SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ 320 . || ભક્તામર તુલ્ય નમઃ | આપ બિરાજો છો. આપની આરાધના વડે ભવબંધન તૂટતાં બહારનાં બંધન પણ છૂટી જશે.” કોઈ એવાં પાપકર્મો છે જે પૂર્વ ભવમાં બાંધ્યા હશે તેના ઉદયના ફળ સ્વરૂપે કારાવાસ કે બેડીઓનું બંધન ભલે હોય પરંતુ હૃદયસિંહાસન પર પ્રભુ બિરાજે છે અને તેની દિનરાત સતત આરાધના કરવાથી કર્મના બંધનની બેડી તોડીને ભવભ્રમણરૂપ કારાવાસમાંથી મુક્ત થઈ જઈશું. અર્થાત્ મોક્ષની પ્રાપ્તિ થશે. જો જન્મોનાં બંધન તૂટતાં હોય તો શરીરનાં બાહ્ય બંધનો તો અવશ્ય તૂટી જશે. આ શ્લોકની રચના થતાં જ સૂરિજી બેડીનાં બંધનોમાંથી મુક્ત થઈ ગયા. આમ અહીં સૂરિજીએ અદ્ભત રહસ્ય સમજાવ્યું છે કે પ્રભુના નામનું નિરંતર સ્મરણ કરવાથી અવશ્ય બંધનમુક્ત થવાય છે. પછી તે બંધન શારીરિક હોય કે આત્માનાં બંધનો હોય. અર્થાત્ શરીરે બેડીનાં બંધનો હોય કે કારાવાસ હોય કે આત્માને લાગેલાં ઘાતી-અઘાતી કર્મનાં બંધનો હોય તેનાથી મુક્તિ, મોક્ષપદની પ્રાપ્તિ અવશ્ય છે. અઘાતી કર્મનું પ્રતિનિધિત્વ વેદનીય કર્મ ધરાવે છે. બેડીનાં બંધનો અશાતાવેદનીય કર્મના કારણે છે. પરંતુ પ્રભુના નામસ્મરણના પ્રભાવથી અશાતાવેદનીય કર્મ દૂર થાય છે અને શાતાવેદનીય કર્મનો ઉદય થાય છે. એટલે કે પ્રભુના નામના પ્રભાવથી અશાતાવેદનીય કર્મનો નાશ થવાથી ભયનો પણ નાશ થાય છે અને શાતાવેદનીય કર્મનો ઉદય થાય છે અર્થાત્ મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. આમ, સૂરિજીએ અષ્ટ ભયોની સાથે સાથે ઘાતી અને અઘાતી કર્મોના આત્મપ્રદેશ પર પડેલાં આવરણોના નિવારણ કરવાને માટે પ્રભુના નામનું સ્મરણ અને શરણ એક માત્ર ઉપાય છે, એવું સુંદર આલેખન કર્યું છે. શ્લોક ૪૩મો. मत्तद्विपेन्द्र-मृगराज-दवानला-हिसङग्राम-वारिधि-महोदर-बन्धनोत्थम् | तस्याशु नाशमुपयाति भयं भियेव, यस्तावकं स्तवमिमं मतिमानधीते ।।४३।। ગાંડા હાથી સિંહ દવ અને સર્વ યુદ્ધ થએલી, અબ્દિકેરી ઉદર દર બંધને કે બનેલી; એવી ભીતિ ઝટપટ બહુ તેમની તો હરે છે; જેઓ તારૂં સ્તવન પ્રભુજી પ્રેમથી રે કરે છે. (૪૩) શબ્દાર્થ T: મતિમાન – જે બુદ્ધિમાન મનુષ્ય, રુમન્ સ્તવમ નથીતે – આ સ્તોત્રનો નિયમિત પાઠ કરે છે. તાવમ્ – આપના, તરી ગાશુ – તેના શીઘ (તત્કાળ), નારીમ્ – નાશ, ૩પયાતિ – પામે
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy