SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ 295 શ્રી ભક્તામર સ્તોત્ર મંત્ર નથી લખ્યો. તેમણે કહ્યું છે કે આ શ્લોક પોતે જ મંત્ર છે. તેની સાથે કોઈ મંત્રની જરૂ૨ નથી. જ્યાં જ્યાં હાથીના ભયનો પ્રસંગ આવે ત્યાં ત્યાં આ મંત્રનું વારંવાર ઉચ્ચારણ કરવાથી ભય પોતે વિલીન થઈ જશે.’૪૫ આ શ્લોક હાથીના ભયનિવારણનો મહામંત્ર છે. જે વ્યક્તિ આ મંત્રની સાધના-આરાધના કરે છે તેની સામે કોપાયમાન અને મદોન્મત્ત હાથી પણ વિનમ્ર બની જાય છે. અર્થાત્ ભય અનેક પ્રકારના હોય છે તેમ તેના નિવારણના પ્રકાર પણ અનેક હોય છે. પરંતુ હાથીવિષયક ભયના વિલયનો મહામંત્ર આ શ્લોક જ છે. શ્લોક ૩૫મો - શબ્દાર્થ મિન – ભેદીને - ચીરીને, રૂમમ્ – હાથીઓનાં, મ્મ – ગંડસ્થલ, કુંભસ્થળ, તત્ – પડી રહેલા-ઝરતા, વહેતા, ઉજ્જ્વલ શ્વેત, શોભિતાવત્ત લોહીથી ખરડાયેલા, મુજ્ઞાતપ્રજ્ મોતીઓના સમૂહથી, ભૂષિતભૂમિમાનઃ – પૃથ્વીના કેટલાક ભાગને શોભાયમાન કર્યો છે, बद्धक्रमः તરાપ મારવા માટે તૈયાર, મતમ્ – તરાપ મારી ચૂકેલો, હરિગાધિપ: અપિ – સિંહ પણ, न आक्राम આક્રમણ કરતો નથી, મયુરાવત તે આપના ચરણકમલરૂપી પર્વતો, સંશ્રિતમ્ આશ્રય કરી ચૂકેલા. ભાવાર્થ : भिन्नेभकुम्भगलदुज्ज्वलशोणिताक्तमुक्ताफलप्रकरभूषितभूमिभागः । बद्धक्रमः क्रमगतं हरिणाधिपोऽपि, नाक्रामति क्रमयुगाचलसंश्रितं ते ।। ३५ ।। – જે હાથીનાં શિરમહિ રહ્યા રક્તથી યુક્ત છે ને, મોતીઓથી વિભૂષિત કર્યા ભૂમિના ભાગ જેણે; એવો સામે મૃગપતિ કદિ આવતો જો રહે છે, નાવે પાસે શરણ પ્રભુજી આપનું જે ગ્રહે છે. (૩૫) - જેણે હાથીઓના કુંભસ્થળ ચીરીને તેમાંથી વહી રહેલા શ્વેત અને લોહીથી ખરડાયેલાં એવાં મોતીઓના સમૂહથી પૃથ્વીના કેટલાક ભાગને શોભાયમાન કર્યો છે, તથા તરાપ મારવાને તૈયાર હોય અથવા તરાપ મારી ચૂકેલો હોય એવો સિંહ પણ હે ભગવન્ત ! આપના ચરણકમલરૂપી આશ્રય લેનાર ભક્ત ઉપર આક્રમણ કરી શકતો નથી.
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy