________________
પદ્યસંખ્યાની સમસ્યા 363 દેખાઈ આવે છે. આગમ અને આગમિક સાહિત્યમાં અષ્ટ પ્રતિહાર્યોનો કોઈ સમન્વય, વિશિષ્ટ સમૂહના રૂપમાં અલગ વિભાગ હતો જ નહીં, ત્યાં તીર્થકરોના ૩૪ અતિશયોમાં પ્રતિહાર્યોમાંથી ચાર, ક્યારેક પાંચ કે છનો જ સમાવેશ રહ્યો હતો. સૌથી પહેલા કથાત્મક સાહિત્યમાં અષ્ટ પ્રતિહાર્યોની કલ્પના પ્રગટ રૂપમાં દેખાઈ આવે છે અને ત્યાં સ્પષ્ટ થઈ ગયા પછી જ તે અનુગુપ્ત અને પ્રાગું મધ્યકાલથી શ્વેતામ્બર આગમિક વ્યાખ્યા સાહિત્યમાં એનો સ્વીકાર કરીને સમાવિષ્ટ કરવામાં આવ્યો. બીજી તરફ દિગમ્બર સાહિત્યમાં જેને અષ્ટ-મહાપ્રતિહાર્યો માનવામાં આવે છે તેનો એમના માન્ય ૩૪ અતિશયોમાં સમાવિષ્ટ નથી. લગભગ ઈ. સ. ૫૫૦માં રચાયેલ “ત્રિલોક પ્રજ્ઞપ્તિમાં આપવામાં આવેલા ૩૪ અતિશયોમાં માથા પર ચક્ર ધારણ કરેલા સમવસરણની ચતુર્દિશાના અનુસંધાનમાં ચાર યશેન્દ્રો અને પાદપીઠની વાત છે. પરંતુ અશોકવૃક્ષ, સિંહાસન, ચામર, ભામંડળ અને છત્રાદિ ત્યાં નથી બતાવવામાં આવ્યા.
શ્વેતામ્બર માન્ય અતિશયોમાં આકાશવર્તી એક જ ધર્મચક્ર બતાવ્યું છે અને ત્યાં બતાવવામાં આવેલો શક્રધ્વજ દિગમ્બરોની ગણતરીમાં છે જ નહીં. તામ્બરોમાં અષ્ટ મહાપ્રતિહાર્યોને અલગ સમૂહ તરીકે ગણાવામાં આવ્યો છે અને તેમાંથી ધર્મચક્રને બાદ કરીને અશોકવૃક્ષ આદિનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રિલોક પ્રજ્ઞપ્તિ જ એવો પ્રથમ ગ્રંથ છે જેમાં અતિશયો ને ત્રણ વિભાગમાં વિભાજિત કરવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે: (૧) જન્મજાત, (૨) કેવલજીનત અને (૩) દેવકૃત.
આમ જોવા જઈએ તો અષ્ટ પ્રતિહાર્ય દેવકૃત અતિશયોની અંદર જ આવવા જોઈએ પરંતુ ત્યાં આ પ્રમાણે નથી જણાવ્યું. ત્રિલોક પ્રજ્ઞપ્તિને આયોજન અને લેખનશૈલીની દૃષ્ટિએ જોઈએ તો આગમો પછી થયેલા વિકાસનું દ્યોતક શાસ્ત્ર છે. ત્રિલોક પ્રજ્ઞપ્તિમાં અતિશયોમાં પાછળથી નિગ્રંથ-દર્શનમાં પ્રવેશેલા દિવ્ય સમવસરણની કલ્પનામાં તીર્થકરોને ચતુર્દિશાથી સંબંધિત દેવકૃત ચતુર્મુખ રૂપાભાસનો ઉલ્લેખ છે. જે શ્વેતામ્બરોમાં સર્વપ્રથમ લગભગ ઈ. સ. ૫૫૦માં શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણ દ્વારા વિરચિત વસુદેવ ચરિત' અને તપશ્ચાતના સાહિત્યમાં મળી આવે છે.
નિગ્રંથ પ્રતિમા-વિધાનના બેજોડ અભ્યાસી ડૉ. ઉમાકાંત પ્રેમાનંદ શાહ ઉપલબ્ધ સાહિત્યિક અને પ્રતિભાવિષયક પ્રમાણોના વિશ્લેષણ પછી એ નિર્ણય પર પહોંચ્યા છે કે અષ્ટમહાપ્રતિહાર્યોની પૂર્ણરૂપની કલ્પના ગુપ્તકાલના અંતમાં શરૂ થઈને વિશેષ કરીને અનુગુપ્ત કાળમાં દઢીભૂત થઈ હતી અને અતિશયોનું પૃથક્કરણ કરીને જ પ્રતિહાર્યોને બતાવવામાં આવ્યાં હતાં.
ઉપર ચર્ચાયેલા બધા પ્રાચીન પુરાવાઓને, જેમાં પ્રતિહાર્યોની કલ્પનામાં ન તો સમાનતા છે ન તો પ્રાચીનતા કે ન તો ક્રમબદ્ધતા છે. સંખ્યા અને પ્રકારના વિષયમાં કાયમી એકલતા પણ જોવા મળતી નથી. ઉત્તરાપંથની આગમિક પરંપરામાં તો અષ્ટપ્રતિહાર્યરૂપી એકરૂપતાની કલ્પના કરવામાં ન આવતાં તેમાંથી મુખ્ય મુખ્ય દશ્યમાન અને દ્રવ્યમય હતાં તેનો જ ૩૪ અતિશયોમાં સમાવેશ થયો હતો. આ બધું જોતાં એવું લાગે છે કે ભક્તામરકાર અષ્ટ પ્રતિહાર્યોને લઈને નહીં પણ ૩૪માંથી ચાર દેવકૃત પ્રત્યક્ષ અતિશયોનો સ્વીકાર કરીને આવશ્યક નિર્યુક્તિ