SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભક્તામર સ્તોત્ર 319 કર્મની બેડીઓથી બંધાયેલો જીવાત્મા, જેલમાં પુરાયેલો કેદી એટલે ઘાતી અને અઘાતી કર્મની જાળમાં ફસાયેલો જીવાત્મા. એટલે કે પગથી માથા સુધીના શરીરનાં આઠ અંગ છે – બે હાથ, બે પગ, નિતંબ, પીઠ, હૃદય અને મસ્તક અને ચાર ઘાતી કર્મ અને ચાર અઘાતી કર્મો – આ આઠ કર્મોની બેડીઓથી બંધાયેલો જીવાત્મા. બ્રહસ્નિગડ કોટિ નિવૃષ્ટ જંઘા” એટલે કે બેડીના અગ્રભાગથી જેની જંધાઓ ઘસાઈ રહી છે, તેનો અર્થ વર્તમાન સમયમાં ઉદયમાં આવેલા કર્મથી આત્માનું સુખ અને સત્ત્વ નાશ પામે છે. અઘાતી અને ઘાતી કર્મની બેડીઓથી જકડાયેલો જીવ છૂટવા માટે “સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્રાણિ મોક્ષમાર્ગ: એક માત્ર ઉપચાર છે. અર્થાત્ કર્મની બેડીઓથી બંધાયેલા જીવાત્માને છૂટવાનો એક માત્ર ઉપાય ભગવાનના નામસ્મરણપૂર્વક સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રની આરાધના કરવાનો – તેમ કરવાથી તે અવશ્ય બંધનમુક્ત થાય છે અને તેને મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. તત્ત્વસાર શાસ્ત્રમાં પણ આવા જ ભાવને દર્શાવતો એક શ્લોક છે : तेषां अक्षररूपं भव्य मनुष्याणां ध्यायमानानाम् । वध्यते पुण्यं बहुशः परंपरया भवेन्मोक्षः ||४||५८ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ એ પંચ પરમેષ્ઠીના સ્વરૂપના વાચક અક્ષરાત્મક બીજાક્ષરો એટલે કે પદસ્થ ધ્યાનના વાચક મંત્રરૂપ અક્ષરોનું ધ્યાન કરનારા ભવ્ય જીવોને ઘણા પ્રકારનાં પુણ્યોનો બંધ થાય છે. તેમ જ પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. પંચ પરમેષ્ઠીના બીજાક્ષરો ઘણા છે. જેમાં ઉદાહરણ રૂપે “ૐ અહં નમઃ છે.” સ્તોત્રકાર સૂરિજીએ આ શ્લોકમાં ત્વનામ મંત્ર' શબ્દ વાપર્યો છે તે ૩ૐ અહં નમઃના અર્થમાં છે. વિશિષ્ટ તત્ત્વાર્થ દૃષ્ટિએ જોઈએ તો “ત્વનામ મંત્ર મનિશ મનુના: રમન્ત:” જેનો અર્થ પ્રભુના નામનું દિનરાત સ્મરણ કરવું તેવો થાય છે. ભગવાનના સ્વરૂપને ઓળખીને તેને નમસ્કાર કરવા તેને સમ્યક્ દર્શન કહેવાય છે અને જ્ઞાનપૂર્વકના સમ્યક્ દર્શનની દિનરાતની આરાધનાના ફળ સ્વરૂપે પરંપરાએ મોક્ષની પ્રાપ્તિ થાય છે. “સંઘ સ્વયે વિરત વંધ મામત્તિ" તુરત જ સ્વયં પોતે (ધ્યાન કરનાર) પોતાના જ પુરુષાર્થથી બંધનના ભયથી મુક્ત થાય છે એવો અર્થ થાય છે. વિગત વંધ મયા શબ્દોનો સમાસ છૂટો કરતાં વિગત વંદ્ય અને વિગત મયા એમ થાય છે. વિત વંધનો તત્ત્વાર્થ કર્મબંધનથી છૂટી મોક્ષને પ્રાપ્ત કરે છે અને તે જ પ્રમાણે વાત માનો તત્ત્વાર્થમુક્ત થઈને નિર્ભય પદને પામે છે. અને નિર્ભયપદ એ મોક્ષનું બીજું નામ છે. અર્થાતુ પ્રભુના નામસ્મરણનું દિનરાત આરાધન કરે છે તેને ભવભ્રમણાના ફેરાનો ભય રહેતો નથી. તે નિર્ભયપદને એટલે કે મોક્ષપદને પ્રાપ્ત કરે છે. શ્રી માનતુંગસૂરિજીના ભાવોને સમજાવતાં શ્રી કાનજી સ્વામી જણાવે છે કે, “પ્રભો : કોઈ પૂર્વનાં પાપ કર્મોદયને લીધે બહારથી ભલે કોઈ જેલ કે બેડીનું બંધન હોય પણ અંતરમાં નિર્દોષ આરાધના વડે અમારો આત્મા ભવનાં જેલનાં બંધનોથી છૂટી રહ્યો છે; અમારા હૃદયમાં
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy