SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ 296 છે . ભક્તામર તુલ્ય નમઃ | વિવેચનઃ ગાથા ૩૫ શ્રી આદિનાથ પ્રભુના નામસ્મરણ કે તેના શરણમાં આશ્રય લેવાથી ઐરાવત જેવા મદોન્મત્ત હાથીના આક્રમણથી બચી શકાય છે. તેવી જ રીતે મૃગપતિ એવા અતિ પરાક્રમી ગજ-કેસરી સિંહના આક્રમણથી પણ બચી શકાય છે. હવે શ્લોકમાં સ્તોત્રકાર સૂરિજી પોતાની અદ્ભુત વર્ણનશક્તિ દ્વારા આ વાત કરે છે. સ્તુતિકાર સૂરિજી કહે છે કે, એ સિંહ એ કોઈ સામાન્ય સિંહ નથી. તે સિંહ એવો પરાક્રમી છે કે તે છલાંગ મારીને ગમે તેવા મોટા હાથીના મસ્તક પર ચઢી જાય છે અને પોતાના બળવાન પંજા અને તીક્ષ્ણ નખ વડે હાથીનું ગંડસ્થલ ચીરી નાખે છે. એ ગંડસ્થલમાંથી શ્વેત મોતીઓ નીચે પડે છે અને તે લોહીથી ખરડાયેલા હોય છે. આ રીતે શ્વેત છતાં રક્તવર્ણની આભા ધરાવનારાં મોતીઓનો સમૂહ પૃથ્વી પર પડવાથી એક જાતનું અનોખું મનોરમ્ય દશ્ય ઉપસ્થિત થાય છે. સિંહ હાથી ઉપર છલાંગ મારે છે અને તેના ગંડસ્થલને ચીરી નાખે છે, ત્યારે હાથીના શરીરમાંથી જે લોહી નીકળ્યું તેનાથી પૃથ્વી શોણિતાક્ત' બની ગઈ, લોહીથી લાલ થઈ ગઈ સાથે સાથે જે હાથીના ગંડસ્થલમાંથી ગજમુક્તાઓ નીચે પડવા લાગી તે મોતી શ્વેત છે અને લોહી લાલ છે. આ બંનેનો સંયોગ ઉજ્વળતા પેદા કરી રહ્યો હતો. ત્યાં લાલ રંગની આભા પણ હતી. અને શ્વેત રંગની આભા પણ હતી. તેથી પૃથ્વીનો તે ભાગ ઉજ્વળ આભાથી ભૂષિત થઈ રહ્યો હતો. ' સૂરિજીએ હાથીના ગંડસ્થલમાંથી નીકળતા મોતીની વાત કરી છે. તે માટે અહીં એટલી સ્પષ્ટતા આવશ્યક છે કે બધાં હાથીના ગંડસ્થલમાં મોતી પાકતાં નથી. ભદ્ર ઉચ્ચ જાતિના જે મહાન હાથી હોય છે તેના ગંડસ્થલમાં જ મોતી પાકે છે. સૂરિજી આગળ જણાવે છે કે જેના ગંડસ્થલમાંથી શ્વેત મોતીઓ નીકળે છે તેવા ઉચ્ચ જાતિના હાથીનો શિકાર જે સિંહે કર્યો હોય છે તે છલાંગ મારીને આપણાં પર ધસી આવવાની તૈયારીમાં હોય કે ધસી ચૂક્યો હોય પણ તે સમયે જો આપણે શ્રી આદિનાથ પ્રભુના ચરણ યુગલરૂપી પર્વતનો આશ્રય લઈએ એટલે તે સમયે તેમને મનથી નમસ્કાર કરીને તેમનું નામસ્મરણ કરીએ, તેમનું શરણ સ્વીકારીએ તો અતિ પરાક્રમી ભયંકર એવો સિંહ પણ આપણા પર આક્રમણ કરી શકતો નથી. ગજકેસરી જે વનરાજ છે તે સર્વાધિક શક્તિશાળી છે. તેણે અતિ બળવાન એવા હાથી પર છલાંગ મારીને એનું ગંડસ્થલ ચીરી નાખ્યું છે એવા સિંહનો પંજો રક્તરંજિત છે, ભયંકર ક્રોધાવેશમાં છે. તે છલાંગ મારીને આપણા પર ધસી આવે કે ધસી આવ્યો હોય ત્યારે યથાર્થપણે શ્રી આદિનાથ પ્રભુના ચરણ યુગલરૂપી પર્વતનું શરણ સ્વીકારીએ તો તે સિંહના પગ જ “બદ્ધક્રમ' થઈ જાય છે. એટલે કે સિંહના પગમાં જાણે કે સાંકળ પડી ગઈ હોય અથવા તેના પગને કોઈએ બાંધી દીધા હોય તેમ તે આગળ વધી શકતો નથી, તે ત્યાં જ અટકી જાય છે. પ્રભુના ચરણનું શરણ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy