________________
358 || ભક્તામર તુલ્યું નમઃ |
મહાવીરના સંબંધમાં આપવામાં આવેલી આર્યામાં સમવસરણના અશોકવૃક્ષ, છત્ર અને સિંહાસનની વાત કર્યા પછી ભામંડળ અને યક્ષ દ્વારા ગ્રહણ કરેલા ચામરનો ઉલ્લેખ જોવા મળે છે.
અષ્ટામહાપ્રતિહાર્યનો ઉલ્લેખ ક્યારથી થયો ? ક્યારે થયો ? અને કોણે કર્યો ? એવા અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ઉપલબ્ધ પુરાવાના આધારે ઉત્તરની નિગ્રંથ પરંપરામાં તો તેનો સૌથી પહેલો કોટિકગણની વજશાખાના, નાગેન્દ્ર કુળના મુનિ શ્રી વિમલસૂરિની સુપ્રસિદ્ધ કથાત્મક રચના લગભગ ઈ. સ. ૪૭૩માં રચાયેલ ‘પઉમચરિય'માં ઉલ્લેખ થયેલો જોવા મળે છે. ત્યાં ભગવાન મહાવીરના સમવસરણના સંબંધમાં કહેવામાં આવ્યું છે કે ઃ –
'अ ह दोणि य वक्खारा अट्टमहापाडिहेर संजुता ।'
અર્થાત્ સમવસરણમાં અષ્ટમહાપ્રતિહાર્ય યુક્ત બે વક્ષરકાર હતા. ત્યાં પ્રતિહાર્યોના નામ નથી ગણાવ્યા પરંતુ ઋષભદેવના કેવળજ્ઞાન ઉત્પત્તિના પ્રસંગમાં આસન, છત્ર, ચામર, ભામંડળ, કલ્પદ્રુમ, દેવદુંદુભિઘોષ અને પુષ્પવૃષ્ટિનો ઉલ્લેખ કર્યો છે :
શેષ બાકી રહી જતાં ‘દિવ્ય ધ્વનિ' નામનો અતિશય ઉલ્લેખ નથી કારણ કે આ અવસર ભગવાનની દેશના આપવાનો ન હતો. અહીંયાં માત્ર મહાપ્રતિહાર્ય જ વર્ણવ્યા છે. પરંતુ ભગવાન મહાવીરના સમવસરણ પ્રસંગે નીચે પ્રમાણેનો ઉલ્લેખ છે :
"भयवं मि तिहुयणगुरु विचित्त सीहासणे सुहनिविट्ठ छताइछत चामर असोग भामण्डलसणा हो ।।'
અહીં આઠે મહાપ્રતિહાર્યોમાંથી સિંહાસન, છત્ર, ચામર, અશોકવૃક્ષ અને ભામંડળ આ પાંચ જ પ્રતિહાર્યોનો ઉલ્લેખ છે.
પઉમચરિય પછી લગભગ ઈ. સ. ૫૫૦માં થયેલા શ્રી સંઘદાસગણિ ક્ષમાશ્રમણની પ્રસિદ્ધ કથા ‘વસુદેવ ચરિત’માં ભગવાન શાંતિનાથના સમવસરણના અનુલક્ષમાં ઉપસ્થિત ૬ (છ) દિવ્ય પ્રતિહાર્યોમાં ભામંડળ અન દિવ્યધ્વનિનો ઉલ્લેખ નથી. પરંતુ ધર્મચક્રનો ઉલ્લેખ છે. બીજા ચાર તો તે જ છે જે આવશ્યકનિર્યુક્તિ, આવશ્યકચૂર્ણિ અને વિશેષાવશ્યક ભાષ્યમાં આપવામાં આવેલા અશોકવૃક્ષ, છત્ર, ચામર અને સિંહાસન જ છે.
શ્રી સંધદાસગણિ આને પ્રતિહાર્ય નથી કહેતા. પરંતુ લગભગ ઈ. સ. ૬૭૫થી ૭૦૦માં રચાયેલ સૂત્રકૃતાંગ ચૂર્ણિમાં અને લગભગ ઈ. સ. ૭૪૫માં શ્રી હરિભદ્રના નંદિવૃત્તિમાં સ્પષ્ટ રૂપથી મહાપ્રતિહાર્યોથી સંબંધિત એક સંસ્કૃત શ્લોક ઉષ્કૃત કરેલો મળી આવે છે. આ જ શ્લોકને શ્રી હરિભદ્રજીએ વળી પાછો લગભગ ઈ. સ. ૭૬૦થી ૭૭૦ રચાયેલ ‘અનેકાંતજયપતાકા’ની ‘સ્વોપક્ષવૃત્તિ’માં પણ ૨જૂ કર્યો છે અને તપશ્ચાદની શ્વેતામ્બર ટીકાઓમાં પ્રસંગોપાત્ત આ જ શ્લોક રજૂ થતો રહ્યો છે જે આ પ્રમાણે છે :