રીતે માનવામાં આવ્યા છે તે જ રીતે શ્વેતામ્બર સંપ્રદાયમાં પણ માનવામાં આવ્યા છે. આ આઠ પ્રતિહાર્યોનું વર્ણન જે પ્રમાણે કલ્યાણમંદિર સ્તોત્રમાં છે જેને શ્વેતામ્બર સંપ્રદાયના ભક્તામર સ્તોત્રમાં જે ૩૨-૩૩-૩૪-૩૫ સંખ્યાવાળા ચાર શ્લોકોને નથી રાખવામાં આવ્યાં તેમાં ક્રમ પ્રમાણે દુંદુભિ, પુષ્પવૃષ્ટિ, ભામંડળ અને દિવ્યધ્વનિ આ ચાર પ્રતિહાર્યોનું વર્ણન છે.
ઉક્ત ચાર શ્લોકોને ન માનવાથી આ ચાર પ્રતિહાર્યો રહી જાય છે. એટલે કહેવું પડશે કે શ્વેતામ્બરીય ભક્તામર સ્તોત્રમાં માત્ર ચાર જ પ્રતિહાર્યો બતાવ્યા છે. જ્યારે શ્વેતામ્બરીય સિદ્ધાંતાનુસાર પ્રતિહાર્ય આઠ હોય છે અને તે છોડાયેલા ચાર પ્રતિહાર્યોને કલ્યાણમંદિર સ્તોત્રમાં ક્રમશઃ ૨૫-૨૦-૨૪ તથા ૨૧ નંબરના શ્લોકોમાં ગુંફિત કરવામાં આવ્યા છે. અતઃ શ્વેતામ્બર સંપ્રદાય સામે બે સમસ્યાઓ છે. એક તો એ કે જો કલ્યાણમંદિરને તેઓ પૂર્ણ રૂપે સ્વીકારે છે તો કલ્યાણ મંદિરની જેમ જ તથા પોતાના સિદ્ધાંતનુસાર ભક્તામર સ્તોત્રમાં પણ આઠ પ્રતિહાર્યોનું વર્ણન માને તો તેઓએ ભક્તામર સ્તોત્રના ૪૮ શ્લોક માનવા જ જોઈએ. બીજું એ કે જો ભક્તામર સ્તોત્રમાં પોતાની માન્યતાનુસાર ચાર પ્રતિહાર્યો હોય તો કલ્યાણ મંદિરમાં પણ ૨૦-૨૯-૨૪ અને ૨૧ નંબરના શ્લોકો કાઢી નાખીને બંને સ્તોત્રોને સમાન બનાવી દેવા આ બંને સમસ્યાઓથી પહેલી સમસ્યા જ શ્વેતામ્બર સમાજે અપનાવવી પડશે. કારણ કે એવું કરવાથી જ ભક્તામર સ્તોત્રનું પૂર્ણ રૂપ તેમની પાસે રહેશે અને એ અવસ્થામાં દિગમ્બર અને શ્વેતામ્બર સંપ્રદાયના ભક્તામર સ્તોત્રમાં કંઈપણ અંતર નહીં રહે.”
શ્રી કટારિયા અને શ્રી અજિતકુમાર જૈન શાસ્ત્રી બંનેનાં ઉપર્યુક્ત મંતવ્યોમાં ૪૪ની જગ્યાએ ૪૮ શ્લોકોનો સ્વીકાર કરી લેવાની, શ્વેતામ્બર સંપ્રદાયને સલાહ આપવામાં આવી છે. ઇતિહાસવિદો એનો સ્વીકાર કરે કે ના કરે એ બીજી વાત છે. ૪૮ શ્લોકને સ્વીકાર કરવા માટે નડતી પહેલી મુશ્કેલ વાત તો એ છે કે “જન્મીરતારવાળું ચાર શ્લોકોનું ગુચ્છક મૂળભૂત રીતે મૌલિક જણાતું નથી. એમાં શ્રી માનતુંગસૂરિની ભાષા અને શૈલીનો ક્યાંય મેળ જણાતો નથી.