SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્યસંખ્યાની સમસ્યા છે 357 આકાશવર્તી ચક્ર, છત્ર, શ્વેત, ચામર, આગળ ચાલવાવાળા સહસ પતાકાઓવાળો ઇન્દ્રધ્વજ અને જ્યાં જ્યાં તીર્થકર ઊભા રહે અથવા બિરાજમાન થાય ત્યાં પાદપીઠ યુક્ત સિંહાસનનું પ્રાકટ્ય તથા યક્ષો દ્વારા સર્જિત અશોકવૃક્ષ અને અંધકારમાં દશે દિશાઓને પ્રકાશિત કરવાવાળા તેજોમંડળ આ સાત અતિશયોમાંથી ચક્ર અને ઇન્દ્રધ્વજને છોડીને શેષ બાકી રહેલા પાંચ પ્રતિહાર્યોને પાછળથી અષ્ટમહાપ્રતિહાર્યોમાં સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. ગૌપપતિ સૂત્ર જે લગભગ ઈ. સ. ૩૦૦માં રચાયેલું છે. તેમાં મહારાજા શ્રેણિકનો પુત્ર મેઘકુમાર સમોવસરણમાં બિરાજમાન ભગવાન મહાવીરનાં દર્શન કરવા જાય છે. તેનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં પણ ભગવાન મહાવીરના સંબંધમાં જે સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે તેમાં પણ આકાશગત ચક્ર, છત્ર, ચામર, સિંહાસન અને આગળ ચાલવાવાળા ધર્મધ્વજનો ઉલ્લેખ છે. અહીંયાં ધર્મધ્વજ સિવાયના શેષ બાકી રહેલા ત્રણે અતિશયની ગણના પાછળ શ્રી મહાપ્રતિહાર્યોમાં થઈ છે અને એ બધા એ જ છે કે જે સમવાયાંગ સૂત્રમાં પણ આપવામાં આવ્યા છે. “ભાવથ નિવિર” જે લગભગ ઈ. સ. પરપમાં રચાઈ તેમાં પણ ચાર પ્રતિહાર્યોનો ઉલ્લેખ છે. વ્યંતર દેવો દ્વારા સર્જિત અશોકવૃક્ષ, પાદપીઠયુક્ત સિંહાસન, છત્ર અને ચામર. તેમાં પ્રતિહાર્યો વિશે જણાવવામાં આવ્યું છે કે : __ "चेइटुम पेट्ठछंदय - आसण छतं च चमराओच । जं चंडगणं करणिज्जं करंति तं वाणमंतरिया ।।" શ્રી હરિભદ્રસૂરિ પોતાની લગભગ ઈ. સ. ૭૫૦માં રચેલી આવશ્યક લઘુવૃત્તિમાં વ્યાખ્યા કરતાં જણાવે છે કે શ્લોકના પ્રથમ ચરણના અંતમાં “વ' શબ્દથી ધર્મચક્ર વિવક્ષિત છે. શ્રી હરિભદ્રસૂરિથી પૂર્વે લગભગ ઈ. સ. ૬૦૦થી ૬૫૦માં રચાયેલી આવશ્યકચૂર્ણિમાં પણ ભગવાન મહાવીરના સમવસરણના સંબંધમાં પણ આજ ચાર પ્રતિહાર્યો અશોકવૃક્ષ, પાદપીયુક્ત સિંહાસન, છત્ર, ચામર અને પાંચમા પ્રતિહાર્યના રૂપમાં ધર્મચક્રને ગણવામાં આવ્યું છે. આવશ્યક ચૂણિનાં થોડાંક વર્ષ પૂર્વે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે લગભગ ઈ. સ. ૫૮૫માં રચેલ વિશેષાવશ્યક ભાષ્યમાં ભગવાન મહાવીરના પાવાપુરીમાં રચાયેલા સમવસરણના વર્ણનમાં અનેક પ્રકારના ઉદ્ભવ અને લોકોને એકત્રિત કરવાવાળા દિવ્યઘોષમાં ધ્વનિત થઈ ગયા પછી ત્યાં સિંહાસન, અશોકવૃક્ષ, છત્ર અને બે ઇન્દ્રોએ ગ્રહણ કરેલા ચામરોનો જ ઉલ્લેખ કર્યો છે. આ બધાં ઉદાહરણોને જોતાં એવું લાગે છે કે, ઉત્તરની નિગ્રંથ આગમિક પરંપરામાં તીર્થંકરની સમીપવર્તી દૃશ્યમાન વિભૂતિઓ પર જોર આપવામાં આવ્યું છે અને એમાં પ્રત્યક્ષ પદાર્થમાન અતિશયોમાંથી મોટા ભાગે ચાર કે પાંચનો ઉલ્લેખ થતો રહ્યો છે. સમવાયાંગસૂત્રના આધાર પર શ્વેતામ્બર પરંપરામાં તો એને અતિશયો જ માનવામાં આવતા હતા એવું કહી શકાય ક્યાંય પણ એને પ્રતિહાર્ય કહેવામાં આવ્યા નથી. આ પ્રથાનું અનુસરણ પાછળથી ઈ. સ. ૮૬૯માં થયેલા નિવૃત્તિકાળના શીલચાર્યવૃત ચઉપ્પન્નમહાપુરિસચરિયમાં પણ થયું છે. આ કૃતિમાં ભગવાન
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy