SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ છે. મમ્ ભય, મિયાવ સિંહ, વાનન દાવાનલ રોગ, ન્યન સત્યમ્ ભાવાર્થ : - શ્રી ભક્તામર સ્તોત્ર જ — 321 જાણે કે ભય પામીને, મત્તદ્વિપેન્દ્ર મદમાતા હાથી, મૃારાન અહિ – સર્પ, સગ્રામ - યુદ્ધ, વારિધિ – સમુદ્ર. મદ્દોવર – જલોદર બંધન આદિથી ઉત્પન્ન થયેલાં. - હે જિનેન્દ્રદેવ ! આ રીતે જે બુદ્ધિમાન મનુષ્ય આપના પરમ સ્તોત્રનો નિયમિત પાઠ કરે છે તેના મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ, સર્પ, વિષમ યુદ્ધ, સમુદ્ર, જલોદર રોગ અને બંધન વગેરેથી ઉત્પન્ન થયેલા ભય સ્વયં ભય પામીને તત્કાળ નાશ પામે છે. વિવેચન : ગાથા ૪૩ સ્તોત્રકાર સૂરિજીએ ૩૫થી ૪૩ આ નવ શ્લોકમાં જુદા જુદા અનેક ભયોમાંથી અષ્ટભયનિવારણની વાત કરી. તે બધાં ભયોના નિવારણના સારસ્વરૂપ વાત આ શ્લોકમાં છે. અર્થાત્ સામાન્ય રીતે સ્તોત્રના અંતમાં તેની ફલશ્રુતિ કહેવામાં આવે છે. એ જ રીતે સ્તોત્રકાર સૂરિજી અહીં આ શ્લોકમાં સ્તોત્રની ફલશ્રુતિ વર્ણવતાં જણાવે છે કે, હે જિનેશ્વરદેવ ! જે બુદ્ધિમાન માણસ તમારા આ સ્તવનનો નિયમિત પાઠ કરે છે તેનાં મદોન્મત્ત હાથી, સિંહ, દાવાનલ, યુદ્ધ, શત્રુસેના, તોફાની સમુદ્ર, જલોદર રોગ તથા બેડીના બંધનથી ઉત્પન્ન થયેલા સર્વ ભય, સ્તોત્રના પાઠના ભયથી નાશ પામે છે. હે પ્રભુ ! જે બુદ્ધિમાન માણસ શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરે છે, તેનું સતત નામસ્મરણ કરે છે અને અત્યંત ધ્યાનપૂર્વક તેનો જાપ કરે છે તે ભયરહિત થઈ જાય છે. તેનો ભય ક્ષણ માત્રમાં નાશ પામે છે. અર્થાત્ આ કેવી રીતે શક્ય બને છે તે માટે સ્તોત્રકાર સૂરિજીએ સુંદર મજાની કલ્પના કરી છે કે ભય નષ્ટ કેવી રીતે પામે છે. ભય પોતે જ ભયભીત થઈ જશે. જે ભક્ત તન્મયતાપૂર્વક પ્રભુનું સ્મરણ કરે છે. તેની પાસે આવતાં ભય પણ ભયભીત થઈ જાય છે. અર્થાત્ બીજાઓને ભયભીત કરનાર પ્રભુની સ્તુતિ દ્વારા ભય પામે છે ને તે પ્રભુના ભક્તની પાસે ભય પમાડવા આવતો જ નથી. આમ પ્રભુના નામસ્મરણ માત્રથી ભક્ત ભયરહિત થઈ જાય છે. તાત્પર્ય કે ‘હે ભગવાન્ જે બુદ્ધિમાન માણસ આપના આ સ્તવનનો પાઠ-ધ્યાન ક૨શે અને તેના તત્ત્વાર્થને હૃદયમાં ધારણ કરશે તેના હૃદયમાં ભયને આશ્રય ન મળતાં તે ભય પોતે જ ભયભીત થઈને ભાગી જશે. અર્થાત્ ત્રણ જગતના નાથ, જ્ઞાન, દર્શન, ચારિત્રને ધારણ કરનાર, મેરુ પર્વત સમાન અવિચલ એવા પ્રભુની જિનભક્તિ જેના હૃદયમાં વિદ્યમાન છે તેને સંસારનો કોઈ ભય નથી. તે નિર્ભયપણે સર્વ ભયનો સામનો કરી શકે છે. આ શ્લોકમાં સ્તોત્રકાર સૂરિજી આ સ્તોત્રનું મહાત્મ્ય પ્રગટ કરે છે. આ સંદર્ભે ડૉ. સરયૂ મહેતા ણાવે છે કે, “કોઈ પણ પ્રકારના અશુભનો ઉદય હોય તો તે આ સ્તવનથી અવશ્ય નાશ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy