SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ 294 |ભક્તામર તુલ્યું નમઃ || પ્રભુનો સાચો ભક્ત ગમે તેવી ભયંકર મુશ્કેલીઓમાં પણ તેનું સ્મરણ કે શરણ છોડતો નથી, પછી તે કોપાયમાન કે મદોન્મત્ત હાથીનો ઉપસર્ગ પણ કેમ ન હોય. આ ભયંકર મુશ્કેલીને સૂરિજી પોતાના પર થયેલાં ઉપસર્ગ સાથે સરખાવતાં હોય તેમ જણાય છે. અને આવા સમયે પ્રભુસ્મરણથી જરાપણ ચલાયમાન થવું યોગ્ય નથી એવું તે વિચારે છે. આ શ્લોકને પરમાર્થની દૃષ્ટિએ ગૂઢાર્થ સમજાવતાં ડૉ. સરયૂ મહેતા કહે છે કે, “ગાંડો ગજપતિ એટલે ત્રાસ ફેલાવનાર રાજ્યપતિ, ભ્રમરગણ એટલે મિથ્યાત્વને પોષનારા હજૂરિયા, ભમરાઓ કાળા છે તેના ગુંજનથી મદ ઝરતો હાથી કોપાયમાન થાય છે. કાળો રંગ એ મિથ્યાત્વની નિશાની છે. ભમરા જેવા દરબારીઓ મિથ્યાત્વને પોષનારી વાતના ગુંજનથી રાજાને ભરમાવે છે. કોપાયમાન કરે છે. ભ્રમરગણ એટલે એક પ્રકારના દરબારીઓનો સમૂહ. મદ ઝરણથી ભીનો થયેલો હાથી એટલે ઉન્માદથી તંગ બનેલો રાજા. અર્થાત્ કર્મનો આશ્રવ કરવાથી મલિન થયેલો રાજા અહીં વિવફાય છે.” પ્રભુ ! મિથ્યાત્વને પોષનારા આસપાસમાં રહેલા ભ્રમર જેવા દરબારીઓની વાતોથી કર્મોનો આશ્રવ કરવાથી મલિન બનેલો અને અત્યંત કોપાયમાન એવો રાજા બેકાબૂ બનીને ગમે તેવો ભયંકર ઉપસર્ગ કરવા સામેથી આવતો હોય તો પણ તમારાં સ્મરણ અને શરણમાં લીન રહેનાર ભક્તને કોઈ પણ પ્રકારનો ભય થતો નથી અને પ્રભુ પરની શ્રદ્ધાના કારણે આવનાર ઉપસર્ગ પણ જવાનો છે. તેની સંપૂર્ણ ખાતરી ભક્તને હોય છે. તત્ત્વાર્થની દૃષ્ટિએ જોઈએ તો ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર મોહનીય કર્મમાં મુખ્ય કષાય છે. હાથીના ઉપદ્રવમાં બાહ્ય અનર્થો અને વેરવિખેરની વાત છે. જ્યારે અહીં મદોન્મત્ત હાથીની ઉપમામાં જીવના અંતરંગ શત્રુ – માન કષાયની વાત છે. ઘાતી કર્મમાં હાથીનું વર્ણન કરી મોહનીય કર્મનાં પ્રમુખતમ અંતરાય કર્મોને ઉદ્ઘટિત કર્યા છે. હાથી કામ અને માનનું પ્રતીક માનવામાં આવે છે. ચારે કષાયોમાં માનને મહાકાય અને વ્યાપ્ત માનવામાં આવે છે. માન વગર ક્રોધ, માયા અને લોભ ઉત્પન્ન થતાં નથી. આમ માન ચારે કષાયોમાં વ્યાપ્ત હોવાથી મહાકાય માનવામાં આવે છે અને તેથી જ અહીં મહાકાય હાથીને માનનું પ્રતીક દર્શાવવામાં આવ્યું છે. માનના કારણે જ બાહુબલી જેવા રાજા વેલડીએ વીંટાયા હતા. બ્રાહ્મી અને સુંદરી બંને બાહુબલીની બહેનો તેમને કહે છે કે, વીરા મોરા ગજ થકી નીચે ઊતરો' અર્થાત્ ભાઈ મારા આપ માનરૂપી મહાકાલી હાથી ઉપરથી નીચે ઊતરો. અહીં પણ બાહુબલીના માન માટે હાથીની ઉપમા જ આપવામાં આવી છે. અને તેનો ત્યાગ કરવાનો બંને બહેનો કહે છે. ઘાતી કર્મોનાં ચાર કર્મોમાંથી એક કર્મનો નાશ કરીને સિદ્ધ અને પછી અઘાતી કર્મનો નાશ કરી અરિહંત પદ સુધી પહોંચવાની વાત પણ છે જ. આચાર્ય મહાપ્રજ્ઞ જણાવે છે કે “આ ૩૪મા શ્લોકનું નામ જ “ગજભય નિવારણ સ્તવન છે. મંત્રવિદ્ આચાર્યોએ ભક્તામર શ્લોકોની સાથે મંત્રો લખ્યાં છે. પરંતુ આ શ્લોકની સાથે કોઈ
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy